અજય પરમાર

Abstract

4.2  

અજય પરમાર

Abstract

બાપા

બાપા

2 mins
254


મા વિશે તો ઘણું લખાયું છે અને આગળ લખાતું પણ રહેશે,

પણ બાપ વિશે બહું ઓછું લખાયેલું છે !

બાપ, બાપુજી, પિતાજી કહો કે પછી પાપા !

ક્યાંક એક ફોટામાં જોયેલું હતું કે બાળક જ્યારે માતાના ઉદર માં વિકાસ પામતું હોય, ત્યારે એ બાપનાં મગજમાં પણ વિકાસ પામતું હોય છે !

માં ની લાગણી દેખીતી હોય છે, બાળકો સામે રડીને વ્યકત કરી દેતી હોય છે, પણ બાપ લાગણીઓ ને હૃદયમાં દબાવીને, કાળજાને પથ્થર કરી લેતો હોય છે !

બાપ બહું ઓછા પ્રસંગો એ રડતો હોય, અને જ્યારે રડતો હશે ત્યારે એની વેદનાં શું હશે !??

ઘરમાં એની લાગણીઓ ની કિંમત બહું ઓછાને હોય છે,

ઘરની જવાબદારીઓ નીભાવવામાં પોતાની જિંદગી ભૂલી જાય એ બાપ ! અને તેમ છતાંય છોકરા અમ કહે તમે અમારા માટે કર્યું છે શું? !

ત્યારે લાગણીઓને કાબૂમાં રાખીને, આસું ને પાંપણો સુધી પહોંચતા સુકવી નાખે એ બાપ !

બાપા બધાને બહારથી બહું કડક લાગતા હોય છે,

પણ એમની ભીતર શું ચાલી રહ્યું હોય છે એ જાણવાની કોશિશ પણ કોણ કરે છે ?

જેણે સમજણ આપીને મોટા કર્યા અણે જ આજે કહી દેવામાં આવે છે, બાપા તમને આમાં સમજ નઈ પડે !

ત્યારે એ બાપ ખુંદને જ સમજાવીને એક ખૂણાંમાં બેસી જતો હોય છે !

બાપ ને ચિંતા હોય છે કે, એના બાળકો ખોટા રસ્તે ના ચડી જાય, એટલે શીખામણ આપતો હોય છે, પણ આજના બાળકો એ શીખામણને અવગણી સામે શીખામણ આપતા હોય છે !

બાપા સાચા હોય કે ખોટા એ ગણતરી કરવાની રહેવા દઈએ,

અને સ્વીકારીએ એ બાપ એ બાપ હોય છે !

બાપા ના વિચારો ખોટા હોય શકે, તેમણી લાગણી નહી !

પણ એ લાગણી વ્યકત નથી કરી શકતાં માટે બાળકોને ખોટા લાગતાં હોય છે !

આટલું વાચ્યાં પછી બાપાના મન અને હૃદયને વાંચવાનો પ્રયત્ન કરજો,

એ વાંચવામાં એટલું મોડું ના કરતા કે એમના નામની આગળ "સ્વ." લાગી જાય ત્યાં સુધી સમજી જ ના શકીયે કે બાપા શું હતા !

( શબ્દો ઓછા પડી રહ્યાં છે અહી બાપા વિશે લખતાં )


Rate this content
Log in

Similar gujarati story from Abstract