સંવેદનાની ડાળે
સંવેદનાની ડાળે
હીંચકા ખાતા સ્નેહલ અને સુરભિ પોતાના બાળને ઝૂલાવતા હતા. સુરભિ ગાતી હતી ઃ ' તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો!'
હસ્તમેળાપ પત્યા પછી ફેમીલી સગાસંબંધીને મિત્રો સાથે એક પછી એક ફોટા પડાવ્યા. કડકીને બંનેને ભૂખ લાગેલી પણ હસ્તા મોઢા વાળા ફોટા પડતા જ રહ્યા. મનમાં થતું આ બધામાંથી અદધાં ઉપરનાને ફરી ક્યારે જોઈશ કોણ જાણે. કઈ રીતે કોના રિલેશન્સથી ઓળખીએ છીએ તે પણ યાદ રહેશે કે કેમ! એની વે, હાશ લાઈન પૂરી તો થવા જ આવી.રાત્રિની બસમાં એરપોર્ટ પરશટલ સર્વિસમળી રહીને મુંબઈથી પ્લેન ઉપડ્યું. સીધે 'માયામી' છવ્વીસ કલાકની ફ્લાઈટ પછી
પહોંચવાનું થશે અને અમે ત્યાંથી ફરવા જઈશું એમ વિચારતાં સુરભિ અને સ્નેહલ હોંશે હોંશે ઉપર ચડ્યા. બાજુની સીટ પર અમેરિકન કપલ બેઠું હતું. માર્ક અને મીશાલ સુરભિના હાથની મેંદી તાકી રહેલા. એના હાથની બંગડીઓના મધુર અવાજે માઈકલથી પૂછ્યાં વગર ના રહેવાયું કે ઃ 'આર
ધોસ ગ્લાસ બેંગલ્સ ? યુ વીલ ગેટ હર્ટ ઇફ ઇટ બ્રેક્સ !' મીશાલ વચ્ચે બોલી ઃ ' આઈ લવ યોર મેંદી, ટેમ્પરરી ટેટુ. યુ લુક સો પ્રીટી..! યુ આર ન્યુલી વેડ્ઝ એમ આઈ રાઈટ? '
સ્નેહલે હકાર માં માથુ હલાવ્યું પછી શેક હેન્ડ કરી એકબીજાને ઇન્ટ્રોડ્યુઝ કર્યા. સુરભિએ પણ થેંક્યુ કર્યા પછી પોતાની હથેળીઓ જોડી નમસ્તે કર્યુ. ફ્લાઈટ લોંગ હતી જેથી ભાષા માં વાંધો ન હોય તો એક્ચ્યુલી એક ફ્રેંન્ડશીપ બંધાઈ જાય તો નવાઈ નહીં. કેમકેસ્નેહલ અને માર્કને મ્યુઝિક તેમજ અંગ્રેજી મુવીઝનો સેઈમ ટેસ્ટ હતો. અને આ બાજુ સુરભિને મીશાલ પણ વાતે ચડેલા ..મેક અપ- ઘરેણાં - ફેશન - મુવીઝને કાર્ડ ગેઈમ્સ બધાની વાતો પછી કંટાળ્યા કે એકાદનેપ લેવાઈ જ ગઈ.
માર્ક અને સ્નેહલ હજુ વાતો કરતાં જ હતા કે બમ્પને ટ્રબ્યુલર ઇમ્પેક્ટથી પ્લેનમાં આંચકો અનુભવાયો. માર્ક એને કહેતો હતો કે ધીસ ઇઝ નોર્મલ. કેપ્ટનની ઓપોલોજી પણ સાંભળી પણ સ્નેહલ જરા ડરી ગયેલો લાગ્યો. અક્રોસ બેઠેલો પહાડી પઠાણ જેવો ડાઢીવાળો ઉંભો પહોંચતો બ્રિટિશ મેન કાળીયા કૂતરાની જેમ ઘૂરતો લાગ્યો. હા, એના મનમાં શું ચાલતું હતું ખબરનહીં પણ ગુસ્સામાં હોય તેમ લાગ્યું ખરું ! માર્ક અને સ્નેહલ વિચારમાં હતા ત્યાં તો ફરી જોસથી આંચકો આવ્યો તે ઉભો થઈ ગયો એર હોસ્ટેસે બેસવાનું બે-ચાર વખત કહ્યું પણ એને પણ ધક્કો મારી તે બાથરૂમ તરફ દોડ્યો. અને બાથરૂમ ડોર બંધ કરીને બેસી ગયો.કોઈએ પાડી ચીસો કોઈએ રોકકળ ચાલુ કરી. સુરભિ અને મીશાલ એકદમ બેબાળકાં ઉઠી ગયેલા અને શોકમા હતા. શું કરવુંને શું થયું એની ગડમથલમાં હતા. પ્લેનમાં બેઠેલ માર્શલ
