Amrut Patel 'svyambhu'

Crime Inspirational Thriller

4  

Amrut Patel 'svyambhu'

Crime Inspirational Thriller

"સફેદ લૂંટેરે" ભાગ-૨.

"સફેદ લૂંટેરે" ભાગ-૨.

5 mins
395


અજયે કોની મદદથી સફેદ લૂંટેરેનો પર્દાફાશ કર્યો.... વાંચો -  "સફેદ લૂંટેરે" ભાગ-૨.

ડીસીપી ચેતન રાવ. બહુ થોડા સમયમાં  પોલીસ બેડાંમાં આ નામ ઊભરી આવ્યું છે.

       સતત ભાગદોડ પછી આજે તેને હળવાશનો સમય મળ્યો હોય તેમ આરામથી ગોલ્ડફ્લેકનો કસ ખેંચી રહયો છે. હવામાં ઉડતા ગોટામાં એક ચહેરો તરવરી ઊઠ્યો… તે સાથે જ- 

        'અરે યાર લે મારને એક કસ ચેતન તરફ સિગારેટ ધરતા આસિફ બોલ્યો.

          'ના યાર, મને આ ના ફાવે, મને ઉધરસ ચઢી જાય છે.' 

            'અરે યાર, ધીમેથી કસ માર… જો આ રીતે' બીરેન સિગારેટ આંચકી લેતા બોલ્યો. અને તે ધીમે ધીમે હવામાં ધુમાડાનાં ગોળ ગોળ આકાર બનાવી રહયો. 

          બસ આ જ રીતે રોજ સવારે સાંજે એકપછી એક ભાઈબંધ તરફથી ઓફર આવતી રહેતી અને ક્યારે તે આ સિગારેટની લતે ચઢી ગયો તેની તેને ખુદને જ ખબર ન રહી. 

      આ દરમિયાનમાં અજય તેને ઘણીવાર સમજાવતો હતો કે 'આ આપણું કામ નહિ, આપણે અહી ભણવા માટે આવ્યા છીએ. આ માટે નહિ.' બધા મિત્રો અજયની આ વાતે તેની હસી ઉડાવતા પણ અજય તે તરફ ધ્યાન આપ્યા વિના ચેતનને આ બુરી આદતોથી દૂર કરવા પ્રયત્ન કરતો રહેતો પણ-

          ચેતન વિચારી રહ્યો છે: ' જો અજય તેની સાથે ન હોત તો આજે તે પણ તેના અન્ય મિત્રોની જેમ ક્યાંક ભટકી ગયો હોત. અને કોઈ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવનમાં ગોઠવાઈ ગયો હોત. પણ અજયના સહારે અને સોબતથી તે બીજી બધી બદીથી દૂર રહી સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરી શક્યો અને આજે એક મુકામ સુધી પહોંચવામાં સફળ થયો.

          કોલેજ પુરી થઈ. અજય ઘરની પરિસ્થિતિને વશ થઈને શહેરમાં ખાનગી કંપનીમાં ગોઠવાયો જ્યારે ચેતન દિલ્હી જઈ વધુ અભ્યાસમાં સફળતા મેળવી આઇપીએસ અધિકારી તરીકે પહેલેથી નક્કી કરવામાં આવ્યું હતું તે લક્ષ પાર કર્યું.

           ચેતને અજયની એક વાતને તેના જીવનમાં ફિટ કરી દીધી હતી. આજે પણ તેને એ પ્રસંગ અદ્દલ યાદ છે.

            એક સવારે બંને મિત્રો બીરેનની મોટરસાયકલ લઈને શહેરમાં પુસ્તકો ખરીદી કરવા જઈ રહ્યા હતા. હોસ્ટેલથી માંડ ચાર- પાંચ માઈલ દૂર સુધી પહોંચે ત્યાં પાછલું વ્હીલ ડગતું જણાયું, જોયું તો હવા ઓછી. 

નસીબજોગે બસો મીટરે પેટ્રોલપંપ પાસે પંચરવાળો મળી ગયો. ટ્યુબ કાઢી ફુલ હવા ભરી પાણીમાં ચેક કરી જ્યાં લીક જણાતું ત્યાં પીળા રંગના ચોકથી રાઉન્ડ કરતો રહ્યો. ત્રણ રાઉન્ડ પુરા કરી વાલ ચેક કરતા બોલ્યો;' ત્રણ પંચર અને વાલ ખરાબ થઈ ગયો છે.' 

         ' શું…?' 

' હવે શું?' ભાવ સાથે બંને એક્બીજા સામે જોઈ રહ્યા.

        ' શું કરું પંચર બનાવું કે પછી નવી ટ્યુબ જ નાખી દઉં?' પંચરવાળો બંને સામે જોઈ બોલ્યો.

         બંને એક્બીજા નાં પોકેટ પર હાથ ફેરવતા ફેરવતા ચેતન બોલ્યો,' નવી ટ્યુબનું શું છે?'

           ' પંચોતેર રૂપિયા'.

           ' અને પંચરનાં…?'

          ' એક પંચરનાં દશ રૂપિયા અને વાલ પાસેનું પંચરના પંદર રૂપિયા બધા મળીને પિસ્તાળીસ રૂપિયા.'

        અજયે મનોમન ગણતરી કરી કહ્યું;' ભાઈ, પંચર જ બનાવી દો.' ચેતને પણ હા ભણી. પુસ્તકની ખરીદી કરી હોસ્ટેલ આવ્યા. સાંજે હોસ્ટેલ કેંટીનમાં પાછી પેલી પંચર વાળી વાત નીકળતા બધા એક સાથે બોલી ઊઠ્યા; ' ક્યાં પેલા પેટ્રોલપંપ વાળા અન્ના પાસે ગયા હતા?!'

