"Komal" Deriya

Romance

4  

"Komal" Deriya

Romance

સફર પ્રેમની- ૬

સફર પ્રેમની- ૬

3 mins
179


આરતી જો આજે ભૂમિ મને મળે તો હું એને એકજ પ્રશ્ન કરીશ કે મારો પ્રેમ નહતી જાણતી પણ દોસ્તી તો જનમજનમ નિભાવવાની વાત થઇ હતી ને!  દોસ્તીના કરાર ના હોય પણ ફરજો તો હોય.  પણ મને ય ખબર છે અને તું પણ જાણે છે કે જે આટલા વર્ષોથી નથી મળી એ હવે શું મળશે અને મારા પ્રશ્નોના શું જવાબ આપશે.  સાગર વાત અધુરી મૂકીને ત્યાંથી જતો રહ્યો. જતી વેળાએ એની આંખોમાં આંસું હતાં અને આરતી અને હેમંત પણ રડી પડ્યાં હતાં. 

આ દિવસ પછી સાગરની હિંમત તૂટવા લાગી. એ આરતીને મળ્યો એ પછી એને થયું કે એ ફક્ત મારાથી જ નહીં પણ ભૂમિ બધાથી દૂર જતી રહી છે એટલે એને શોધવી હવે અશક્ય છે. મનથી ભાંગી પડ્યો પણ તો ય એને થયું શોધવાનું મુકીશ તો નહીં જ. 

સાગર અને ભૂમિ પહેલીવાર મળ્યા અને છૂટા પડ્યા ત્યાં સુધીમાં એકપણ ક્ષણ એવી નહતી કે હું એને જોયા વગર જવા દેતો અને એ દિવસ પછીની એકપણ ક્ષણ એવી નથી જેમા સાગરે એને યાદ ના કરી હોય. 

જેમ સુરજને ઉગવાનું યાદ હોય 

જેમ ચાંદને કળા કરવાનું યાદ હોય 

જેમ તારાને ચમકવાનું યાદ હોય 

જેમ ફૂલને ખિલવાનુ યાદ હોય 

જેમ પાણીને વહેવાનું યાદ હોય 

જેમ મોરલાંને ગાવાનું યાદ હોય

જેમ વાદળને વરસવાનુ યાદ હોય 

જેમ બાળકને રમવાનું યાદ હોય

જેમ રાતને સપના જોવાનું યાદ હોય 

જેમ હદયને ધબકવાનું યાદ હોય 

જેમ પિય્રતમને પ્રિયેસી યાદ હોય 

એમ સાગરને ભૂમિ યાદ હોય... 

મનની બધી વ્યાથા તો કોઈને કહી શકે નહીં. અવારનવાર વિચાર આવ્યા કરે કે એને કંઈક થઈ તો નહીં ગયું હોય?? પછી જાતે જ જવાબ આપે કે એ જ્યાં ત્યાં ખુશ જ હશે! 

સાગર ધીમે ધીમે ભૂમીને ભુલવાની જગ્યાએ વધારે જ યાદ કરતો જતો હતો. આરતીને મળ્યા પછી તો એનું વર્તન પણ બદલાવવા લાગ્યું હતું. એ હસમુખો ચહેરો મુરજાઈ ગયો હતો અને બધાની સાથે રહેનારો સાગર એકાંત શોધતો નજરે પડતો. ગુસ્સો અને ચિડયાપણું વધવા લાગ્યાં. ઓછુ બોલવું એ તો એના સ્વભાવથી તદ્દન જુદુ જ હતું. જ્યારે કોલેજમાં હતાં ત્યારથી લઈને આજ સુધી બસ એને એક જ વ્યક્તિની ફિકર રહી છે અને આ ગુંચળામાં એ પરીવાર અને મિત્રોને પણ નકારી રહ્યો હતો કેટલાય પ્રયત્ન કરવા છતાં એ આ બધામાં જકડાયેલો જ રહ્યો. 

અને એક દિવસ વહેલી સવારે સાગર ચા પીવા બેઠો હતો. બહાર વરસાદ વરસી રહ્યો હતો. સાત વાગ્યા હતાં પણ વાદળાઓને કારણે ઘરમાં અંધારા જેવું હતું. એકદમ શાંત વાતાવરણમાં પાણીના ટીપાઓનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. વચ્ચે વચ્ચે પાગલ બનેલા પ્રેમીની જેમ ગડગડાટ થયા કરતો હતો. ત્યાં જ સાગરના ફોનની રીંગ વાગી. આટલી સવારે કોનો ફોન હશે એમ વિચારી એ ચા નો કપ મૂકી ફોન પાસે ગયો. કોઈ અજાણ્યા નંબર પરથી ફોન હતો. સામેથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો," હમણાં ને હમણાંજ તમે ધર્મરાજ હોસ્પિટલ પહોંચો અહીં તમારી ખુબ જરૂર છે... "

એક જ શ્વાસે એ બોલીને જતાં રહ્યાં, અવાજ પરથી એકદમ હાંફી ગયા હોય અને ખુબ ઉતાવળમાં હોય એવું સ્પષ્ટ જણાતું હતું. આ બે ઘડી નો વાર્તાલાપ વંટોળની જેમ આવ્યો અને શું અસ્તવ્યસ્ત કરીને ગયો હવે એ જોવાનું રહ્યું. સાગર તરતજ ઘેરથી હોસ્પિટલમાં પહોંચી ગયો. ત્યાં કોઈને પુછે કે મને કોણે બોલાવ્યો હતો એ પહેલાં તો એની નજર એક ખૂણામાં પડી અને અટકી ગઈ, ફક્ત નજર જ નહીં તેના શ્વાસની આવનજાવન, હૃદયની ધકધક, વિચારોની હારમાળા બધુંજ... 

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance