સાબિતી
સાબિતી
'પ્રિયા , તું જતાં -જતાં કહીને ગઈ હતી કે તું સદાય મારી આસપાસ જ રહીશ ! ભલે શરીર રૂપે તું નહીં હોય પણ તારો આત્મા તો હરહંમેશ મારી સાથે રહેશે ! ....ક્યાં છો તું પ્રિયા ? દૂર-દૂર સુધી ક્યાંય મને તારો આભાસ નથી મળતો. હું સાવ એકલો પડી ગયો છું. તું તારા હોવાની સાબિતી દે ! નહીં તો મને તારી પાસે બોલાવી લે ....પ્રિયા માય લવ.....'
મનમાં ચાલતાં આ વિચારોની જેમ જ અંશની ગાડી પૂરપાટ દોડી રહી હતી ત્યાંજ .......બોલથી રમી રહેલી એક નાની બાળકી દોડી એની ગાડીના પૈડાં પાસે પહોંચી....બ્રેક મારવામાં એ મોડો જ હતો છતાં એનો પગ ઉંચકાઈ-બ્રેક પર પડે એ પહ
ેલાં જ કોઈ અદ્રશ્ય હાથે, એ બાળકીને રસ્તા પરથી જાણે ઉંચકી લીધી હોય તેમ એ પાછળ ખેંચાઈ....ચીં...ઈ..ર્....અવાજ સાથે ગાડી અટકી .
અરે ! આ તો ચમત્કાર જ થયો, નહીં તો આ બાળકી હમણાં જ પૈડાં નીચે કચડાઈ જાત ! જાણે કોઈક અદ્રશ્ય પરીએ એને ખેંચી જ લીધી ! કોના નસીબથી આવું થયું.........? એવા લોકોના જાતજાતના ઉદગાર વચ્ચે અંશની બાવરી નજર પ્રિયાના ત્યાં હોવાની સાબિતી શોધી રહી હતી.
સુગંધી હવાના એક ઝોંકા સાથે એના મનમાં જાણે વણબોલ્યા શબ્દો પડઘાયાં " મારા અંશને હું હત્યારો થોડો જ થવા દઉં...!"
અને અંશને પ્રિયાના હોવાની સાબિતી મળી ગઈ.