અજય પરમાર "જાની"

Romance

4.5  

અજય પરમાર "જાની"

Romance

રંગ પ્રેમનો

રંગ પ્રેમનો

2 mins
185


રંગાવું કોણે ન ગામે ? એ કોઈના દ્વારા હોય કે પછી કોઈના પ્રેમમાં ! જતા જતા મોહિની એ એનો મોહક અંદાજ મનોજ ઉપર છોડી ગઈ..

મોહિની અને મનોજ સ્કૂલના સમયથી જ જોડે ભણતા ને અત્યારે કોલેજના બીજા વર્ષમાં આવી ગયા !

બંને ખૂબ સારા મિત્રો !

દર વર્ષનું જેમ આ વર્ષે કોલેજમાં હોળીના તહેવાર નિમિત્તે રંગોળી તેમજ હોળીનો કાર્યક્રમ રાખેલ હતો.

મોહિનીને મનોજ બહુ પહેલેથી જ ગમતો હતો પરંતુ તેના દિલની વાત અત્યાર સુધી મનોજને કહી શકી નહોતી !

કાર્યક્રમની આગલી રાતે એને વિચાર્યું કે આવતી કાલે એ મનોજને એના દિલની વાત જરૂર કરશે.

બીજા દિવસે સવારે કાર્યક્રમ શરૂ થયો..

પહેલા રંગોળી સ્પર્ધા થઈ..એમાં બધા ને જ ખબર હતી કે મનોજ જ અવ્વલ આવશે !

થયું પણ એવું મનોજ અવ્વલ આવ્યો અને મોહિની એ ફરી મોહક અવાજમાં મનોજને અભિનંદન પાઠવ્યાં..

મનોજ એ આભાર વ્યક્ત કરતા કહ્યું, મોહિની તું મારી સારી મિત્ર રહી છે અને મારે તને કેટલાય સમયથી એક વાત કહેવી છે.

મોહિનીના હૃદય ના ધબકારા વધી ગયા કે શું મનોજ પણ એ જ કેવા માગે છે જે એ મનોજ ને કહેવા માગે છે !!? એટલામાં કોલેજના પ્રિન્સીપાલ સાહેબ મનોજને અભિનંદન આપવા આવ્યા અને મોહિનીની વાત અધૂરી રહી ગઈ.

સાંજે જ્યારે આખી કાર્યક્રમ પૂરો થયો ત્યારે મોહિની એ પૂછ્યું મનોજ તું સવારે કઈક વાતની વાત કરતો હતો ને!!?

હા જો મોહિની એતો હું ભૂલી જ ગયો, હું એમ કહેતો હતો કે આ હોળાષ્ટક પૂરા થાય એટલે આવતી ૨૦ તારીખે મારી સગાઈ છે.

અને રવિવાર છે એટલે તારું કોઈ બહાનું પણ ચાલશે નહીં, તારે તો આવું જ પડશે નહિ તો હું સગાઈ નહિ કરું !

આટલું સભળતાની સાથે જ મોહિની નો ચહેરો ફિક્કો પડી ગયો...એના મોઢા ઉપર જે રંગ લાગેલો હતો એ જાણે કે ઓસરી ગયો. આંખમાં આંસુને છૂપાવતી મોહિની અભિનંદન કહેવા જતા પણ ગળે ડૂમો ભરાઈ ગયો અને ત્યાંથી ચાલી નીકળી.

મનોજ થોડું દોડ્યો અને આગળ જઈને મોહિની ને ગળે લગાડતા બોલ્યો. મારી સગાઈ જેના જોડે થવાની છે એનું નામ તો પૂછ !?

મોહિની કે રે'વા દે, હવે ખાસ મિત્ર ને પણ ના કહ્યું ને શું પૂછવાનું હવે !

મનોજે કહ્યું એ બીજું કોઈ નહિ પણ તું જ છે..તારા સિવાય બધાને જ ખબર છે કે આપણી સગાઈ છે..તું મને પ્રેમ કરે છે એ વાત તારા ઘરનાને સારી રીતે ખબર છે..પણ તે આ વાત મને હજુ સુધી ના કહી !

અને ફરી થાળીમાંથી રંગ લાવીને મનોજને લગાડીને મોહિની મનોજને ભેટી પડી.

મોહિનીને એક સમય માટે પાનખર પછી વસંત આવી એવું લાગ્યું !


Rate this content
Log in

Similar gujarati story from Romance