રક્ષાબંધન
રક્ષાબંધન


સદીઓથી, હિંદુ સંસ્કૃતિમાં બહેન ભાઈને રક્ષા બાંધતી આવી છે, બહેનની ભાઈ માટેની, સર્વ અનિષ્ટોથી રક્ષા માટેની પ્રાર્થના છે આ, ને ભાઈ, પણ બહેનની આજીવન સુરક્ષાની જવાબદારી લે છે, મારી સમજણ પ્રમાણે કઈક આવો શુભ ઉદ્દેશ્ય છે આ તહેવાર પાછળ.
ખેર..હવે જમાનો બદલાયો છે, માત્ર પુરુષ પ્રધાન જમાનો નથી રહ્યો અને દરેક ક્ષેત્રમાં જ્યારે બહેનો, ખાસ કરીને રક્ષાના ક્ષેત્રમાં પણ ..ખૂબ જ આગળ નીકળી છે ત્યારે, ભાઈ અને બહેન એક ટીમ બનીને એકબીજાની અને એકબીજાના પરિવારની દરેક પ્રકારના દુષણોથી રક્ષા કરે એવી મારી પ્રાર્થના છે.
આટલી પ્રગતિ અને વૈચારિક બદલાવ છતાં, હજુ સુધી સમાજના અમુક ચોક્કસ વર્ગમાં, ભાઈ -બહેન કે પુરુષ-સ્ત્રી નો તફાવત આંખને ખૂંચે એમ દેખાઈ રહ્યો છે. હજુ પણ આપણે ને, આપણી સદીઓ જુની માનસિકતા.