પુન:મિલન
પુન:મિલન
આંખ મિચતા જ અભિષેક ની આંખ લાગી ગઈ અને એ ઘસઘસાટ ઊંઘવા લાગ્યો, ઊંઘતા જ સ્વપ્ન સૃષ્ટિમાં ખોવાઈ ગયો,
એવી જગ્યા જ્યાં એ કોઈ દિવસ ગયો જ નહોતો, એવી જગ્યા કે જેને એના જીવનમાં ક્યારેય રૂબરૂ જોઈ નહોતી, અહી તો બધી સ્ટ્રીટ જ હતી. તો આ ગલીઓ જેવું આ પોળ જેવું આ બધું શું દેખાઈ રહ્યું હતું સપનામાં ! ક્યારેક ઝબકીને જાગી જતો અને એ સ્વપ્ન ત્યાં જ રોકાઈ જતું !
અભિષેકનો જન્મ અને ઉછેર પણ કેનેડામાં, બાળપણથી લઈને જવાની સુધી કેનેડામાં રહ્યો તેમ છતાંય એ જ્યાં ગયો જ નહોતો એવી જગ્યાના એને સપના આવા લાગ્યા ! કેનેડા એટલે આમ તો ત્યાં ગુજરાતી ઘણા, અને એમાંય અભિષેકના ઘણા મિત્રો ગુજરાતી હતા, તેથી તેને પણ ગુજરાતી બોલતા અને સમજતા આવડતું હતું. અચરજની વાત તો એ હતી કે તેને જે સ્વપ્નો આવતા હતા તે પણ ગુજરાતીમાં! !
આજે સ્વપ્ન કંઇક આગળ વધ્યું, કાળા ડીબાંગ વાદળો ચારેકોર છવાયેલા હતા, અને એ વાદળોમાંથી અચાનક મેઘધનુષ્ય ફૂટી નીકળે એમ" મૈથાલી" આંખોમાં કાજલ,લહેરાતા વાળ લઈને એની સામે પ્રગટ થઈ. અને એટલામાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો, અને ના ચાહવા છતાં પણ બંને પલળી ગયા. જાગીને જોયું તો ખરેખર બહાર વરસાદ પડતો હતો, અને ખુલ્લી બારીમાંથી વાછટ આવતી હતી, ઊઠીને એને બારી બંધ કરી.
ફરી ઊંઘવા પડ્યો પણ ઉંઘ ન આવી, અને ઉંઘ વગર સ્વપ્ન ક્યાંથી ? અભિષેક આમ તો સ્વપ્ન જોવા માટે જ રાતે ઊંઘતો હતો !
આજે એણે કંઇક સાફ સાફ દેખાતું હતું, મિત્રોના મોઢે વારંવાર અમદાવાદનું નામ સાંભળ્યું હતું, અને એ જ અમદાવાદની એને આ પોળ દેખાઈ. સામે દેખાતી નાની બારીની પેલી પાર મૈથાલી અને ખુલ્લા કાળા વાળને ઓળતી દેખાઈ. પહેલી નજરનો પ્રેમ ક્યાં ને કોને થઈ જ્યાં ક્યાં ખબર પડે છે ! હજુ તો એ સામે જોઈ જ રહ્યો હતો ત્યાં ફટ દઈને કઈક પછાડવાનો અવાજ આવ્યો, અને આજે પણ બાર ખુલ્લી જ હતી,ને બહાર પવન હતો. આજે ફરી એ સ્વપ્ન અધૂરી રહ્યું !
આજે સતત ત્રીજો દિવસ સ્વપ્નનો અને આજે તો સાક્ષાત મૈથાલી જ સામે આવીને ઊભી હતી,પોળમાં તો એક બીજાના ઘરે કઈ બને એટલે પાડોશીને પહેલા આપતા હોય, અને આ વરસાદ હોય અને અમદાવાદમાં ભજીયા ના બને એવું બને ખરું ?
ભજીયા લઈને મૈથાલી, અભિષેકના ઘરના દરવાજે ઊભી હતી, અભિષેક ભજીયાની ડીશ લેવા કરતાં મૈથાલી સામે જ જોઈ રહ્યો, થોડી વાર રહી મૈથાલી એણે જગાડ્યો કે, "આ લો ભજીયા ગરમ ગરમ છે ખાઈ લેજો ! ભજીયા આપીને જતી
મૈથાલીને એ જોતો જ રહ્યો એટલામાં મમ્મીની બૂમ આવી કોણ હતું અભિષેક અને તું ત્યાં શું કરે છે ? અભિષેકે બધી વાત કરી.
મૈથાલી બજાર જવા રીક્ષાની રાહ જોઈને ઉભી હતી અને એટલામાં જ અભિષેક આવ્યો, અભિષેકએ કહ્યું 'ક્યાં જવું છે ?'
તો મૈથાલી એ કહ્યું એ બાજુ જ અભિષેક ને જવાનું હતું તેથી તેને લિફ્ટનું કહ્યું અને મૈથાલી એની સીટ પાછળ બેસી ગઈ.
અભિષેકને એના પ્રેમનો ઈઝહાર કરવાનો આનાથી સુંદર મોકો બીજો મળવાનો નહોતો.
બાઇક ચલાવતા ચલાવતા અભિષેકે મૈથાલીને પૂછી લીધું તું મને ગમે છે "મૈથાલી" અને મૈથાલી કઈ કહેવા જાય એટલામાં બાઇક આગળ જતી ટ્રકને અથડાઇ અને બંને કઈ વિચારે એ પહેલાં જ પાછળ આવતી એક કારે બંનેને કચડી નાખ્યા !
આમ તો વાતાવરણમાં ઠંડક હતી, પરંતુ અભિષેકને પરસેવો વળી ગયો હતો, એને જાગીને જોયું અને બારી ખોલીને બહાર જોયું કે શું ખરેખર આ સ્વપ્ન જ હતું ને !
ઘરે અભિષેકે આ સપનાની વાત મમ્મી પાપાને કરી અને એમની જોડેથી ભારત અને ખાસ કરીને અમદાવાદ જવાની પરવાનગી માગી લીધી. એના અમદાવાદના મિત્ર સાથે બંને અમદાવાદ જવા નીકળ્યા, અમદાવાદ એ પોળમાં જવું હતું જ્યાં એ પોળ, એ ઘર, એનાં સપનામાં આવતું હતું. જ્યાં બંને તો એક્સિડન્ટ થયો હતો એ જગા આવીને અભિષેક અને એનો મિત્ર ઊભા રહી ગયા,સ્વપ્નમાં એ જગ્યા જોઈલી હતી એટલે એને એ જગા બરોબર યાદ હતી.
અને આ શું એ જ સમયે એક છોકરી પણ એ જ જગ્યાને જોતી હતી, અને અભિષેક આંખો ઊંચી કરે ત્યાં તો સામે
મૈથાલી. બંનેની આંખો મળી અને આ શું બીજા જન્મે પુન:મિલન.!
"શરૂઆત પ્રેમની થાય એ પેલાં જ એનો અંત લખ્યો હતો,
મિલનની વાત તો હતી પરંતુ આગલો જનમ લખ્યો હતો."

