અજય પરમાર "જાની"

Abstract Horror

4.8  

અજય પરમાર "જાની"

Abstract Horror

અતીતનો રંગ

અતીતનો રંગ

3 mins
1.3K


એ દિવસે એ ઊંઘી ના શક્યો એનો અતીત એનો ભૂતકાળ એને સતાવી રહ્યો હતો.

ભૂતકાળ યાદ આવતા રાતના ૨:૦૦ ના ટકોરે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ એ પરસેવે રેબઝેબ થઈ ગયો.

એના ચહેરા પરનો રંગ એ કાળી અંધારી રાત્રે પણ ઊડી જતો લાગ્યો.

બાજુમાં શાંતિથી સૂઈ રહેલી પત્નીની ઊંઘમાં ખલેલ પહોંચી અને એ સફાડી જાગી ગઈ. ઊઠીને પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું શું થયું "પારસ" કેમ અડધી રાતે આટલો પરસેવો ?

પારસ કંઈ નઈ અદિતિ એતો ખરાબ સ્વપ્ન હતું !

ના "પારસ " તું કઈક છૂપાવતો હોય એવું લાગે છે ?

ના અદિતિ આતો કામ ને લગતો તણાવ પારસ બોલ્યો !

ચાલ ને તો કાલે ડોક્ટરને મળી આવીએ અદિતિ એ ઉમેર્યું !

સારું ચાલ કાલે જરૂર લાગશે તો જઈ આવીશું એવું કહેતા પારસ કહે આજે સૂઈ જઈએ !

સવારનો ચા અને નાસ્તો કરતા અદિતિએ ફરી પૂછ્યું ચાલ જઈએ એ ડોક્ટર જોડે આજે, પારસ એ વાતને નકારી કાઢતા કહ્યું ફરી જરૂર લાગશે તો જઈશું.

એ દિવસે પારસ ને ઓફિસમાં મન ના ચોંટ્યું,

વિચારો આવતા રહ્યા.

પારસની લાગણીશીલ સ્વભાવ રડવાની તૈયારી જ કરતો હતો ત્યાં ફોનનો રણક્યો !

સામે છેડેથી અવાજ આવ્યો કેમ દોસ્ત ભૂલી ગયો કે શું ?

લગ્ન થયા એટલે તું તો અમારા જેવા મિત્રોને ભૂલી જ ગયો ! "જોરું કે ગુલામ સાલે " એવું કહેતા અવનિશ બોલ્યો બોલ બાકી કેમ છે મજામાં ને તું અને ભાભી !

બસ ચાલ્યાં કરે છે આજે આ તબિયત થોડી ઠીક લાગે છે,એટલે ઓફિસમાં બેઠો છું પારસ બોલ્યો !અવનિશ કહે તો આરામ કરવો હતો ને તું પણ ! બાઈ ધ વે થયું છે શું તને !? કઈ નઈ તને તો ખબર છે કે જ્યારથી આપણે હોસ્ટેલમાં હતા એ જ ખરાબ સ્વપ્નો આવ્યા કરે છે !

અરે તું પણ શું યાર, અવનીશ બોલ્યો !

એ દિવસે તારી ભૂલ નહોતી દોસ્ત અવનીશએ કહ્યું,

હોસ્ટેલમાં ભણતા ત્યારે પારસ પાસે જ કાર હતી, કાર લઈને મિત્રો સાથે અવાર નવાર ફરવા જતા, હોસ્ટેલની રંગ ભરી લાઈફ સ્ટાઈલમાં સદાઈ મિત્રો સાથે ખુશ રહેતો પારસ...

એક દિવસે મોડા આવતા રાત્રિના પ્રકાશમાં સામે છેડેથી આવતી મોટરકારની લાઈટથી પારસની આંખો અંજાઈ ગઈ અને ગાડી ધમ્મ દઈને કોઈ વસ્તુ સાથે અથડાઈ, પારસ એ કાર ને કન્ટ્રોલ કરતા બ્રેક મારી અને કાર સામેની દીવાલ સાથે અથડાઈ...પારસ અને તેના મિત્રો માંડ માંડ બચી ગયા !

બધા એ ભગવાનનો આભાર માન્યો કે હાશ બચી ગયા ત્યાં પારસની નજર ગાડી નીચે આવી ગયેલા એક કૂતરા ઉપર પડી, આજું બાજુ ગલૂડિયાંનું ટોળું વળી ગયું હતું એના ઉપરથી એવું લાગતું હતું કે આ એમની માં હતી !

પારસ પ્રાણી પ્રેમી હતો, જીવનમાં પણ વીગન લાઈફસ્ટાઈલ અપનાવેલી હતી..અને આ એનાથી શું થઈ ગયું એ વિચારતાં જ એ બાળકની જેમ રડવા લાગ્યો. એને રડતાં જોઈને મિત્રો એ સાંત્વના આપી પણ કેમેય કરતા પારસ રડતો બંધ ન થયો, અવનિશ ત્યારે જોડે જ હતો સાંજે બધા હોસ્ટેલ પહોંચ્યા બીજા દિવસે એ ગલૂડિયાંની માં ના અંતિમ સંસ્કાર કર્યા..ત્યાર પછી એ ગલૂડિયાંનું રોજે રોજે ધ્યાન પારસ એ રાખ્યુ જ્યાં સુધી એ મોટા થઈ ગયા !

આજે ૭ વર્ષે પણ પારસના મન ઉપરથી એ વાત નથી ભૂસાતી કે એને કોઈની માતાને એક્સિન્ટમાં મારી નાખી !

અવનિશએ ફોન મૂકતા પહેલા ફરી કહ્યું કે પારસ એ દિવસે આપડે કદાચ નિમિત્ત માત્ર હોઈશું !

આજે પારસ એ ઘરે જઈને "પત્ની" ને બધી વાત કરી, સવારની ચિંતામાં હતી એને પણ થોડી રાહત થઈ અને પારસને સમજાયો !

પરંતુ અતીત તો એ રંગ પારસ ને પડછાયાંની જેમ સતાવ્યા કરે છે !


Rate this content
Log in

Similar gujarati story from Abstract