STORYMIRROR

Chetna Ganatra

Abstract

3  

Chetna Ganatra

Abstract

સપ્તરંગી શ્વેત રંગ

સપ્તરંગી શ્વેત રંગ

1 min
533

દીપાની ખુશીનો પાર ન હતો. મનગમતો દિવાળીનો ઝગમગતો તહેવાર, અને એ પણ દીપેશ સાથે સાસરે પ્રથમ ઉજવણી.

દીપાને રંગબેરંગી વસ્ત્રોનો ખુબજ શોખ હતો. દીપેશને આ વાતનો ખ્યાલ હોવાથી પ્રથમ ભેટમાં  દીપાને સપ્તરંગી ચુંદડી આપી હતી. દીપાએ હોંશેહોંશે દિવાળીની ઉજવણીની બધી તૈયારી કરી લીધી.

મનગમતી સપ્તરંગી ચુંદડી ઓઢેલી દીપા, દીપેશની આતુરતાથી રાહ જોતી હતી. દીપાની પ્રતીક્ષા કાયમી બની ગઈ. કાળના ઓચિંતા પ્રખર તમાચાએ દીપાના મનગમતા સપ્તરંગને સફેદ રંગમાં વિલીન કરી દીધા. એકલતા, આંસુ, અરમાન, અધુરા સપના, આશા, એષણા, અંધકાર, એકાકાર થઈને બની ગયા..સફેદ રંગ ! અને પછી વૈધવ્યએ સ્વીકારી લીધી શરણાગતિ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract