KEVAL PARMAR

Romance Inspirational

4.0  

KEVAL PARMAR

Romance Inspirational

તારી ઝલક, સૌથી અલગ - ૧૦

તારી ઝલક, સૌથી અલગ - ૧૦

3 mins
208


કિર્તી :- જોઉં તો ખરા આજે પહેલી વાર મારા પતિદેવ એ મારા માટે જમવાનું શુ શુ બનાવ્યું. 

અરે વાહ કોબી-વટાણાનું શાક, રોટલી પણ બનાવી છે સાથે સાથે જીરા રાઈસ અને દાળ ફ્રાય બનાવી છે. આ બધુ જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. 

કરણ :- અરે મેડમ ખાલી પાણીથી પેટ નથી ભરવાનું, જમવાનું પણ છે એમ કહેતા રોટલીનું એક બટકું લઈને શાક સાથે પોતાના હાથે કિર્તીને ખવડાવ્યું અને પૂછ્યું કેવું લાગ્યું. 

કિર્તી :- બહું મસ્ત બન્યું છે જમવાનું, હવે ઘરે પણ તમે જ બનાવજો જમવાનું. 

કરણ :- લાવ તો જરા હું પણ ટેસ્ટ કરુ એટલુ બધુ સરસ જમવાનું બનાવતા આવડે છે. એમ કરીને કરણ એ રોટલી સાથે શાકનું એક બટકું જમ્યો અને કહે કિર્તી તું એટલુ બધુ ખારું શાક કઈ રીતે જમી શકે, શાકમાં મીઠું વધી ગયું છે. 

કિર્તી :- તમને કોણે કીધું કે શાકમાં મીઠું વધારે છે. મીઠું એકદમ બરાબર છે અને આ શાક મારા માટે છે એટલે આ શાક હું જ જમીશ એમ કહીને કિર્તી એ એમ મીઠાવાળુ શાક જમી અને આ બાજુ કરણ ના પાડતો રહ્યો પણ ત્યાં સુધીમાં કિર્તી એ જમી લીધું.

ત્યાર પછી બધા લોકોએ જમી લીધું અને કરણ અગાશી ઉપર બેસવા માટે ગયો. કિર્તી સમજી ગઈ કરણના ચહેરા પરની નારાજગી એટલે એ પણ થોડીવાર રહીને અગાશી ઉપર આવી અને સાથે સાથે ચાના બે કપ લેતી આવી. 

કરણને ચાનો કપ આપતા કહ્યું સાહેબ આજે કેમ તમારા ચહેરા ઉપર પ્રેમ અને નારાજગી બંને એક સાથે દેખાય છે. 

કરણ :- મને માફ કરી દેજે કિર્તી કેમ કે છેલ્લા કેટલાક દિવસોમાં હું તારી ઉપર કારણ વગર નાની નાની વાતોમાં ગુસ્સો થતો હતો અને ગઈ કાલે તો થોડું વધારે બોલાઈ ગયું અને જેના લીધે તું અહીં આવતી રહી. 

કિર્તી :- એક મીનીટ એક મીનીટ તમને એવું કોને કીધું કે તમે મારા ઉપર ગુસ્સે થયા એટલે હું અહીં આવતી રહી. 

કરણ :- તું કહ્યા વગર અહીં આવતી રહી અને મે જ્યારે ફોન કર્યો તો ફોન પણ ના ઉપાડ્યો પછી મે મમ્મીને પૂછ્યું તો મમ્મીએ કીધું કે તારો ભાઈ આવ્યો હતો લેવા માટે એટલે એ જતી રહી. તો મને લાગ્યું કે મારા ગુસ્સા કરવાના લીધે તું અહીં આવતી રહી. 

કિર્તી :- હે ભગવાન, મમ્મીજી સાચું જ કહેતા હતા કે તમે તો ખાલી એમજ મોટા થઈ ગયા. તમે એવું વિચાર્યું જ શુ કામ કે હું તમારા ગુસ્સાને લીધે અહીં આવી ગઈ. અહીં હું એટલા માટે આવી કેમકે આજે મારા પપ્પાનો જન્મદિવસ છે એમને મારે સરપ્રાઈઝ આપવાની હતી એટલે અને જ્યારે તમારો ફોન આવ્યો હતો ત્યારે મારો ફોન ઘરે હતો અને હું કેક લેવા માટે ગઈ હતી. તમને પણ ખબર છે કે અત્યારે છોકરો-છોકરી પહેલા એકબીજાને મળે, વાતો થાય પછી પ્રેમ અને આગળ લગ્ન થાય. પણ આપણા કિસ્સામાં આ વાત સૌથી અલગ છે પહેલા આપણા લગ્ન થયા અને પછી પ્રેમ થયો. તો પછી તમે આ વાતને કેમ ભૂલી ગયા. આપણા સંબંધની શરૂઆત જ પાયાથી છે તો પછી તમને છોડીને જવાની વાત જ ક્યાં આવી. 

કરણ :- અચ્છા એવું હતું એમને હું તો ગભરાઈ જ ગયો હતો કે તું મને છોડીને રહીશ તો મારુ શું થશે. 

કિર્તી :- તમે એકદમ ચિંતા મુક્ત થઈ જાવ કેમકે હું તમને છોડીને ક્યારેય નથી જવાની. આ પ્રેમની વાત તો હું સમજી ગઈ હું પણ નારાજ થવાનું કારણ શું .? એતો કહો મને........!


Rate this content
Log in

Similar gujarati story from Romance