અજય પરમાર "જાની"

Tragedy Fantasy Thriller

4.8  

અજય પરમાર "જાની"

Tragedy Fantasy Thriller

રંગ

રંગ

3 mins
457


"રંગીતા "નો રંગ આજે ઊડી ગયો, એના ચહેરા ઉપરથી એના જીવનમાંથી.. રમેશ આમ તો એના જીવનમાં ત્યારે જ આવેલો જ્યારે રંગોનો તહેવાર હતો. રંગોનો તહેવાર આમ તો આપને અહીં હોળી અને ધુળેટી...પણ વિદેશમાં તો "કલર ફેસ્ટિવલ " નામ અલગ પરંતુ તાત્પર્ય તો એ જ રંગાવું !

"કલર ફેસ્ટિવલ" યોજાયો એમાં ત્યાંના લોકો તો હતા જ પરંતુ આપણે અહી ભારતના પણ શહેરના ખૂણે ખૂણે રહેતા લોકોને પણ એક જગ્યા એ તહેવાર ઉજવવા મળતો !

એ દિવસે રંગીતા પણ એ કલર ફેસ્ટિવલમાં ગઈ. રંગીતા એક મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરતી હતી. જ્યારે રમેશ એક સોફ્ટવેર એન્જિનિયર હતો.

રંગોના આ તહેવારમાં જ્યારે રંગિતાના ચહેરા ઉપર રમેશનો રંગ લાગ્યો.

રંગો થી તો બધા જ રંગાયેલા હતા પણ તો પણ રંગીતાં ને એનો ચહેરો બરોબર યાદ રહી ગયો. કલર ફેસ્ટિવલ પછી ત્યાં જમવાનું પણ આયોજન કરેલું હતું..

એમાં રંગિતાંની પ્રાથમિક મુલકાત રમેશ સાથે થઈ. નામ જુનવાણી લાગે પરંતુ રમેશ કોઈ બૉલીવુડ હીરો કરતા કમ નહોતો દેખાતો. કસાયેલું શરીર અને એના બોલવાનો અંદાજ બને કોઈ પણ છોકરીને મોહી લે તેવા હતા.

પહેલી મુલકાતમાં રંગીતા અને રમેશ એક જ રાજ્યના અને એક જ શહેરના નીકળ્યાં !

આમ તો આપણું અમદાવાદ અને એમાં પણ દુનિયાના કોઈ પણ ખૂણે જાવ એક ગુજરાતી ને એક ગુજરાતી અને એક અમદાવાદીને એક અમદાવાદી જરૂર મળી રહે.

"નાઇસ ટુ મીટ યુ" અને ગુજરાતીમાં "ફરી મળીશું"ના ઔપચારિક સંવાદ સાથે બંને છૂટા પડ્યાં !

બંનેએ છૂટા પડતી વખતે ગુજરાતી અને ખાસ અમદાવાદી હોવાના નાતે એક બીજાના મોબાઈલ નંબર લઈ લીધા. 

વિક એન્ડ ના દિવસે રંગીતાએ રમેશને ફોન લગાડ્યો, ત્રીજી રિંગે સામેથી ભરાવદાર અવાજ આવ્યો હેલ્લો કેમ છો !

રંગીતા બોલી ઓહો ઓળખાણ પડી ગઈ એમ.. સામે રમેશ બોલ્યો, અજાણ્યા દેશમાં કોઈ પરિચિત અવાજ સંભળાઈ ત્યારે પોતાના જ વતન માં હોય એવું લાગે !

રંગીતા એ કહ્યું તો પછી આજે સમય હોય તો જરૂર મળીએ..

અને સાંજે ૪:૦૦ વાગ્યાં નો સમય નક્કી થયો મળવાનો કૉફી શોપમાં !

બીજી મુલાકાતમાં ક્યાં નોકરી કરો છો ? ઘરના શું કરે છે ? ઘરમાં કોણ કોણ છે ? એવી વાતો બંને વચ્ચે થઈ અને પછી ૨:૦૦ કલાક ની મુલાકાત પછી બંને છૂટા પડ્યા..

સાંજે રમેશનો ફોન આવ્યો અને આવતા વિક એન્ડ ડિનર માટે અત્યારથી જ ઈન્વિટેશન આપી દીધું !

ફરી વિક એન્ડમાં બને મળ્યાં, મુલાકાતો વધી ફોન પર વાતો વધી અને બંને ક્યારે એક બીજાના પ્રણયમાં ગૂંથાઈ ગયા ખબર જ ના પડી ! બંને હવે જલ્દી લગ્ન કરવા માંગતા હતા, બંને ને પ્રેમ માં પડે ૬ મહિના જેટલો સમય વિતી ગયો હતો !

બંને એ બંને ના પરિવાર ને વાત કરી,

બંને પરિવાર તરફ થી જવાબ પોઝિટિવ આવ્યો.. !

બંનેના પરિવાર એ નક્કી કર્યું કે તમને ગમે છે એ વાત બરોબર પણ લગ્ન તો અમદાવાદ માં જ થશે !!

અને આ દિવસ રંગીતા અને રમેશ માટે જીવનનો સૌથી સુખી દિવસ હતો ! બંને ને આખી રાત ઊંઘ ના આવી..બંને લગ્નના વિચારોમાં અને લગ્નની તૈયારી વિશે વિચારો કરવા લાગ્યાં..

ઘરના એ આવતા મહિનાની ૨૫ મી તારીખ નક્કી કરી દીધી. બંને એ ઓફિસમાંથી એક એક મહિનાની રજા લઈને અમદાવાદ જવા નીકળ્યાં.

પહેલા મુંબઈની ફ્લાઈટમાં અને ત્યાંથી બીજી ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા. આમ તો રમેશ નું ઘર પહેલા આવતું હતું. પરંતુ રમેશ રંગીતા મૂકવા એના ઘર સુધી જવાનું ઈચ્છતો અને રંગીતા પણ મમ્મી પપ્પા રમેશને એકવાર રૂબરૂ મળવા માંગતા હતા. એટલે રમેશ રંગીતાને મૂકીને પછી એના ઘરે જશે એવું નક્કી થયું !

એરપોર્ટથી બંને એ ટેક્ષી કરી.. ટેક્સી થોડી આગળ ગઈ અને સામેથી આવતી એક ટ્રક ડીવાઈડર કૂદીને ટેક્સી સાથે આવીને અથડાઈ...અને રંગીતા સાથે બેસેલો રમેશ ગંભીર રીતે ઘાયલ થયો અને રંગીતાના ખોળામાં જ લોહીથી રંગાયેલ રમેશ પડ્યો હતો..રંગીતા અને ડ્રાઈવર ને સામન્ય ઈજાઓ પહોંચી અને બંને બચી ગયા..

રંગીતાના રંગબેરંગી જીવનમાં અચાનક જ અંધકાર છવાઈ ગયો.

રંગીતા ભાનમાં આવી ત્યારે ઘરમાં પલંગ પર સૂતી હતી .તે આજે ૨ દિવસ પછી ભાનમાં આવી હતી.. ભાનમાં આવી ત્યારે એને ફક્ત આંખો જ ખોલી શકી અને એના આંખમાંથી દડ દડ આંસુ વહેતા હતા. રંગીતા એકદમ ચૂપ થઈ ગઈ હતી. આજે આમ તો હોળીની તહેવાર હતો પરંતુ નસીબ આજે એના જીવનમાંથી રંગો લઈ ગયું હતું અને તેની લાગણીઓની કે જાણે હોળી થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy