પત્ની - શ્વાસથી પણ વધુ જરૂરી
પત્ની - શ્વાસથી પણ વધુ જરૂરી
શું કહું તને ? શું લખું તારા માટે ?
મને ખબર છે, મારા કંઈપણ બોલવા કે લખવા કરતાં પહેલા તો તું મને સમજી જાય છે....
મેઘ, તું મારી પત્ની તો સમાજની દ્રષ્ટિએ છો, પણ ખરેખર તો તું મારી ગુરુ, મિત્ર અને હમસફર છો, જ્યાં જ્યાં ને જે જે મારે કરવું જોઈએ ને હું અચકાયો, તે બધું જ તે મારી પાસે પ્રેમથી, જિદ્દથી કે ઝઘડીને પણ કરાવ્યું છે, ફક્ત અને ફક્ત આપણા ભલા માટે તદ્દન નિઃસ્વાર્થપણે.
એવું નથી કે આપણી વચ્ચે ઝઘડો નથી થતો, પણ એ પણ કદાચ તારા મારા પ્રત્યેના એકદમ તીવ્ર પ્રેમનું જ પરિણામ છે.
મને તારું બધું જ અનહદ વ્હાલું છે, શરીર થી લઈને મન સુધી, સ્વભાવથી લઈને ગુસ્સા સુધી, ચંચળતાથી લઈને અવ્યવસ
્થિતતા સુધી....તારી જિંદગીને જીવી લેવાની, માણી લેવાની જે રીત છે એ જ મારા માટે આજીવન મોટિવેશન છે.
જેવી છો એવી જ રહે...ખુશ રહે મસ્ત રહે.
સાથ આપ્યો છે તે જીવનમાં હર પળ મને,
ઊભી' તી મજબૂત બની, જ્યારે પણ યાદ કરી તને
ઝાલ્યો તો હાથ તારો, હાથમાં મારા, ખબર નહોતી મને,
પામીશ હું એક અમૂલ્ય વરદાન ઈશ્વરનું, મેળવીને તને
આપ્યા છે જીવનનાં ઉત્તમ વર્ષો તે મને,
વચન છે મારું, આજીવન દુઃખી નહિ થવા દઉં તને.
જોડાયો છું હું, ઘણી રીતે ઘણા સાથે 'નિપુર્ણ' બનીને
પણ હવે જુદો જ ક્યાં રહયો 'પૂર્ણ' 'મેઘ' ને પામીને.