KEVAL PARMAR

Romance

4.0  

KEVAL PARMAR

Romance

તારી ઝલક સૌથી અલગ - ૨

તારી ઝલક સૌથી અલગ - ૨

4 mins
171


થોડા દિવસ પછી કરણ છોકરી જોવા માટે ઘરેથી નીકળ્યો. ગામનું નામ થોડું અજાણ્યું હતું અને ત્યાં ટ્રેન પણ જતી નહોતી એટલે બસમાં જવાનું નક્કી કર્યું.

પછી કરણ બસ સ્ટેશન એ આવ્યો અને બસમાં ચડીને જ્યાં પોતાની સીટ હતી ત્યાં ગયો તો જોયુ કે કોઈ છોકરી સીટ પાસે ઊભી હતી અને સીટ નંબરવાળા કવર બદલતી હતી. મતલબ છોકરીની સીટનો નંબર 9 હતો અને એ કવર છોકરી બારીવાળી સીટમાં લગાડતી હતી.

કરણ આ બધુ જોઈ રહ્યો હતો અને મનમાં હસીને કહે ચાલો કંઈક તો મજા લઈએ એમ વિચારી ને કરણ સીટ પાસે ગયો, ત્યાં તરત જ પેલી છોકરી બારીવાળી સીટમાં બેસી ગઈ. 

કરણ:- હેલો, આ બારીવાળી સીટ મારી છે અને ભૂલથી તમે આ સીટમાં બેસી ગયા છો. 

છોકરી:- આ સીટ મારી છે, મારી ટિકિટમાં પણ આજ નંબર લખ્યો છે અને સીટના કવરમાં પણ આજ નંબર છે. 

કરણ:- પણ મે જ્યારે ટિકિટ બુક કરાવી ત્યારે મારો નંબર બારી પાસે જ હતો. 

છોકરી :- મારી ટિકિટમાં પણ આજ નંબર લખ્યો છે જેમાં હું બેઠી છું. 

કરણ :- તમે ફરી એક વાર સરખું જોવો સીટના હેંડલમા પણ મારો નંબર જ છે.

છોકરી (થોડું જોરથી બોલી):- તમને એક વાર કીધું તો ખરા કે સીટના કવર ઉપર મારો નંબર લખ્યો છે તો તમે કેમ નથી સમજતા. 

કરણ :- મેડમ હુ એજ કહુ છું કે સીટની ઉપર અને સાઈડમાં પણ મારો જ નંબર છે. 

છોકરી:- એ ભલે જે લખ્યું હોય એ પણ સીટના કવર ઉપર મારો નંબર લખ્યો છે એટલે આ સીટ મારી છે. 

એટલી વારમાં કંડક્ટર આવ્યો....

કંડક્ટર :- શુ થયું કિર્તી બેન...? 

(ઓ...ઓ આ હુશયારીનું નામ કિર્તી છે.) 

કિર્તી :- અરે જોવોને એમને મે કીધું કે આ સીટ મારી છે તો પણ એ સમજતા નથી અને કેટલું બોલ બોલ કરે છે સમજાવો તમે એમને કઈક. 

કંડક્ટર :- મોટા ભાઈ તમે એક મિનિટ અહીયા આવો એમ કહીને કરણને એક બાજુ લઈને કહે, મને ખબર છે કે બારી વાળી સીટ તમારી છે. પણ તમને ખબર ન હોય તો કહું કે છોકરી સામે જીતવું મુશ્કેલ નહીં પણ અશક્ય છે. 

એકવાર બન્યું એવું કે મારી નોકરીનો પહેલો દિવસ આ બસમાં હતો અને ત્યારે પણ આવી જ રીતે સીટ નંબરને લઈને મુશ્કેલી આવી હતી. અત્યારે તો સારું છે કે તમારી સીટનો નંબર નજીક છે તે સમય એ બેન નો નંબર હતો 48 અને એ 4 નંબરની સીટમાં બેઠા હતા. ત્યારે મે સમજાવ્યું કે કિર્તી બેન આ રીતે ભેગું ના થઈ શકે. કોઈ ભૂલથી આ સીટ કવર અહીયા રાખી ગયું હશે એટલે આવું થયું છે. 

