Mariyam Dhupli

Tragedy

3  

Mariyam Dhupli

Tragedy

સુરક્ષા

સુરક્ષા

1 min
527


પોતાના એકનાએક બાળકની સુરક્ષા માટે માતાપિતાએ શું શું ન કર્યું ? શહેરની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં, સર્વશ્રેષ્ઠ તબીબ દ્વારા બાળકની ડિલિવરી, નિયમિત ટીકા, ઇન્જેક્શન. શરીર અને ચામડીને અનુકૂળ યોગ્ય પસંદગીયુક્ત કાપડમાંથી તૈયાર થતાંજ વસ્ત્રો. પોષ્ટીક અને ગુણવત્તાયુક્ત આહાર. સ્કૂલબસની જગ્યાએ જાતેજ શાળામાં લેવા મુકવા જવું. બાઈકનું લાઇસેંસ હાથમાં આવતાજ સૌથી મજબૂત હેલ્મેટની જોગવાઈ. બાળકના ભવિષ્યને આર્થિક સંકટથી બચાવવા ઉચ્ચ, કિંમતી જીવનવીમો. ઘરની દીવાલોને ફરતે ચોવીસ કલાક સીસી ટીવી કેમેરા. સુરક્ષાના આ તમામ ડગલાં ભરવા છતાં તેઓએ પોતાના એકના એક બાળકને ગુમાવી દીધું. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પરિણામ સ્વરૂપ ઉદ્દભવેલ ભૂકંપમાં અકાળે જ એનું મૃત્યુ થયું. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy