સરહદની કહાની
સરહદની કહાની
સ્ટેજ પરનું પર્ફોમન્સ પુરૂ થયું અને તાળીઓનો ગડગડાટ થયો. સલીલ ખુબ સારો સીંગર હતો. પોતાનાં ગીતોથી લોકોને મોજ કરાવી દેતો. સલીલ રોજ રાત્રે પોતાનો મોબાઈલ લઈ પ્રસંશકોને જવાબ આપતો. સલીલનાં ફોલોઅર્સ ઘણા હતાં. ભારતની બહાર પણ લોકો તેના ગીત અને સુરીલા કંઠને પસંદ કરતાં હતાં. અવાજની સાથે સાથે સલીલ ખુબ જ હેન્ડસમ પણ હતો. ઊંચો, ગોરો અને છોકરીઓનાં દિલની ધડકન હતો.
એક દિવસ સલીલને એક અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી, નામ હતું સરગમ, બસ રોજ સલીલ અને સરગમની વાતચીત થતી. સરગમ હવે સલીલ માટે વ્યસન બની ગઈ હતી. તેની સાથે સલીલ જયાં સુધી વાત ન કરે તેને ચેન પડતું નહી.
આમને આમ વાતચીતનો દોર ચાલુ રહ્યો અને એક વર્ષ પસાર થઈ ગયું...... કયારેય બંનેએ પોતાની પર્સનલ વાત શેર કરી નહી. પણ આજ સલીલે સરગમને કહ્યું,
"જાનેમન બસ હવે આ વિરહ નથી જીરવાતો, આપણે હવે મળવું જોઈએ "
અને સલીલને જાણ થાય છે કે સરગમ તો પાકિસ્તાનની મુસ્લિમ છે. ઓહહ ! માનીએ કે પ્રેમને કોઈ સીમાડા નથી નડતા પણ સલીલનો પરિવાર રૂઢિચુસ્ત વૈષ્ણવ પરિવાર હતો. તે કોઈ કાળે પાકિસ્તાની છોકરી અને તેમા પણ મુસ્લિમ છોકરીને સ્વિકારે નહી.
ફરી એકવાર.......... પ્રેમ એક વાડામાં બંધાઈને રહી ગયો....... સરહદ પારનો પ્રેમ અધૂરી કહાની બની ગયો.

