Bindya Jani

Drama Thriller

5.0  

Bindya Jani

Drama Thriller

સરપ્રાઇઝ

સરપ્રાઇઝ

3 mins
762


           

  આજે અમરની નોકરીનો છેલ્લો દિવસ. આજ થી તે રિટાયર થવાનો હતો એટલે તે નિરાંતે ઊઠયો.

આશા ને નવાઈ લાગી, કે આજે અમર શાંતિ થી કેમ કાર્ય કરે છે. ડાઈનીંગ ટેબલ પર બે ચા ના કપ સાથે બિસ્કિટ અને પૌંઆ-બટેટા નો નાસ્તો તૈયાર કરી આશાએ અમરને બૂમ પાડી.


      અમર શાંતિથી આવ્યો. રોજની જેમ ઉતાવળ નહિં. અમરે આશાનો હાથ પકડતા કહ્યું, "આશાજી, આજ મારી નોકરીનો છેલ્લો દિવસ. કાલથી હું માત્ર તમારી સેવામાં જ હોઈશ. તમારી વર્ષોની ફરિયાદ, 'તમે મને સમય નથી આપતા' તેને દૂર કરી દઈશ. પછી જોજો હોં ! તમે મારાથી કંટાળી તો નહિં જાઓ ને? આમેય હવે કામ પણ શું રહેશે. તમે કહેશો ત્યાં ફરશું. હવે હું પહેલાનો અમર બની જઈશ. તમારો હાથ મારા હાથમાં લઈ ને બગીચામાં, સિનેમામાં, હોટલોમાં ફરતો રહીશ. પછી તો તમે ખુશ રહેશો ને !"


     આશા તેના શબ્દો સાંભળી ને ખુશ પણ થઈ ગઈ ને શરમાઈ પણ ગઈ, તેણે હાથ છોડાવતાં કહ્યું શું તમે પણ આ ઉંમરે...........

     અમર પણ તેના ગાલ પર ટપલી મારી ને જતો રહ્યો.


      અમર-આશા ના પ્રસન્ન દાંપત્ય જીવનની આ ઝલક હતી. તેમનો એકનો એક દિકરો વિદેશમાં જ પરણીને સ્થાઈ થઇ ગયો હતો. અહીં અમર-આશા પોતાનું સ:રસ જીવન જીવતા હતા.   


     અમર ઓફિસે ગયો, આજે બધાને મળ્યો અને સારા કર્મચારીની છાપ લઈને નીકળ્યો.

      ઓફિસેથી નીકળીને તે રેલ્વે-સ્ટેશન ગયો અને ત્રણ મહિના પછીની હરદ્વારની ટિકિટ બુક કરાવી. ને ખુશ થતો થતો ઘરે ગયો. તે આશાના જન્મદિવસે સરપ્રાઈઝ ગિફટ આપવા ઈચ્છતો હતો. ઘણાં સમયથી આશા તેમને હરદ્વાર જવાનું કહ્યા કરતી, પણ તે તેની ઈચ્છાને પૂરી કરી શક્યો ન હતો.

       તે ઘરે પહોંચ્યો, પણ હરદ્વાર જવાની વાત ને તેણે આશાથી છુપાવી રાખી.

        હવે અમર-આશા પોતાની રિટાયર લાઈફ માણતા હતા. રોજ સવારે બંને વોકમાં જતાં, મંદિરે જતાં અને એકમેકના સાથમાં સ:રસ સમય વિતાવતા અને પ્રસન્ન દાંપત્ય જીવનની હળવી ક્ષણો માણતા. બંનેને વાંચનનો શોખ હતો, એટલે અમર લાયબ્રેરીમાંથી સારી-સારી ચોપડીઓ લઈ આવે. કવિતા અને વાર્તા બંનેના શોખના વિષય હતા. તેઓ બંને વાંચેલી વાર્તા કે કવિતા વિશે ચર્ચા કરતા રહેતા.


        તેમના લાડકવાયા અરુણ જોડે પણ તેમની વાતચીત થતી રહેતી. અરુણ પણ મમ્મી-પપ્પા ને તેમની પાસે આવી જવા વિનવતો રહેતો પણ અમર-આશા ને વિદેશ જવું ન હતું.


        ધીરે-ધીરે દિવસો પસાર થતાં ગયા હરદ્વાર જવાની તારીખ નજીક આવતી ગઈ. અમર ને ઈચ્છા થતી કે આશા ને જાણ કરી દઉં ! તો પછી સરપ્રાઈઝની મજા શું ! એમ વિચારી વાત ન કરતો.

         આમેય હવે આશાના જન્મદિવસ ને પાંચ દિવસ જ બાકી હતા.


         જન્મદિવસની સવારે રાબેતા મુજબ બંને મંદિરે ગયા. અમરે વિચાર્યુ કે, તેને હું મંદિરમાં જ ગિફટ આપીશ, એવા વિચાર સાથે હરદ્વારની બે ટિકિટ તેના ખિસ્સામાં મુકેલી. પણ મંદિરમાં બેઠા હતા ત્યાં જ અરુણનો ફોન આવ્યો. તેના સાથે બંને જણ વાત કરતા-કરતા મંદિરની બહાર નીકળી ગયા. ટિકિટ તેના ખિસ્સામાં જ રહી ગઈ. અચાનક તેનો હાથ ખિસ્સામાં જતાં તેને ટિકિટ યાદ આવી ગઈ. તેણે આશા ને કહ્યું કે આશા, આજ તને હું તારા જન્મદિવસની એક સરપ્રાઈઝ ગિફટ આપવાનો છું. પણ હવે ઘરે જઈને. આપણે ઘરે પહોંચીએ ત્યાં સુધી તું કલ્પના કર કે સરપ્રાઈઝ શું હશે !

         આશા તેને પૂછતી રહી પણ તેણે જાણ ન કરી.

         ને અચાનક જ પાછળથી સ્કૂટર સાથે ખટારાની ટક્કર થઈ અને આશા નીચે પછડાઈ, બ્રેઈન હેમરેજ થઈ ગયું અને તેનું પ્રાણપંખેરું ત્યાં જ ઊડી ગયું.

          બિચારો અમર આશાની લાશ સાથે ઘરમાં પ્રવેશ્યો અને તેની લાશ પર હરદ્વારની ટિકિટના ટુકડા કરીને ચોધાર આંસુ એ રડી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama