સરોગસી ભાગ ૮+++++++++++
સરોગસી ભાગ ૮+++++++++++
(અંજલી પોતાના કાળજાનાં કટકાને રીયા અને અજીતને સોંપી દુર ચાલી જાય છે. હવે આગળ વાંચો)
25 વરસ પછીની ઘટના
સમય જતા ક્યાં વાર લાગે છે. આંખનાં પલકારામાં પચીસ વરસ પુરા થયા. પાર્થ હવે પચીસનો બાકો જવાન, હેન્ડસમ અને સોહામણો લાગતો હતો. તેણે કમ્પ્યુટર એન્જિનિયરમાં માસ્ટરી કરી બેંગલોરમાં જોબ કરતો હતો. રીયા અને અજીત મુંબઈમાં જ હતા. પાર્થ જે બિલ્ડિંગમાં રહેતો હતો ત્યાં એકવાર એક આધેડ ઉંમરનાં બેન સાથે પાર્થ ટકરાઈ છે. પણ ખુબજ નમ્રતાથી પાર્થ એ બેનની માફી માંગે છે અને તેનો સામાન લઇને તેના ઘરે મુકવા જાય છે. એ બેન પાર્થનાં સામેનાં ઘરમાં જ રહેતા હતા.
હવે રોજનો સીલસીલો થયો બંનેની મુલાકાત થતી. સવારમાં પણ પાર્થ વૉક કરતો હોય અને તે બેન પણ ગાર્ડનમાં જ હોય. જાણે અજાણી શકિત બંનેને મળાવે છે.પાર્થનાં મનમાં પણ એ બેન પ્રત્યે અજાણી લાગણી જન્મે છે. એકવાર બંને વાતો કરે છે અને એકબીજાનાં નામ પુછે છે. એ બેન બીજા કોઈ નહી પણ અંજલી હતી. પણ એ જાણતી નથી કે પોતાની સામે પોતાનો કાળજાનો કટકો છે. હવે અંજલી કોઈ પણ જમવાની વસ્તુ બનાવે તો પાર્થને આપવા જાય આમ બંને વાતચીત કરવા લાગ્યા.
પાર્થ બેંગ્લોર માં એક આઈ. ટી કંપનીમાં નોકરી કરે છે. ત્યાં તેની સાથે માયરા પણ કામ કરે છે. પાર્થને પહેલેથી જ માયરા ગમે છે. પણ "હાય હેલ્લો" સિવાય વાત આગળ વધી નથી. એકવાર ધોધમાર વરસાદ ચાલુ હોય છે ઓફિસ છુટે છે. માયરા પોતાની એકટીવાને કિક મારે છે પણ ચાલુ થતી નથી આ બાજુ પાર્થ પોતાની કાર લઈને નીકળે છે. થોડી જીજક સાથે તે માયરાને કહે છે કે "આપને પ્રોબ્લેમ ન હોય તો ઘરે છોડી દઉં" માયરા શરમાતા કશુ બોલ્યા વિના જ કારમાં બેસી જાય છે. કારમાં ગીત વાગે છે. "પ્યાર હુઆ એકરાર હુઆ ફિર કયુ ડરતા હે દિલ કહેતા હે દિલ રસ્તા મુશ્કેલ માલુમ નહી કહા મંજીલ" બંનેમાંથી કોઈ કશુંજ બોલતુ નથી ત્યાં જ માયરાનું ઘર આવે છે તે પાર્થને "થેંક્યું" કહે છે. અને ઘરમાં આવવા કહે છે પણ તે બીજીવાર આવીશ કહી નીકળી જાય છે. ઘરે જઈને પાર્થ માયરાનાં સપનામાં મશગુલ થઈ જાય છે.
(શું અંજલી પાર્થને ઓળખી જશે ? પાર્થ પોતાની લાગણી માયરાને જણાવશે ? તે જાણવા વાંચો સરોગસી ભાગ : 9)
ક્રમશ :