તમે જ્યાં બેઠા છો એ 4 નંબરની સીટ છે અને તમારો સીટ નંબર 48 છે જે પાછળ છે. મે જ્યાં એટલું કહ્યું એમા તો એમને આખી બસ માથે લઈ લીધી અને કહેવા લાગ્યા કે તમને શું ખબર પડે આ સીટ મારી છે એટલે હું અહીયા જ બેસવાની છું. બસને ઉપાડવામાં મોડું પણ કર્યું એ વાત અલગથી થઈ. ત્યાર પછી મે નક્કી કરી લીધું કે કિર્તી બેન જ્યારે પણ આ બસમાં આવે એટલે એ પોતાના નંબરવાળુ સીટ કવર લઈને મનપસંદ જગ્યાએ બેસી જાય પણ હું કઈ બોલું નહી. 

મોટાભાઈ જો તમને કઈ વાંધો ના હોય તો તમે બાજુ વાળી સીટમાં બેસી જાઓ ને પ્લીઝ.

કરણ:- અરે એમા એવું કઈ કહેવાની જરૂર નથી હુ બાજુવાળી સીટમાં બેસી જઈશ. એટલું કહીને કરણ સીટમાં બેસી ગયો અને પછી બસ ત્યાંથી નીકળી. 

હજી બસ ચાલી એને થોડો જ સમય થયો એટલે કિર્તી એ બારી બંધ કરી દીધી. 2 મિનિટ થઈ એટલે કરણએ ધીરેથી બારી ખોલી. 

પાછો થોડા સમય થયો એટલે ફરીથી કિર્તીએ બંધ કરી નાંખી. ફરીથી કરણ જ્યા બારી ખોલીને આંખ બંધ કરી એટલે તરત જ કિર્તીએ જોરથી બારી બંધ કરી. કરણ આંખ ખોલીને કહે અરે તમે તો હવે હદ કરી છે, એક તો મારી બારીવાળી સીટ લઈ ગયા અને હવે બારી પાસે બેસવું છે પણ બારી ખોલતા નથી. તમને વાંધો શું છે મારાથી....!

કિર્તી :- પહેલી વાત તો એક આ સીટ મારી છે તમે દર વખતે એમ કહો છો કે આ સીટ તમારી છે તો એ વાત ખોટી છે. બીજી વાત એ કે પવનના લીધે મારા વાળ ખરાબ થઈ જાય છે એટલે હું બારી નહી ખોલું. 

કરણ :- (થોડા મોટા અવાજથી) તમારો ત્રાસ છે હવે.... શું કામ હેરાન કરો છો. 

આ વાત સાંભળીને કંડક્ટર આવ્યો અને કહે પાછું શું થયું હવે બંને ને....? 

કરણ :- અરે મારા ભાઈ આ તમારી બેનને સમજાવો કે બારી થોડી ખુલી રાખે. મને ગરમી થાય છે ઊંઘ નથી આવતી. 

કિર્તી કરણ સામે જોઈને :- એની સામે જોઈને શું કામ વાત કરો છો મારી સામે જોઈને કહો તમારે જે કહેવું હોય.

કરણ આગળ બોલવા જાય એ પહેલા કંડક્ટર કહે :- અરે સાહેબ તમે એક કામ કરો તમારે જો સૂવું જ હોય તો તમે મારી સીટ ઉપર જઈને સૂઈ જાવ હું અહીયા બેસી જઈશ પણ મહેરબાની કરીને તમે લોકો ઝગડો ના કરતા. ત્યાર પછી કરણ આગળ જઈને સૂઈ ગયો અને બસ ફરીથી આગળ ચાલી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance