KEVAL PARMAR

Romance Inspirational

4.0  

KEVAL PARMAR

Romance Inspirational

તારી ઝલક, સૌથી અલગ 1

તારી ઝલક, સૌથી અલગ 1

3 mins
210


જીવનમાં ઘણુ જોયું છે અને ઘણુ જોવનું બાકી છે, ઘણુ અનુભવ્યું છે અને ઘણુ અનુભવવાનું બાકી છે. આ બધાની વચ્ચે રહીને મે જે અનુભવ્યું છે એ હું આજે અહીયા લખી રહ્યો છું. આપણે કોઈ એવા વ્યકિતને પસંદ કરવો જોઈએ જે તમારી સિવાય બીજા કોઈને પસંદ ના કરે. વાત જો પસંદની જ હોય તો તમે જ્યારે કપડાં લેવા જાવ ત્યારે તમને જે પસંદ હોય એજ કપડાંની ખરીદી કરીએ છીએ. થોડા મહિના થાય એટલે આપને ફરીથી એજ દુકાને જઈને ત્યાંથી બીજા કપડાંની ખરીદી કરીએ. મારો કહેવાનો મતલબએ છે કે તમે જ્યારે પહેલા ગયા હતા ત્યારે તમને જે કપડાં નથી ગમ્યા, આજે એજ કપડાં તમને ફરીથી પસંદ આવ્યા છે. તમારી પસંદ એવી હોવી જોઈએ કે તમારી પસંદની પસંદને પણ તમારી પસંદ સિવાય બીજા કોઈની પસંદ નાપસંદ આવવી જોઈએ.

એક દિવસ સવારમાં કોકિલા બેનના ફોનમાં રિંગ વાગી, 

કોકિલા બેન :- જય શ્રી કૃષ્ણ વેવાણ. 

વેવાણ :- એ જય શ્રી કૃષ્ણ કોકિલા બેન. કેમ છે તમને હવે. સાંભળ્યું છે કે તમારી તબીયત થોડી સારી નથી. 

કોકિલાબેન :- હવે તો એકદમ સારું છે.તમે જણાવો તમને કેમ છે હવે, તમને પણ પગનો દુખાવો રહે છે....?

વેવાણ :- એતો રહેવાનુંં હવે ઉંમર જો થઈ ગઈ છે એટલે અને શુ કરે છે અમારા જમાઈ રાજા. 

કોકિલા બેન :- એ સૂતો છે તમારો જમાઈ, કુંભકર્ણની જેમ એક પૈસાની અક્કલ નથી. 

વેવાણ:- અમારા જમાઈ કંઈ એવા નથી, એમને સારા વાનાની સમજણ છે. 

કોકિલા બેન :- પોતાની પત્ની સાથે કઈ રીતે વાત કરવી એ પણ નથી ખબર પડતી, આમાં સમજણ તો દૂરની વાત અને ઓફિસનો બધો ગુસ્સો ઘરે આવીને કોઈના ઉપર ઉતારવાની જ ખબર પડે. સારું થયું કિર્તી ત્યાં આવતી રહી એકલો રહેશે તો ખબર પડશે. 

વેવાણ :- પણ આ રીતે કઈ થોડું આવતું રહેવાય ઘરે. મને તો વાંક મારી દીકરીનો જ લાગે છે અમારા જમાઈ તો ડાહ્યા છે. 

કોકિલા બેન :- હશે તમારા જમાઈ ડાહ્યા પણ મારા છોકરાને તો એક પૈસાની પણ ખબર નથી પડતી. 

એક મિનિટ એક મિનિટ હું તમને આ વાત અત્યારે કેમ કહું છુંં. આ વાતની શરુઆત ક્યાંથી થઈ એતો તમને ખબર જ નથી. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ એ વાત જેમાં આ બંને વેવાણ કેમ આવી વાતો કરે છે. 

આ વાત છે એક વર્ષ પહેલાની કોકિલાબેન અને રમણભાઈ ને બે દિકરા હતા, મોટો કરણ અને નાનાનુંં ધવલ હતું. નાનો પરીવાર એટલે સુખી પરીવાર. 

કરણ નોકરી કરતો હતો અને ધવલ હજી કોલેજ કરતો હતો. કરણ હવે ઉંમર લાયક થયો એટલે કોકિલાબેન એના માટે છોકરીઓ જોવાનુંં ચાલુ કર્યું. કોઈ એમ કહે કે આ ભાઈની છોકરી કરણ માટે સારી છે અને બંનેની જોડી પણ સરસ લાગશે એટલે તરત જ કોકિલાબેન લગ્નની તૈયારી કરવા લાગી જાય. હજી છોકરીને જોઈ પણ ના હોય તો પણ કહે મારી વહું માટે આ સાડી લઈશ, આ ડ્રેસ બનાવીશ, પેલું આપીશ વગેરે વગેરે બોલવા લાગે. 

કોકિલાબેન ઘણીવાર કરણ ને છોકરી જોવા જવાનુંં કહે કરણ બહું ધ્યાનનો આપતો, કરણને તો બસ પોતાના સપનાઓ પુરા કરવા હતા અને ફરવા જવાનુંં બહું પસંદ કરતો, નવી નવી જગ્યાએ જવું એને ગમતું હતું.

એક દિવસ રવીવારે સવાર સવારમાં કોકિલાબેન ફોન ઉપર કોઈ સાથે વાત કરતા કરતા કહેતા હતા કે પેલા કાનજીભાઈની છોકરી મારા લાલા માટે સારી છે અને બંનેની જોડી રામ-સીતા જેવી લાગશે. પણ આ લાલિયો છે કોઈ જગ્યાએ છોકરી જોવા માટે જતો જ નથી. 

આ બધી વાતો કરણ રૂમમાં બેઠા બેઠા સાંભળતો હતો, કરણને મનમાં થયું કે કેટલા સમયથી હું બહાર ગયો જ નથી ફરવા માટે તો થોડું ફરાઈ પણ જશે અને જગ્યા પણ નવી છે તો નવો અનુભવ પણ મળશે એમ મનમાં વિચારીને થોડું હસ્યો. પછી રૂમની બહાર આવ્યો અને જમવાના ટેબલ ઉપર બેઠો. પછી મમ્મી ની સામે જોઈને હસીને કહે :-

મમ્મી તમે કોઈને ફોનમાં કહેતા હતા કે મારે છોકરી જોવા માટે બહાર જવાનુંં છે. 

કોકિલાબેન:- હા બેટા જવાનુંં તો હતું પણ મે ના પાડી દીધી, કેમ કે તું કયા કોઈ દિવસ છોકરી જોવા માટે હા પાડે છે. તારા જીવનમાં તું અને તારી ઓફિસ જ છે અમે તો બધા સાઈડમાં રહી ગયા. 

કરણ :- અરે મમ્મી હું ક્યા ના પાડુ છુંં છોકરી જોવાની. 

કોકિલાબેન :- એમ તો તું જઈશ છોકરી જોવા માટે.....!

કરણ :- હા હા માતોશ્રી તમે જ્યાં પણ કહેશો ત્યાં હું જોવા માટે જઈશ પણ એ પહેલા મને નાસ્તો આપો બહું ભૂખ લાગી છે. 

કરણ ને એક બહાનુંં મળી ગયું હતું ઓફિસમાંથી રજા લેવાનુંં અને બહાર ફરવાનુંં.


Rate this content
Log in

Similar gujarati story from Romance