Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

જમા પાસું 20 20 નું

જમા પાસું 20 20 નું

2 mins
278


2020...શુંં આ વર્ષ ગયું છે..ઓહ. ઉદ્વેગ..ઉચાટ..ચિંતા...વ્યથા..ને ન જાણે આવું જ કંઈક ઘણું બધું. લગભગ બધાના કે મોટા ભાગના લોકોના આવા જ વિચારો..ખેર..મારા વિચારો થોડા જુદા છે...એવું નથી કે હું બહુમતી સાથે સહમત નથી પણ, અલગ રીતે જો વિચારીએ તો એના ઓછા પણ, સકારાત્મક પાસા પણ છે.

મને કહો... તમે અત્યાર સુધી જેટલા પણ વર્ષો અગાઉ જોયા છે...કયા વર્ષમાં તકલીફો, મહામારીઓ, કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ નથી આવી, તમારુ કે તમારા કુંટુંબીજનોનું શારીરિક, માનસિક, સામાજિક કે આર્થિક નુકસાન નથી થયું ?..તો બદનામ કરવા માટે 2020 જ શું કામ..?

2020 સારું જ છે કે...2020 જ સારું છે એમ હું નથી કહેતો પણ ઘણા અણગમાની સાથે ..2020..., અત્યાર સુધી ઇચ્છીત હોય અને ન થઈ શક્યું હોય, એવું પણ ઘણું લાવ્યું છે.

મને કહો ક્યારેય તમે વિચાર્યું હતું કે આટલો બધો સમય એકસાથે તમે તમારી પત્ની કે પતિ, બાળકો, માં-બાપ કે તમારી કોઈપણ ગમતી વ્યક્તિને આપી શકશો ?

ક્યારે તમે ભૂતકાળને નિરાંતે બેસીને વાગોળ્યો, ક્યારે કોઈ પણ જાતના હેતુ વગર બસ મનગમતી પ્રવૃતિઓ કરી.

ઘણા વિદ્યાર્થીઓએ, ઘણા બધા ઓનલાઈન કોર્સ કર્યા જેના સર્ટિફિકેટ આગળ તેમને જીવનમાં ઘણા કામ આવશે.

ઘણા કિસ્સાઓમાં એવું બન્યું હશે કે બાળકો ના ભણતર, મા-બાપની હાજરી ને હિસાબે સુધર્યા હશે,એમનો પાયો વધારે મજબૂત થયો હશે,પેરેન્ટ્સ ની ચિંતા પણ ઓછી થઈ હશે, એવું પણ ઘણી જગ્યા એ બન્યું હશે કે બે જનરેશન વચ્ચેનો વૈચારિક મતભેદ આ સમયને હિસાબે ઓછો થયો હશે, બંને એકબીજાને સમજી શક્યા હશે, જે હવે પછીના જીવનમાં સાયુજ્ય લાવશે.

આ લખાઈ રહેલો લેખ પણ કદાચ એ..જ 2020 નું પરિણામ છે બાકી મારા આ લખાણના શોખને, મારી વ્યાવસાયિક અને બીજી બધી જવાબદારીઓ ને લીધે ક્યારેય આગળ ધપાવી ના શક્યો હોત.

તો મિત્રો..એસ ધે સેઇડ.. ગ્લાસ અડધો ખાલી છે તો અડધો ભરેલો પણ છે...બસ તમે એને કઈ રીતે જુવો છો એના પર બધો આધાર છે.. ને છેલ્લે..થોડી લાઈનો જે ખુશી માટે લખી છે અને વિષયને લગતી પણ છે.

સફળતા નો કોઈ એક ચોક્કસ મંત્ર અહીં નથી હોતો જો

ખુશીનો પણ એમ, કોઈ ચોક્કસ માપદંડ નથી જ હોતો.


મળે છે ખુશી નાની વાતોમાં પણ, મેળવી શકો, તમે એમાંથી જો

હશે જો વિચારો જ નકારાત્મક, લાગશે બધા પોતાના પણ ખોટા તો.


ગમે તેટલું વધારે હોય,બગડશે જ પાણી રહશે બંધિયાર જ જો

ફાયદામાં રહેશો, જો તમે વહેતા પ્રવાહની સાથે, વહેતા રહેશો તો.


સમયની એ માંગ છે 'નિપુર્ણ', સાચવી લેશો એને તમે જો,

આજ નહિ તો કાલ, ખુશી, દસ્તક દેશે દરવાજે તમારે તો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational