સ્ત્રીનું આત્મ સમર્પણ
સ્ત્રીનું આત્મ સમર્પણ


એકબીજા માટે અનોખો પ્રેમ બે બહેનોનો હતો. મોટી દિકરી નાનપણથી જ દેખાવમાં શ્યામ હતી એટલે એનું નામ શ્યામલી પડી ગયું. શ્યામલીના નાતમાં લગ્ન થયાં પણ એનાં પિતાએ કરિયાવરમાં છોકરાંવાળાની માંગણીઓ પૂરી ના કરી શકતાં એનાં લગ્ન પછી છૂટાછેડા થઈ ગયા. શ્યામલી પોતાના રંગ અને છૂટાછેડાથી લઘુતાગ્રંથિ અનુભવતી હતી.
નાની બહેન દેખાવે ખુબ સુંદર હોય છે એનું નામ રૂપલ હોય છે. બન્ને બહેનોનું આત્મીય જોડાણ અદભુત હતું. રૂપલ કોલેજમાં ભણતી હતી. ધૂળેટીનો દિવસ હતો સોસાયટીમાં બધાં રંગોથી રમતાં હતાં. રૂપલ પણ હતી.
એટલામાં એક બાઈક નંબર પ્લેટ વગરનું આવ્યું એની પર બે યુવાનો બેઠાં હતાં. બન્નેના મોં પર કાળો રંગ લાગ્યો હતો એટલે ઓળખાય જ નહીં. એક યુવાને ખિસ્સામાંથી એક બોટલ કાઢીને રૂપલના મોં પર ફેંકવા હાથ ઉંચો કર્યો અને આ જોઈને શ્યામલીએ રૂપલને ધક્કો માર્યો અને દૂર કરી પણ શ્યામલી ના બચી શકી એસિડ નાં હુમલામાં.