            ત્યારે ચેતનને અજયની વાત સાચી લાગી. અજય જ્યારે ગામથી શહેર આવવા નીકળ્યો હતો ત્યારે તેના પિતાએ આવી નાનીનાની પણ ખુબ મોટી વાતે તેને શહેરની છેતરપીંડીથી વાકેફ કર્યો હતો ત્યારે તેણે પિતાની વાતને હળવાશથી લીધી હતી તે પછી અનુભવે તે આનો રસ્તો શોધી રહ્યો હતો. 

         એકવાર તેણે ચેતનને કહ્યુ હતુ કે, 'ચેતન ગામ કરતા શહેરમાં છેતરીંડીના કિસ્સા વધી રહ્યા છે.' અને ત્યારે જ બંનેએ નક્કી કર્યું હતું-

       ચેતન અજય વિશે વિચારી જ રહયો હતો ત્યાં જ ચેતનના સેલફોન પર અજયનો કોલ આવ્યો. કોલ રિસિવ કરતા ચેતન બોલ્યો;' અરે સો વર્ષનો થઈશ... જો તારા વિચારમાં હતો અને તારો ફોન આવ્યો.'

         ' હા દોસ્ત, આને ટેલીપથી કહેવાય!

        ' બોલ… બોલ… કેવું ચાલી રહ્યું છે.'

        ' બસ જલસા છે. પણ આજે ફરીથી એકવાર કોલેજ દરમિયાનના પેલા પંચરવાળા  કિસ્સામાં ફસાયો એટલે તારી યાદ આવી ગઈ.'

         ' એટલે…?!'

         અજય એ માડીને વાત કરી ત્યાં જ-

         ' અરે યાર, કેવો જોગાનુજોગ બન્યો છે. આ ષડયંત્ર માટે મારી ટીમ સાથે મેં આખો એક્શનપ્લાન તૈયાર કરી દીધો છે. અને અત્યારે તારી સાથે પાછી એજ ઘટના બની.' 

      ચેતન કામમાં વ્યસ્ત હોવા છતાં જ્યારે પણ તે એકલો પડતો ત્યારે અજયની કહેલી વાત તેને યાદ આવી જતી. અને તેણે અજય સાથે કોલેજમાં કરેલ સંકલ્પને પૂરો કરવા માટેની યોજનાના ભાગરૂપે તેની તાબા હેઠળનાં તમામ પોલીસ મથકમાં સૂચના આપી હતી કે, આવતી કાલે એક સ્પેશિયલ ડ્રાઈવ કરી શહેરમાં ચાલી રહેલી છેતરપીંડીનો પર્દાફાશ કરવાનો છે. અને બધી વિગતોનો એક્શન પ્લાન બાધા પીઆઈને  મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાં જ અજયનો કોલ મળ્યો.

        ' બસ દોસ્ત તું ચિંતા ના કર, આવતી કાલે મળીએ.' ચેતને વાત પૂરી કરી.

      આ તરફ અજય જે કામે જઈ રહ્યો હતો તે તરફ ગાડી હંકારતો રહયો ચેતન સાથેની વાત પછી બળબળતી બપોરે પણ તે ઠંડક અનુભવી રહ્યો હતો.

         બીજા દિવસે અજય તેની ઓફિસમાં બેઠો હતો. સામે ટેલિવિઝન પર બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા છે: 'ચેનન રાવ, ડીસીપી (શહેર) અને તેમની ટીમે સ્પેશિયલ ડ્રાઈવ કરી કેટલાય સમયથી શહેરમાં ચાલી રહેલી છેતરપીંડીનો પર્દાફાશ કર્યો છે અને સફેદ લૂંટેરેની ગેંગનો સૂત્રધાર મનાતા અને તેના સાગરીતોને ઝડપી પાડયા છે. આમ કરીને રાવ ડીસીપીએ ફરી એકવાર તેમની બહાદુરીનો પરચો આપ્યો છે…'

       અજય ટેલિવિઝન સામે જોઈ રહ્યો. ઓફિસ સ્ટાફ અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતા; ' આ ચેતન રાવ ડીસીપી બહુ હોશિયાર અને કડક વલણ વાળો છે. જે કામ હાથમાં લઈ તે પાર પાડી ને જ છોડે છે. આ જુઓને આવું તો કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે શહેરમાં આવી ગેંગ પણ સક્રિય થઈ જશે. ઘણી વખત આપણી સાથે પણ આવું બનતું હોય પણ આપણે બધા આંખ આડા કાન કરી નાની વાત માનીને જતી કરીએ પણ આ રાવે તો જબ્બર પર્દાફાશ કર્યો. હવે બધા બે વાર વિચાર કરશે…'

         અજય બઘાની વાત સાંભળી રહ્યો હતો. તેણે ઓફિસમાં કોઈને જાહેર કર્યું નહોતું કે ચેતન તેનો ખાસ મિત્ર છે. 

        અજય ટેલિવિઝન સામે જોતા જોતા સ્વગત બોલ્યો; 'દોસ્ત તે કરેલો સંકલ્પ આજે તે પૂરો કર્યો. તારો મિત્ર હોવાનો મને ગર્વ છે.'


Rate this content
Log in

Similar gujarati story from Crime