KEVAL PARMAR

Romance Tragedy

4.0  

KEVAL PARMAR

Romance Tragedy

તારી ઝલક સૌથી અલગ - ૪

તારી ઝલક સૌથી અલગ - ૪

3 mins
226


બસમાં બેસવા માટે કરણ સ્ટેશન ઉપર આવ્યો અને ઘરે જવા માટે બસમાં બેઠો. 

એટલી વારમાં કંડક્ટર આવ્યો કરણને જોઈને કહે:- કેમ છો કરણ ભાઈ ....? 

કરણએ જવાબ આપ્યો નહીં...! 

કંડક્ટરએ ફરીથી કીધું કેમ છો કરણભાઈ ક્યાં ખોવાઈ ગયા તમે....? 

કરણ :- અરે કંઈ નહી, બસ અહીયા જ છું. 

કંડક્ટર:- લાગે છે તમે ખોટું બોલો છો, નક્કી તમને કોઈ ગમી ગયું છે અને તમે એના જ વિચારોમાં ખોવાયેલા છો. 

કરણ :- હા, પણ તમને કંઈ રીતે ખબર પડી.... 

કંડક્ટર:- મને એટલા માટે ખબર પડી કે તમે દવા જમણા હાથની આંગળી એ લગાડી છે અને તમે ડાબા હાથની આંગળી પકડી ને ફુક મારો છો. 

એટલુ કહીને કંડક્ટર તો ત્યાથી નીકળી ગયો 

પણ કરણ એકલા એકલા મનમાં વિચારીને કહે, આમ તો મને આદત નથી કે કોઈના વિશે એટલુ વિચારવાની પણ કિર્તી ને જોયા પછી મારુ મન મને બીજાના વિશે વિચારવાનો સમય જ નથી આપતું. દવા લગાડી આપી ત્યાં સુધી તો બરોબર અને પાછી સાથે સાથે મારા મમ્મી ની જેમ મને સલાહ આપવા લાગી. 

હું કેમ એના વીશે એટલુ બધુ વિચારી રહ્યો છું, શું એ મને ગમવા તો નથી લાગી ને ...? 

આમ વિચાર કરતા કરતા ઘર ક્યારે નજીક આવી ગયું એ વાતનું ધ્યાન પણ ના રહ્યું.

કરણ ઘરે આવ્યો આંગળીમાં દવા લગાવેલી જોઈ એટલે તરત જ કોકીલા બેન બોલ્યા :- હે ભગવાન આ છોકરો કોઈ દિવસ સીધો બેસે જ નહી.આ આંગળીમાં ક્યાંથી દાઝી ગયો. 

એલા એ લાલ્યા હું તને કહું છું સાંભળે છે કે નહી, પણ કરણ છે કે કઈ પણ સાંભળ્યા વગર જ પોતાની રૂમમાં જતો રહ્યો. 

કરણની પાછળ પાછળ એના મમ્મી પણ એની રૂમમાં ગયા અને કહે મને ખબર જ હતી કે તુંં છોકરી જોવા માટે ગયો જ નથી અને બીજે કઈક ફરવા માટે ગયો હશે. થીક છે હું કાનજી ભાઈ ને ફોન કરી ને કઈ દઉ કે તુંં આવવાનો નથી બિચારા તારી રાહ જોતા હશે. એટલુ કહીને કોકીલા બેન નીચે જવા માટે ઉભા થયા. એટલામાં કરણ બોલ્યો કે મમ્મી મને ટેણી ગમે છે અને હું એની સાથે લગ્ન તરવા માટે તૈયાર છું. 

કોકીલા બેન : હવે આ ટેણી કોન છે...? 

જો લાલ્યા મે તને સીધે સીધું કહ્યું હતુંં કીધું હતુંં કે તારે પેલા કાનજીભાઈની છોકરી કિર્તી ને જોવા માટે જવાનું હતુંં અને તુંં છે કે બીજા કોઈની છોકરીને જોઈ આવ્યો. 

કરણ :- ના મમ્મી હવે, કિર્તી અને ટેણી બંને એક જ છે એતો કાનજીકાકા પ્રેમથી એને ટેણી કહીને બોલાવે છે. 

કોકીલા બેન :- અને હવે તુંં પણ એને ટેણી કહીશ એમ....? 

કરણ (હસતા કહે) :- ના મમ્મી એવું નથી એતો મને એ નામ યાદ રહી ગયું એટલે તમને કહ્યું. છોકરી સારી છે, ઘરનું કામ-કાજ કરતા આવડે છે, ચ્હા પણ મસ્ત બનાવે છે. 

કોકીલાબેન :- ઠીક છે બેટા મુદ્દાની વાત એ છે કે તને કિર્તી બહું જ ગમી છે. હું કાનજીભાઈને હમણાં જ ફોન કરીને જાણ કરુ છું કે અમારા તરફથી હા છે.

ફોન કરવાની વાતથી કરણ થોડો હરખાઈને કહે :- મમ્મી તમે દુનિયા બેસ્ટ મમ્મી છો. હું તમને બહું પ્રેમ કરુ છું. 

કોકીલાબેન - ચાલ ચાલ હવે હરખ-પદુડા એટલો બધો હરખામાં, તારા માટે જે પણ કરીશ હું સૌથી બેસ્ટ જ કરીશ એટલુ કહીને કોકીલાબેન ત્યાથી નીકળી ગયા. 

નીચે આવીને કોકીલાબેન એ કાનજીભાઈ ફોન કર્યો અને કહે જય શ્રી કૃષ્ણ કાનજીભાઈ કેમ છો ? 

કાનજીભાઈ :- અમે બધા એકદમ મજામાં છીએ, તમારે ત્યાં બધાને કેમ છે.? 

કોકીલાબેન:- અહીય પણ બધા મજામાં છે. બીજી એક વાત એ પણ કહેવાની હતી કે કિર્તી અમારા લાલ્યાને ગમે છે જો કિર્તીને પણ કરણ ધ્યાનમાં આવ્યો હોય તો પછી તમે બધા આવો ઘરે ચા-નાસ્તો કરવા માટે.

કાનજીભાઈ :- એક મીનીટ ફોન ચાલુ રાખો હું હમણાં જ કિર્તી ને પૂછીને કહું તમને, (ફોન નીચે રાખીને) 

કિર્તી બેટા, તારો શું વિચાર છે કરણ તને ગમે છે.? 

કિર્તી :- પપ્પા તમને જેમ ઠીક લાગે એમ કરો.

કાનજીભાઈ :- અમે લોકો થોડા દિવસ પછી આવીશું તમારા ઘરે. તો ચાલો જય શ્રી કૃષ્ણ કહીને ફોન રાખી દીધો. 

કોકીલાબેન ભગવાન પાસે જઈને કહે, હે મારા ઠાકોર મારા લાલ્યાના લગ્ન આ કિર્તી સાથે થઈ જાય એટલે મારે તો ઘર બેઠા ગંગા છે. 

તો મિત્રો બંનેની પહેલી મુલાકાતમાં જ જો કરણની આંગળી દાઝી ગઈ છે તો વિચારો કે આંગળની મુલાકાતમાં શું શું થઈ શકે છે....? 


Rate this content
Log in

Similar gujarati story from Romance