તારા આપેલા સિક્કાનું ઋણ
તારા આપેલા સિક્કાનું ઋણ
રાત્રે ૧ વાગ્યા હતો. રવિ દિલ્લીની સિટી હોસ્પિટલની લોબીમાં બેઠો હતો. આંખોમાં જુનુન હતું, પણ સાથે સાથે આંસુ પણ નીકળતા હતાં. માથા પરની કરચલીઓ ભેગી હતી. તે સતત કંઈક વિચારમાં હતો. એટલામાં ત્યાં સિસ્ટરે આવીને કહ્યું કે, "સર, તમારી બહેનનું ઑપરેશન થઈ ગયુ છે, હવે એના પર કોઈ સંકટ નથી. બ્લડ ખુબજ ઓછું થઈ ગયું હતું અને અમારી બ્લડ બેંકમાં o બ્લડ પણ નહોતું. આ તો સિનિયર ડૉક્ટર, ડૉ. પૂજાએ પોતાનું બ્લડ આપ્યું અને પછી ઓપરેશન થયું."
રવિ:" તમારો ખૂબખૂબ આભાર, શું હું એ ડૉક્ટરને મળી શકું છું ? "
સિસ્ટર: " હા, પણ મેડમે આ ૧ રૂપિયાનો સિક્કો તમને આપવા કહ્યું છે, અને એમ પણ કીધું છે કે આ તમે જ એમને આપેલો છે."
રવિ: " મેં આપ્યો છે ? ક્યારે ? અને પણ કેમ ?"
સિસ્ટર: " એ તો મેડમ જ જાણે; ત્યાં સામેની કેબિનમાં બેસો, મેડમ હમણાં ત્યાં આવશે. મેડમ એ કહ્યું છે કે ઉનાળો છે અને ગરમી બહુ છે માટે તમે અંદર કેબિનમાં એ.સી. ચાલુ કરી ને બેસો. અને સવાર સુધીમાં તમારી બહેન પણ ભાનમાં આવી જશે. "
"રવિ તે કેબિનમાં જઈને બેસે છે, તેના મનમાં ઘણા પ્રશ્નો ફરતા હોય છે, તેને આંખ બંધ કરી પોતાના ભૂતકાળને ઢંઢોળ્યો, પણ કંઈ ખાસ યાદના આવ્યું. એટલામાં પાછળથી અવાજ આવ્યો, "બસ ભૂલી ગયોને ?" રવિ તરત આંખ ખોલીને પાછળ જુએ છે તો, એક ખુબજ સુંદર છોકરી હોય છે. તેને જોઈને તરત રવિ બોલે છે, "પૂજા તું ?"
પૂજા: " હા, હું; કેમ ?"
રવિ: " અરે ના દોસ્ત, આ તો તને ૧૫ વર્ષ, ૩ મહિના, ૧૦ દિવસ અને ૬ કલાક પછી જોય ને તો, પૂછાઈ ગયું."
પૂજા:" ૬ નઈ ૪ કલાક."
રવિ: " તું પણ મારી જેમ કલાકો પણ ગણતી હતી ?"
( આટલી વાત કરીને બંને શાંત થઈ ગયા.)
પૂજા: " આભાર તારો, તે મને તે રાતે બચાવી."
રવિ:"આપણી વચ્ચે, આ આભાર જેવા શબ્દો ક્યારે આવ્યો ?
પૂજા: " અરે ના, એ રાત્રે, આપણે ટ્યુશનમાં મોડું થઈ ગયું હતું, અને મારી પાછળ બે દારૂ પીધેલા છોકરાઓ પડ્યા હતાં. તે ત્યારે એ લોકોનું ધ્યાન મારા પરથી હટાવીને બીજી તરફ કર્યું અને મને ૧ રૂપિયાનો સિક્કો આપ્યો, જેથી ત્યાંના નજીકના એસ.ટી. ડી. માંથી મે મારા પપ્પાને ફૉન કરીને બોલાવ્યા; અને તે મારી ઈજ્જત બચાવી લીધી."
રવિ: " પણ, તું ડૉક્ટર બની ગઈ ?"
