સપ્તપદી સાત જન્મોની
સપ્તપદી સાત જન્મોની


સાંભળીને નવાઈ લાગીને તને ?
મને પણ લાગી હતી જયારે મે આના વિશે વિચાર કર્યો. પણ તું છે કે મારી વાત સાંભળતો જ નથી અને આજકાલ તો તું મને મળતો પણ નથી.
મને તારી સાથે જીવવી છે આ સપ્તપદી સાત જન્મોની. મને આ જન્મ જ નહીં પણ સાત જન્મો સુધી તું જોઈએ છે. ભવોભવની પ્રિત તારી સાથે મારું નસીબ તું છે અને મારા હાથની મહેંદી, મારી માંગનું સિંદૂર અને તારા હોવાનો અહેસાસ બસ હું આમાં જ ખૂશ છું, વધુ કંઈ જ નથી જોઈતું. 'તું છે જોડે'ની અનુભૂતિ પણ કરવી છે, મને તારી સાથે જીવવું છે, આપણે અગ્નિની સાક્ષીએ ફેરા ફરેલા છે એ ચરિતાર્થ કરવા છે અને કોઈપણ જાતની અભિવ્યક્તિ વગર મને તને સમજી જવો છે. એઈ તું સાંભળે છે ને ? તો જવાબ કેમ નથી આપતો ? બોલને..ઓઈ કંઈક તો બોલ..તારી આ ચુપ્પી નહીં જીરવી શકાય..પ્લીઝ કંઈક તો બોલ..અને અચાનક..
અચાનક જ સહા ઉંઘમાંથી જાગી જાય છે અને સામે જ મૃતક પતિનો ફોટો શૂન્યમનસ્ક થઈ જોઈ રહે છે.