સ્વાગત
સ્વાગત


"માડી, તું ચ્યમ ઓમ બેઠી સે? મોડું થાય... મંદિરમાં મહારાજ પધાર્યા સે… એમના સામૈયા હાટુ હંધાય પહોંચી ગયા, અત્યાર લગી તેં લૂગડાં નથ બદલ્યા? મંદિરમાં કોંઈ કોમ હોય, હૌથી પેલી હેંડતી હોય..."
કડકડતી ઠંડીમાં શાલને જીવલીએ દૂર કરી… શરીરે પસીનો છૂટ્યો, હૈયામાં વલોપાત થયો અને મન વિચારોના ચકડોળે ચડ્યું, "છોડી, સોના, તને ચ્યમ હમજાવું? જેમના સ્વાગત હાટુ તું ઓણ હરખ કરસ ને, ઈ કુણ સ? ઘણી વેળા તું પૂસતી'તી, મારા બાપુ ચ્યોં સે? આપણને ઓમ ઘેર મેલીને ચ્યોં વયા ગયા?"
સચ્ચાઈથી અજાણ સોના ખુશીથી ઝૂમી રહી હતી... દૂરથી અવાજ આવી રહ્યો હતો, "આજે વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ..."