અજય પરમાર "જાની"

Abstract Children

4.1  

અજય પરમાર "જાની"

Abstract Children

તાજા જન્મેલા બાળકની વ્યથા

તાજા જન્મેલા બાળકની વ્યથા

1 min
209


હજુ તો માં નાં પેટમાંથી બહાર જ આવ્યું હતું અને ડોકટર બધાને ખુશ ખબરી આપે એ પેલા જ મારા ઉપર કઈક પ્રકાશ જેવું પડ્યું,

2-3 જોડે હતા એમની જોડે હાથમાં નાનકડું બોકસ જેવું કંઇક હતું, એમાંથી પ્રકાશ સીધો આવીને મારી આંખો ઉપર પડતો... મારી માં જેને મને જન્મ આપ્યો એને તો જોવાની રહી ગઈ અને હું બીજું કંઈ જ જોઈ રહ્યો હતો. 

મારા પપ્પા જે મને જોવા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ પાપા પેલા હું એ બોક્સ જોઈ રહ્યું હતું. 

મારી આંખો અંજાઈ ગઈ અને મેં આંખો મીચી લીધી અને આજુ બાજુ થી ભાત- ભાતના અવાજ સંભળાવા લાગ્યા. હવે જ્યારે સમજાણું થયું ત્યારે ખબર પડી અરે એ તો આ મોબાઈલ ફોન હતો, એમાં તો હવે મારાં મમ્મી અને પપ્પા પણ મારા નવા નવા ફોટો લીધા કરતા હતા અને હું લઉં છું તો કહે છે કે આને મોબાઈલની લત લાગી ગઈ છે...હવે કહો વાંક મારો છે ? કે મને જન્મતાંની સાથે જ મોબાઈલ બતાવનાર તમારે બધાનો ? મારા બાળપણનો મોટાભાગનો સમય આ મોબાઈલ ખાઈ ગયો. મારા મમ્મી- પપ્પા એ મને જે સમય આપવો જોઈએ એ આ મોબાઈલ ફોનનાં લીધે મને નાં મળ્યો. અને હવે મારા માટે પણ એક નવો ફોન આવી ગયો છે.. મારા મમ્મી - પપ્પા તો મને ઓછો સમય આપી શક્યા પણ આ મોબાઈલ નાં લીધે હું એમણે કેટલો સમય આપી શકીશ !


Rate this content
Log in

Similar gujarati story from Abstract