યાદ
યાદ
ઉષાબેન અને એમની લાડકી પૌત્રી શીના વચ્ચે ગાઢ સખીપણા હતા. શીનાને ટોકતા, "આટલો બધો સમય મોબાઈલમાં વ્યતીત કરીને શું મળે છે ?"
પછી પોતાની સખીઓની વાતો કહેતા, પણ જ્યારે સાધનાની વાત આવે..ત્યારે દુઃખી થઈ જતાં. એનો કોઈ જ સંપર્ક ન હતો, કે એમની વચ્ચેની ગેરસમજ દૂર કરી શકાય. પણ, જ્યારથી શીનાએ દાદીમાને મોબાઈલ વાપરતા શીખવી દીધું હતું, ત્યારથી એ સાધનાને શોધતાં હતાં. શીનાએ આ વખતે જન્મદિવસે સરપ્રાઈઝ આપવાનું નક્કી કરી કર્યું.
"હેપ્પી બર્થડે ડીઅર દાદીમા,જુઓ તો ખરા, આ ઈન્ટરનેટ માધ્યમથી કેવી સરપ્રાઈઝ મળે છે?"
મોબાઈલ હાથમાં લેતાં જ ઉષાબેન માટે આનંદાશ્ચર્ય.
વોટ્સએપ પર જન્મદિવસની અનપેક્ષિત અઢળક શુભેચ્છાઓ...
ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ અને સાધનાનો વીડિઓ કોલ !!