પ્રકૃતિ
પ્રકૃતિ
પ્રકૃતિના પાંચ તત્વો (જળ, અગ્નિ, વાયુ, ધરતી અને આકાશ)માંથી આપણે બધા બસ લેતા જ શીખ્યા છીએ, પ્રકૃતિએ કંઈ માગ્યું નથી અને આપણે કંઈ આપવાનો પ્રયત્ન પણ ના કર્યો ! પ્રકૃતિએ માગ્યું નથી પર્ંતુ આપવાની ફરજ આપણી બધાની હતી એ ફરજમાં ક્યાંક ચૂક્યા છીએ !
"કોરોના મહામારીમાં" જ્યારે બધાને ઓક્સિજનની કિંમત ખબર પડી છે ત્યારે બધે જ "સોશિયલ નેટવર્કિંગ" માં વૃક્ષોની વાવણી અને જતનની વાતો થવા માંડી છે, એ જ રીતે પ્રકૃતિના બીજા પણ તત્વો છે જેનું જતન કરવાની જવાબદારી મનુષ્યની છે.
પ્રકૃતિ સામેથી બોલીને તો નહી કહે કે મારૂ જતન કરો, પર્ંતુ તેની જોડેથી લેવાની અને બદલામાં કંઈ ના આપવાની ભાવનાના લીધે આડઅસર રૂપે "કોરોના" જેવો વાઈરસ મનુષ્ય જાતિ માટે ખતરાની ઘંટી બની રહ્યો છે. મનુષ્ય પાસે આજે જે કંઈ પણ છે, એ બધું જ છેલ્લે તો પ્રકૃતિ એ આપ્યું છે. પાણીની કિંમત બધાને સમજાયેલી હતી, હવે ઓક્સિજન (હવાની) સમજાઈ એ જ રીતે પ્રકૃતિના અન્ય તત્વોનું જતન કરવાની જવાબદારી મનુષ્ય એ ઉપાડી લેવી જોઈએ તો જ ભવિષ્યમાં આવતી મુસીબતો સામે લડવાની શક્તિ મનુષ્ય જાતને મળી શકે તેમ છે.
જમીનમાં ખાણ-ખનીજ શોધવામાં, ખેતીમાં વધારે ઉત્પાદનની લાલચમાં, રાસાયણિક ખાતરો નાખીને જમીનની ગુણવત્તા બગાડી છે, એ જ રીતે પાણી માં ઝેરીલા તત્વો છોડીને, ખૂબ ઊંડે સુધી બોરવેલ કરીને પાણીની ગુણવત્તા બગાડી છે, વૃક્ષો કાપીને અને તેની જગ્યાએ નવા વૃક્ષો વાવીને પ્રકૃતિને મનુષ્ય જાતિ એ બહું મોટો અન્યાય કર્યો છે. મનુષ્યના જીવનમાં જે પણ કંઈ ભૌતિક અને માનસિક સુખ છે એ પ્રકૃતિની દેન છે. પ્રકૃતિ વગર મનુષ્ય જાતિ નથી એ વહેલી તકે સ્વીકારી પ્રકૃતિના જતનમાં લાગી જવું જોઈએ.
શરૂઆત થવી જોઇએ ભલે એ નાની કેમ ના હોય.
શરૂઆત થશે તો આગળ પણ વધશે.
અંતે
"માનવતા મરી ત્યારે જ તો
પ્રકૃતિ રૂઠી"