પૂજા:" હા, તે રાત્રે ઘરે પહોંચ્યા પછી, મને ડરેલી જોઈને મમ્મી-પપ્પા બંનેએ ગામ છોડીને જવાની તૈયારી કરી દીધી. અને સવાર થતાં જ અમે અહીં દિલ્લી આવી ગયા. તને આભાર કહેવાનો સમય પણ ન મળ્યો, હું ક્યાં જાઉં છું, એ કહેવાનો મોકો પણનાં મળ્યો. પણ તને આજે અહીં જોઈને હું ખુશ થઈ ગઈ, આટલા વર્ષો પછી મને મારી વાત કહેવાનો મોકો મળ્યો. મારા પર તારું ઋણ હતું તે ચૂકવવાનો મોકો મળ્યો." પણ તું અહીં ?
રવિ: " હા, ત્યારે એ લોકો પછી મારી પાછળ પાછળ, મારા ઘર સુધી આવ્યા, મને મારવા લાગ્યા, મારા મમ્મી, મારા પપ્પા બધા ડરી ગયા હતાં, પણ મારી બહેને પોલીસને ફૉન કરીને બોલાવ્યા, પોલીસ આવી ત્યાં સુધીમાં એ લોકોએ મારા મમ્મી, પપ્પાને મારી નાખ્યાં, પછી પોલીસ એ બંનેને તો લઈ ગઈ પણ સાથે, મને અને મારી બહેનને પણ લઈ ગયા. એ.સી.પી.ને કોઈ બાળક નહોતું માટે તે અમને, એમની સાથે લઈ ગયા."
પૂજા:" અત્યારે તું શું કરે છે ?"
રવિ:" હવે હું, એ.સી.પી. છું. અને આજે એક ક્રિમીનલને મે પકડ્યો, તો તેના સાથી લોકોએ મારા ઘર પર ફાયરિંગ કર્યું, જેમાં મારી બહેન ક્રિનાને લાગી ગયું."
પૂજા: " ચિંતા ના કર, એને સવાર સુધીમાં ભાન આવી જાશે."
રવિ:" તારો ખૂબખૂબ આભાર, તે મારી બહેનને બ્લડ પણ આપ્યું અને જીવ પણ બચાવ્યો."
પૂજા:" લે વાળી, હમણાં તે જ તો કીધું કે, આપણા બંને વચ્ચે આ આભાર કહેવાનું ક્યાંથી આવ્યું ? અને હવે તું જ કહે છે."
( બંને હસવા લાગ્યા. અચાનક રવિ ચૂપ થય ગયો અને એક મોટો નિ:સાસો નાખતા પૂછ્યું,)
રવિ: " પૂજા તારા લગ્ન થઈ ગયા ?"
(એટલામાં ત્યાં લાઈટ જતી રહે છે, ઉનાળો હોય છે, પરંતુ રૂમમાં એ.સી. ચાલુ હતું એ કારણે થોડી ઠંડક રહી ગઈ હતી. છતાં પણ પૂજાએ કંઈ જવાબ ના આપ્યો જેથી રવિને થોડો પરસેવો પણ વળવા લાગ્યો હતો. રવિના ધબકારા એટલા જોરજોરથી ચાવલા લાગ્યા હતાં, પૂજાએ પોતાના ફોનમાં લાઈટ ચાલુ કરી અને રવિની નજીક જઈને પોતાના રૂમાલથી રવિનો પરસેવો લૂછવા લાગી. )
પૂજા: ઉનાળાની ગરમી રોજ જેટલી જલ્દી વધે છે તેના કરતા પણ વધારે જલદી તારા ધબકારાની સ્પીડ વધે છે.
પૂજા થોડું હસી અને રવિની થોડી નજીક જઈને તેની આંખમાં આંખ નાંખીને બોલી, " તારા જેવો મિત્ર નથી મળ્યો જે મારું ધ્યાન રાખે." આટલું કહીને તે થોડું શરમાણી અને પોતે પણ રવિને પૂછ્યું, કે તારા લગ્ન થઈ ગયા ?
રવિ:( રવિ, પૂજાનો હાથ પકડીને કહે છે કે)" મને પણ તારા જેવી દોસ્ત જીવનસાથી બનાવવા માટે નહોતી મળી, માટે નથી થયા."
" બંને એકબીજાનો હાથ પકડીને પ્રેમભરી નજરે એકબીજાને જોયેજ રાખતા હોય ત્યારેજ, સીસ્ટર આવે છે."
સિસ્ટર: સર, તમારી બહેન ભાનમાં આવી ગઈ છે.
(બંને તરત જાય છે, ક્રિના ને મળે છે અને થોડા સમય પછી પૂજા અને રવિ બને લગ્ન પણ કરે છે અને એકબીજાની સાથે નવા જીવનની શરૂઆત પણ કરે છે.)

