ધોકો
ધોકો

1 min

335
યોગીએ રિંકુને હેતથી કહ્યું, "તારી માટે ફટાકડા સાચવી રાખ્યા છે. આજે બધા વેચાઈ જશે. ચાલ હવે, ફટાફટ ફટાકડાની ડીલેવરીનું પેકિંગ કર એટલે આપણે રંગોળીના રંગ વેંચવા જઈએ."
નાનકડી રિંકુએ યોગીને કહ્યું, "ભાઈ, દિવાળી અને નવા વર્ષની વચ્ચે ધોકો કેમ આવે ?"
દિવાળીના રંગોળીના રંગોનો ભરેલો ટોપલો લઈને નિરાશ માતાને જોઈને યોગીએ વિચાર્યું.
'ધોકો આ નસીબને કહેવાતો હશે ?'