ઉજાસનો અંધકાર
ઉજાસનો અંધકાર
આજે યોજાયેલ "ઉત્કૃષ્ટ કૌશલ્ય સ્પર્ધા"માં બધાના આશ્ચર્ય વચ્ચે આરતી વિજેતા તરીકે જાહેર થઈ. હિનાએ નવાઈ પામતાં અકળાઈને હેમાને પૂછ્યું, "આપણા મોડેલિંગ ક્ષેત્રમાં અત્યાર સુધી જેનું નામ પણ નહોતું સંભળાયું, એ આજે વિજેતા ? અચાનક આટલી બધી સફળતા ?"
હેમાએ હિનાને કહ્યું, "આ વખતનું ઈનામ 'વર્લ્ડ ટૂર' છે. આયોજક શ્રીમાન અનિલભાઈ તરફથી શુટિંગ કેમ્પેઇન પણ છે."
હિનાએ કટાક્ષ કરતાં કહ્યું, "અચ્છા, તો આધુનિક જમાનામાં આજ છે સફળતાના રહસ્યો ?"
હેમાએ કહ્યું, "એ તો આવનાર સમય સમજાવશે કે દિવસના અજવાળાની ચકાચોંધમાં બેફામ થઈને જીવીએ, તો રાત્રીના ભયંકર અંધકારના પરિણામ કેવાં હોય છે ?"