STORYMIRROR

KEVAL PARMAR

Romance Inspirational

4  

KEVAL PARMAR

Romance Inspirational

તારી ઝલક, સૌથી અલગ - ૧૧

તારી ઝલક, સૌથી અલગ - ૧૧

3 mins
184

બીજી વાતએ કે તું નીચે જમવા બેઠી ત્યારે કેમ હુશયારી મારતી હતી. શાકમાં મીઠું વધી ગયું હતું તો જમવાની શુ જરૂર હતી. પણ મેડમ એ તો કઇ કહ્યું પણ નહી અને બોલ્યા વગર ચુપચાપ મીઠાવાળુ શાક જમી લીધું. 

ત્યારે કિર્તી કરણના ખભા ઉપર માથું રાખીને હાથ પકડતા કહે:- 'હા મને ખબર હતી કે શાકમાં થોડું મીઠું વધી ગયું હતું પણ મને યાદ છે કે લગ્ન થયા પછી તમે એકપણ વાર રસોડામાં પાણીનો ગ્લાસ લેવા માટે આવ્યા નથી અને આજે એ જ વ્યક્તિ મારા માટે પોતાના હાથે જમવાનું બનાવે છે. તમે જ્યારે જમવાનું બનાવતા હતા ત્યારે તમને ગરમ લાગ્યું, આંખમાંથી આંસુ આવતા હતા છતા પણ તમે મારા માટે એટલુ પ્રેમથી જમવાનું બનાવ્યું અને હુ કઇ એટલી પાગલ નથી કે એમ કહુ કે શાકમાં મીઠું ઓછું છે. જમવામાં તમારા પ્રેમની મીઠાશ જ એટલી હતી કે મને શાકમાં મીઠું વધારે લાગ્યું જ નહી.' 

કરણ વહાલથી માથામાં મારીને કહે :- 'જો તું મને આમ જ પ્રેમ કરતી રહીશ તો હુ એક દિવસ ફુલાઈને ફાફડા જેવો થઇ જઇશ.'

કિર્તી :- 'મોઢું ફુલાવતા કહે આજે તો હુ તમારાથી સાચું જ નારાજ થઈ જઇશ જો તમને ખબર નહી હોય કે આજનો દિવસ આપણા માટે કેટલો મહત્વનો છે. એમ કહીને કિર્તી તો પાછળ ફરી ગઇ.' 

કરણ :- 'મારાથી એક વાર ભુલ થાઇ મહારાણી બીજી વાર ભુલ ના થાય એમ કહેતા કરણ એ પોતાના ખિસ્સામાંથી એક બોક્સ કાઢ્યું અને કહે જરા પાછળ ફરીને જો તો ખરા હુ તારા માટે શુ લાવ્યો છું ?' 

કિર્તી એ જ્યા પાછળ ફરીને જોયુ તો કરણ ઘૂંટણ ઉપર બેઠો હતો.

કરણ :- 'તારા માટે ઝાંઝરી લાવ્યો છો કારણ કે મને ખબર છે આજથી એક વર્ષ પહેલા તું મારા જીવનમાં આવી હતી. આપણે બંને પહેલી વાર બસમા મળ્યા હતા. ત્યારથી લઇને અત્યાર સુધી ઘણું બધુ બદલાઇ ગયું છે બસ ખાલી તારો આ નાના બાળક જેવો સ્વભાવ નથી બદલાયો.'

કિર્તી : - 'શુ બોલ્યા તમે...? જરા ફરીથી કહો તો...' એમ કહીને બંને અગાશી ઉપર બેઠા બેઠા પ્રેમથી એકબીજા સાથે સમય વિતાવ્યો. 

આ હતી એક એવી સ્ટોરી જેમાં એકબીજાને કહેવા કરતા એને થોડા સાંભળતા શીખો. જો તમે એને સાંભળશો તો જીવનમાં ઘણી બધી વસ્તુનો રસ્તો નિકળશે. એમ પણ આપણા ગુજરાતીમાં પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે ક્યારેય બે વ્યક્તિ એકબીજાનો જમણો હાથ પકડીને ચાલી શકતા નથી. 

જીવનમાં એકબીજાની સાથે ઉદાસ થવાના કારણો ઘણા છે પણ એકબીજા સાથે ખુશીથી રહેવાના કારણો બહુ ઓછા હોય છે તો બસ આજથી બહુ ઓછા કારણોની સાથે જ જીવન જીવવાની શરૂઆત કરીએ. એના માટે પ્રેમ એક જ એવું નામ છે જેનાથી તમે કઇ પણ નિર્માણ કરી શકો છો અને પ્રેમ તો એક વિશાળ દરિયો છે અને આ સ્ટોરી માત્ર એક ગ્લાસમાં સમાય એટલુ પાણી સમાન છે.  

હુ છું કેવલ પરમાર, આ સ્ટોરી વાંચવા બદલ તમારા સૌનો ખુબ ખુબ આભાર માનું છું અને આશા રાખું છું કે સ્ટોરી વાંચીને તમને ખુબ આનંદ થયો હશે. આ સ્ટોરી લખવાનો હેતુ એટલો જ છે કે આપણા જીવનમાં ચાલી રહેલા આવા અણબનાવો અને થોડી ઘણી રહેલી ગેરસમજમાંથી બહાર આવીએ અને જીવનને આનંદ સાથે જીવીએ. 


Rate this content
Log in

Similar gujarati story from Romance