STORYMIRROR

KEVAL PARMAR

Drama Romance Fantasy

3  

KEVAL PARMAR

Drama Romance Fantasy

તારી ઝલક, સૌથી અલગ - ૩

તારી ઝલક, સૌથી અલગ - ૩

3 mins
233

થોડા સમય પછી કરણનું સ્ટેશન આવ્યું એટલે એ બસમાંથી નીચે ઉતાર્યો અને જે એડ્રેસ ઉપર જવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયો. ઘરનો દરવાજો બંધ હતો એટલે કરણએ ઘંટડી વગાડી એટલે અંદરથી દરવાજો ખુલ્યો. કરણ અંદર ગયો એટલે સામેથી એક અવાજ આવ્યો, આવો કરણ બેટા આવો. મારુ નામ કાનજી ભાઈ છે અને તને ઘર ગોતવામાં કઈ તકલીફ તો નથી પડી ને. 

કરણ :- ના કઈ જ તકલીફ નથી પડી, પણ કાકા તમને મારુ નામ કઈ રીતે ખબર પડી. 

કાનજી કાકા : તારા મમ્મીનો ફોન આવ્યો હતો એણે જ મને કહ્યું હતું કે તું આવે છે અહીયા છોકરી જોવા માટે. 

પછી તો કાનજી કાકા તો કરણને એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યા અને કરણ પણ એક પછી એક જવાબ આપવા લાગ્યો. બંને જણા વાતોમાં મશગૂલ થઈ ગયા હતા ત્યાં અચાનક પાછી દરવાજાની ઘંટડી વાગી. 

કાનજી કાકા દરવાજો ખોલીને કહે આવી ગઈ બેટા તું ...! એટલું સાંભળતા કરણની નજર દરવાજા તરફ ગઈ અને જ્યાં દરવાજા તરફ જોયું તો કિર્તી હતી. 

કાનજી કાકા:- બેટા તું જલદીથી તૈયાર થઈ ને નીચે આવી જજે તને જોવા માટે છોકરો આવ્યો છે. એટલું કહીને કિર્તીના હાથમાં રહેલું બેગ પોતાના હાથમાં લઈને કાનજી કાકા બેગ રૂમમાં મુકવા માટે ગયા. પાછળ પાછળ કિર્તી પણ આવતી હતી અને કરણને જોતા કહે તમે અહીયા પણ આવી ગયા મારી ફરિયાદ કરવા માટે....? 

કરણ :- મને કોઈ એવો શોખ નથી કે હું તમારી ફરિયાદ કરવા માટે તમારી પાછળ પાછળ તમારા ઘર સુધી આવું, હું તો અહીયા કાનજી કાકાની છોકરી ટેણીને જોવા માટે આવ્યો છું અને એ પણ મમ્મીએ કહ્યું એટલે.

કિર્તી :- તમે અહીયા મને જોવા માટે આવ્યા છો.....! 

કરણ:- મતલબ તમે કાનજી કાકાની છોકરી ટેણી છો એમને...

કિર્તી :- ઓ હેલો, ટેણી નામથી ફક્ત મારા પપ્પા જ બોલાવે છે, બીજા બધા માટે મારુ નામ કિર્તી છે આ વાત ધ્યાન રાખજો. 

એટલું કહીને કિર્તી ત્યાંથી તૈયાર થવા માટે જતી રહી. 

એટલામાં કાનજી કાકા આવીને બેઠા અને બંને વાતો કરતા લાગ્યા.

થોડી વાર થઈ એટલે પાછળથી ઝાંઝરીનો અવાજ સંભળાયો. જ્યાંથી અવાજ આવતો હતો એ બાજુ કરણ જોયું તો પીળા કલરનો ડ્રેસ પહેર્યો અને ચ્હા ના કપ સાથે કિર્તી આવતી હતી. 

કરણ તો વિચારમાં પડી ગયો કે આ છે કોણ, મારી સાથે જે બસમાં હતા એ કોઈ અલગ દેખાતા હતા અને અત્યારે હું જેને જોઈ રહ્યો છું એ કંઈક અલગ છે. જેમ જેમ કિર્તી પાસે આવતી જાય છે તેમ તેમ કરણને પરસેવો થવા લાગ્યો. કિર્તી નજીક આવીને ચ્હા આપી, કરણ ચ્હા લેવા માટે હાથ આગળ કર્યો પણ ધ્યાન તો હજી કિર્તી સામે જ છે એટલે ભૂલથી એક આંગળી ચ્હા ની અંદર નંખાઈ ગઈ. ચ્હા ગરમ હોવાના લિધે કરણને થોડી જોરથી ચીસ પડી ગઈ. 

અવાજ સાંભળતા જ કાનજી કાકા કહે, શું થયું બેટા.....?

કરણ:- કંઈ નહી થયું કાકા એ તો બસ ચ્હા થોડી ગરમ લાગી.

એટલી વારમાં કિર્તીનુ ધ્યાન આંગળીમાં પડેલા ફરફોલા ઉપર ગયું, ત્યારે તરત જ કિર્તી કરણનો હાથ પકડીને રસોડામાં લઈ ગઈ અને આંગળી ઉપર પાણી નાંખી ને દવા લગાડી દીધી. 

દવા લગાડી આપી ત્યાં સુધી તો બરોબર હતું પણ સાથે સાથે ઘણું સંભળાવ્યું કે ચ્હા કેટલી ગરમ હોય એટલી તો ખબર પડે ને તમને અને તમારું ધ્યાન ક્યાં હતું. બસમા તો હું તમારી પાસે 5 કલાક સુધી બેઠી હતી ત્યારે તો તમે એકપણ વાર મારી સામે જોયું નહી અને બધો સમય બસ સૂવામાં જ કાઢ્યો હતો. અત્યારે તો એક મિનિટ પણ મારી સામેથી નજર જતી જ નથી અને હજી પણ મને જ જોવો છે પણ કઈ બોલશે નહી. હવે તમે નાના નથી રહ્યા, મોટા થઈ ગયા છો થોડું ધ્યાન રાખો. આ બધી વાતો તો કરણ ચૂપચાપ સાંભળીને કઈ પણ બોલ્યા વગર રસોડાની બહાર જતો રહ્યો. 

થોડી વાર સુધી કાનજી કાકા પાસે બેઠો અને પછી કરણ, કાકા પાસેથી રજા લઈને ઘરે જવા માટે નીકળ્યો. 

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama