Purnendu Desai

Abstract


3  

Purnendu Desai

Abstract


સ્વાતંત્ર્યતા પર્વ

સ્વાતંત્ર્યતા પર્વ

2 mins 25 2 mins 25

74 માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, એક ભારતીય તરીકે એનું ગૌરવ હોવું જ જોઈએ અને છે પણ. 

આપણને મળેલી આ સ્વતંત્રતા માટે કરેલી નાનામાં નાની મહેનત માટે, આપણે એ સૌના આભારી છીએ, એક આખી પેઢીએ એના માટે લોહી રેડયું છે અને ઘણું બધું સહયું છે, જીવની પણ આહુતિ આપનારા આ બધાને શત શત નમન છે.

પણ રહી રહીને મનમાં એક વિચાર આવે છે કે શું આ મળેલી સ્વતંત્રતાને માટે આપણે હકદાર છીએ ?

....શું ખરેખર આપણે સ્વતંત્ર થયા છીએ ?

દર વખતે, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, કારગીલ દિવસ કે કોઈ પણ એવા મહાન દિવસે જ્યારે સોશિયલ મીડિયા પર હું દેશભક્તિનું જે ઘોડાપુર જોઉં છું ત્યારે આવા સવાલો મનમાં ચોક્કસ ઉઠે છે, ને આ લેખ આજે લખીને, હું પણ એ ઘોડાપુરનો જ એક હિસ્સો છું એ હું સ્વીકારું છું. 

ખેર...મુદ્દો એ છે કે, કોઈ એક પ્રજાની, વર્ષોના સંઘર્ષ પછી મળેલી આઝાદીને, લોકશાહી ના નામે, આમ વેડફી નાખવાનો, કોઈને પણ હક છે ખરો ?

શું હજી પણ, ભાષા, પહેરવેશ, રહન સહન, અને વિચારોથી પણ, આપણે ખરા અર્થમાં મુક્ત થયા છીએ ? હજી પણ આપણે ઘણી બાબતોમાં વિદેશીઓનું આંધળું અનુકરણ નથી કરતા ? કોઈની સારી બાબતોને, આપણી અનુકૂળતા મુજબ સ્વીકારવી કે જમાના પ્રમાણે બદલાવું એ અલગ બાબત છે, પરંતુ, બીજું કોઈ આમ કરે છે એટલે એનાથી અભિભૂત થઈને કાંઈ કરવું, પછી ભલે એ આપણને કે આપણી સંસ્કૃતિને છાજે એવું ન હોય... એ કેટલે અંશે વ્યાજબી છે ?

મારો વિરોધ, કોઈ પણ વ્યક્તિ, પક્ષ, ધર્મ, જ્ઞાતિ કે વિચારધારા સાથે નથી, પણ જ્યાં સુધી એક આખો સમાજ કે પ્રજા પોતાનું જ હીત વિચારી ન શકે એટલી સમજદાર ન થાય, અથવા તો માત્ર અને માત્ર પોતાનું હીત જ વિચારી બીજાનું શોષણ કરે એટલી અસહિષ્ણુ હોય... તો એને સ્વતંત્ર કેવી રીતે કહી શકાય, મારા હિસાબે તો એ સ્વચ્છંદતા કહેવાય.

લોકશાહીમાં, જો વિરોધ કરવાના અધિકાર હેઠળ, પોતાની જ ચૂંટેલી સરકાર વિરુદ્ધ, સ્વચ્છંદી આચરણ કરવું કે સાર્વજનિક  સંપત્તિને નુકસાન કરવું એ પ્રજાના નાયક બનવાનું કામ હોય તો, આ દેશ લોકશાહીને બદલે સરમુખત્યાર શાહીને જ યોગ્ય છે.

આજે, સ્વતંત્રતા મળ્યાના 74 માં વર્ષે આપણા ધાર્મિક, સામાજીક અને રાજકીય પૂર્વગ્રહોમાંથી બહાર આવી ખરા અર્થમાં 'સ્વાતંત્ર્ય પર્વ' ઉજવીએ તો કેવું?


Rate this content
Log in

More gujarati story from Purnendu Desai

Similar gujarati story from Abstract