અજય પરમાર

Others

4.8  

અજય પરમાર

Others

સંબંધોમાં સાચું-જૂઠુ

સંબંધોમાં સાચું-જૂઠુ

1 min
339


ક્યારેક કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિ સાથે જૂઠુ બોલે તો કદાચ વાંક આપણો પણ હોય છે,

જ્યારે એ વ્યક્તિએ તમને સાચું કહ્યું હોય કે કહેવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે સામેવાળી  વ્યક્તિ પ્રત્યે આપણું રીએક્શન શું હોય એના પર સામેવાળી વ્યક્તિ તમને સાચું કે જૂઠુ કહે છે !

જો તમારું રીએક્શન સારું હશે તો એ ફરીથી કંઈક વાત હશે તો સાચું કહી શકશે,

ને નેગેટિવ હશે તો કદાચ જૂઠુ બોલવાની શરૂઆત થઈ શકે અને એ સીલસીલો આગળ પણ ચાલુ રહે છે.

પરંતુ નેગેટિવ રીએક્શન ક્યારે આવે,

વ્યક્તિ એ સાચું જાણવા પ્રયત્ન કર્યો હોય ને ત્યારે સામેવાળી વ્યક્તિ ત્યારે જૂઠુ બોલી હોય, નેગેટિવ રીએક્શનનું બીજું પણ એક કારણ હોય શકે કે વ્યક્તિ પ્રત્યે તમને અનહદ લાગણી હોય ને એ જ વ્યક્તિ તમારાંથી કઈ

છૂપાવતી હોય.. ત્યારે જો એક વ્યક્તિ એમ વિચારે કે પરિસ્થિતિ ગમે તે હોય હું સાચું જ કહીશ અને બીજું વ્યક્તિ એમ વિચારે કે હવે જે કહેશે એ સાચું કહેશે, પછી ભલે એ વ્યક્તિ સાચું ના કહે, જો એ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારવો જ હોય તો. કદાચ એક દિવસ એવો આવે કે એ સાચું કહે.


Rate this content
Log in