Dina Vachharajani

Romance Inspirational

4  

Dina Vachharajani

Romance Inspirational

સરકતી ક્ષણો

સરકતી ક્ષણો

3 mins
23.1K


મહાબળેશ્વરની ફૂલગુલાબી ઠંડી માણતાં અનેક સહેલાણીઓ ત્યાંના તળાવમાં બોટીંગ કરી રહ્યાં હતાં. એક બોટમાંથી આવી રહેલો સૂરીલા ગીતોને ખડખડાટ હાસ્યનો અવાજ સૌનું ધ્યાન ખેંચતો હતો. કિનારે ઉભેલું નવયુવાન છોકરાં -છોકરીઓનું ટોળું એમને મુગ્ધતાથી જોઇ રહ્યું હતું. તે જ સાંજે સ્ટ્રોબેરી આઇસક્રીમ ખાવા ગયેલા એ ટોળાને ફરી પાછો એ જ ખડખડાટ હાસ્યનો અવાજ સંભળાયો. અરે આ તો પેલું જ બુઢ્ઢા અંકલોનું ગ્રુપ..કેવી મજા કરે છે..ને પેલા ખડખડાટ હસતા અંકલને તો પગમાં પણ ખોડ છે ! કેવી જીંદાદીલી...એમને એ અંકલ સાથે વાત કરવાનું મન થયું. નજીક જઈ ખુરસી પર ગોઠવાયાં ને એમને ગ્રીટ કરતાં વાત શરૂ કરી.

હસી-મજાકમાં દસ પંદર મિનીટ વીતી ગઇ. છૂટાં પડતાં પેલા યુવાન બોલ્યાં, 'તમારી સાથે વાત કરતાં સમય સમય ક્યાં સરકી ગયો ખબર જન પડી !'

પાછા ખડખડાટ હસતાં પેલા વૃધ્ધ બોલ્યાં, "સમય તો સરકશે જ...પણ એ સરકતાં સમયને શાન બક્ષવી તમારા હાથમાં છે..ઓલવેઝ રીમેમ્બર ધીઝ....યાદ રાખજો...'

મોડી રાત્રે છૂટા પડી બધા પોતપોતાના રુમમાં સૂવા ગયાં. પણ પેલાં પગે ખોડવાળા વૃધ્ધ જેમનું નામ સુયશ હતું એમની આંખમાં ઉંઘ નહોતી. મન જાણે કંઇક યાદમાં ખોવાઇ ગયું. નાનપણમાં પગે પોલીયો થતાં કાયમની અપંગતા આવી. ત્યાર પછી એમના મનમાં એક સંકોચ ઘર કરી ગયો હતો જે એમને ખુલ્લાં દિલે લોકોમાં હળતા-મળતાં રોકતો. સ્કૂલ -કોલેજમાં તો મિત્રો હતાં પણ પછી એમણેજ સંપર્ક ન રાખતાં એ એકલાં જેવા થઈ ગયાં હતાં.

ત્યાં એમના જીવનમાં સ્નેહા આવી, સાવ અચાનક.. એકવાર જોબ પરથી લંચ ટાઇમમાં હોટલમાં જમવા ગયાં, ત્યાં બાજુની ઓફિસમાંથી પણ થોડી છોકરીઓ આવી હતી. તેમાંની એક સુંદર છોકરી પર એમની નજર ગઇ જે ખૂબ ઓછું બોલતી હતી. ધ્યાનથી જોતાં સમજાયું કે બોલતાં એની જીભ અચકાય છે. એમણે જોયું કે પેલી છોકરીએ પણ એમની નોંધ લીધી છે. પછી તો આ મુલાકાત વારંવારની થઇ ગઇ. પહેલાં મિત્રતાને પછી પ્રેમ થતાં બંને પરણી ગયાં. સુયશના ખોડંગાતા પગને સ્નેહાના ખભાનો સહારોને સ્નેહાની અચકાતી વાચાને સુયશનાં શબ્દો મળી ગયાં. સમય ખુશહાલ સરકતો ગયો..પચીસ વર્ષ વીતી ગયાં....

હમણાં થોડા દિવસથી સ્નેહાને ઠીક નહોતું રહેતું. પેટમાં ધીમો દુખાવો હતો. ડોક્ટરે સંપૂર્ણ ચેકઅપની સલાહ આપી. એ રીપોર્ટ આવતાં બંનેની દુનિયા હલી ગઇ. સ્નેહાને પેટનું કેન્સર હતું. એની જીંદગીને એક-દોઢ વર્ષનો સમયજ આપવામાં આવ્યો હતો. શરુઆતમા તો બંને એકમેકને સધિયારો આપતાં મક્કમ રહ્યાં. પણ આજે દરિયા કીનારે ઢળતા સૂરજના આછા ભૂખરા પ્રકાશમાં, સ્નેહાના ખોળામાં માથું મૂકી સુયશ ધ્રૂસકે-ધૂસકે રડી પડ્યો "સ્નેહા..મને છોડીને ન જા. હું સાવ એકલો થઇ જઇશ. મારી ખોડંગાતા પગને હવે કોણ સહારો આપશે" એ ઘડી એ જ સ્નેહા એ કંઈક વિચારી લીધું.

બે દિવસ પછી સ્નેહા એ સુયશ ને કહ્યું "સુયશ ! મને લાગે છે હું તને અધૂરો જ પામી છું. તારું બાળપણ તો મારાથી અજાણ્યુંજ રહી ગયું છે. તું તારા સ્કૂલ-શેરી-કોલેજનાં મિત્રોથી મને મેળવીશ ? એમની વાતો દ્વારા મારે તારા એ ખોવાયેલા અંશને પામવો છે. ના પાડવાનું તો સુયશનું ગજું જ નહોતુ. ફેસબુક -વોટ્સએપથી ધણાં જૂના મિત્રોનો સંપર્ક કરી એક દિવસ બધાને ઘરે બોલાવ્યા. ને અરસા પછી મળેલા મિત્રો 'આપણ તે દહાડાના જૂજવા, તુને સાંભરે રે ? ફરીને મળિયા આજ,મુને કેમ વિસરે રે ?'

કરતાં જે પ્રેમથી મળ્યાં કે સ્નેહાની, સુયશ માટેની અડધી ચિંતા ઓછી થઇ ગઇ. પછી તો આ મળવા નો ક્રમ વધતો ગયો. સુયશને પણ સમજાયું કે મૈત્રી દુખના ભાગાકાર કરે છે.

આ મિત્રોના સાથે સરકતી ક્ષણોની રેતીમાંથી સુખના મોતી શોધવાનું શીખવી દીધું. એમણે એકમેકના સાથમાં એકમેકની એકલતા ઓગાળી જીંદગીને કલકલ નાદે વહેતા શીખવી દીધું.

સ્નેહા તો રેતીની જેમ સરી ગઇ પણ સુયશ માટે મૈત્રીનો હૂંફાળો હાથ આપતી ગઇ.


Rate this content
Log in

Similar gujarati story from Romance