ઇનામ
ઇનામ


સોળ શણગાર સજાવ્યા છે, મને આજે કેટલા બધા માનપાન મળી રહ્યાં છે, વ્યસ્ત જિંદગીમાંથી સમય કાઢીને બધા મને મળવા આવ્યા છે. જિંદગીમાં થોડી ક્ષણો સ્નેહની ઈચ્છી હતી, પરંતુ એકાંતમાં હીબકાં ભરતી રહી. તો કેમ આજે બધાની મારી માટે લાગણી છલકાઈ રહી છે?" મીના મનોમન
વિચારી રહી. ત્યાં જ એને અવાજ
આવ્યો...
"હાશ, આજે સઘળા સાંસારિક બંધન છૂટ્યાં, મારી વિદાય થાય છે. હવે ઋણાનુબંધન પૂરાં થયાં. બધા માટે એક પળમાં પરાઈ થઈ ગઈ, હવે તો બધા ઉતાવળ કરે છે."
"હા, તો હોય જ ને? આ દુનિયાની પ્રથા
છે. મરણોત્તર ઈનામ એનાયત કરવાની."નામીમાંથી બનેલી નનામી બોલી ઊઠી.