ઉભો થઈ બાથરૂમ ઠોકતો હતો. અચાનક બાથરૂમનું બારણું ખુલ્યું અને એ બહાર નીકળ્યો..! એના હાથમાં ગન હતીને પરસેવે રેબઝેબ હતો પોતે સંતાડેલી ? કે પ્લેનના ક્રુ કે ક્લીનીંગ સ્ટાફમાંથી કોઈએ સંતાડેલી હતી ? એ બીજો મોટો પ્રશ્ન હતો. પહેલો હતો પ્રશ્ન કે હુ ઇઝ હી એન્ડ વ્હોટ્ઝ હીઝ ઇન્ટેન્શન ? પણ કોઈ પૂછે તે પહેલા હી ફાયર્ડ અને માર્શલની લગોલગ બાજુમાંથી ગોળી પસાર થઈને સીધી મીશાલ્ને લાગી ગઈ. ધાર્યું હશે કંઈકને થઈ ગયું કંઈક..બસ હજુ તો બે સેકંડ પહેલા તો બધુ બરાબર હતું. ' મીશાલ.'ના નામની ચીસ માર્કે પાડી પછી'ઓહ.માય ગોડ મીશાલ ઇઝ હર્ટ ! ' ના નામની ચીસ સુરભિની હવામાં સંભળાઈ! બાજુમાં બેઠેલા હટ્ટા કટ્ટા બે જુવાનને માર્શલે એકદમ હુમલો ગનમેન પર કર્યો..પેલો મુંઝાઈ ગયો ને પકડાઈ ગયો.એને પટક્યોને માર્શલે ગિરફ્તાર કર્યોને એના હાથમાંથી ગન રૂમાલમાં જપ્ત કરી લીધી ટુ કીપ હીઝ ફીંગરપ્રિંટ્સ.
કેપ્ટનને એરહોસ્ટેસ ધસી આવેલા બધાને શાંતિ રાખવા જણાવતા હતા પણ ડર ની સંવેદનાની અનુભૂતિ પરમસિમા પર પહોંચેલા બધા મુસાફરોની આંખો પ્રશ્નોથી ભરપૂર હતી. એમાં શાંતિ કોઈને નહોતી. ફરી કેપટને દિલાસો દીધો ' કીપ કામ.
પ્લીઝ કોપરેટ એન્ડ લેટ અસ ડુ અવર વર્ક !' ગંભીર અને ચિંતાતુર મુદ્રાવાળા મુસાફરો એક્બીજા સાથે ધીમે ધીમે કંઇક ગણગણ્યાં, થોડા હાથનાને થોડા આંખના ઇશારાઓ થયા. ' હાશ,
બચ્યા' ' થેંકયુ ગોડ.થેંક્સ ટુ યંગવન્સ ' વગેરે વગેર વાતો થઈ પછી થોડીક સ્વસ્થતા હવામાં ફેલાઈ. ફ્રેંકફર્ટ જર્મનીમાં એને ઉતાર્યોને પોલીસને સોંપ્યો..માર્શલે જ એસ્કોર્ટ કરેલો.
આ બાજુ મીશાલને માર્કને પણ ફ્રેંકફર્ટ હોસ્પિટલમાં ઇ.આરમાં લઈ જવામાં આવ્યા. મીશાલના આર્મમાંથી ગોળી કાઢી નાંખવામાં આવેલી. પછી માર્કે ટેક્સ્ટ કરેલો કે મીશાલ ઇઝ ડુઇંગ ઓકે નાઉ..સારુ થયું બંને એ એટલીસ્ટ ફોન તો એક્શચેંજ કરેલા! કેપ્ટને પણ ઓન એર જાહેર કર્યુંને મોટા ભાગના મુસાફરો એ તાળી પાડી. ક્યારેક નાની અમથી સીધી સાદી ચાલતી જિંદગીમાં અચાનક વિસ્મયતાને એક્સાઇટ્મેંટ્નું વંટોળ પણ આવી ચડે છે.. સંવેદનાઓ સળવળી ઉઠે અને બળવો પણ પોકારે. પાછળથી ન્યુઝ્માં પકડાયેલા માણસની ડીટેઈલ આવીહશે જ પણ સુરભિને એમાં ઇન્ટરેસ્ટ નહોતો. જ્યાં સુધી મીશાલ ઓકે હતી તે વાતનો આનંદ હતો.
હળવાશની અનુભૂતીતો ત્યારે થઈ જ્યારે માયામી ની ધરતી પર પગ મૂક્યો. બધો સામાન બેગેજ એરિયામાં જઈને લઈ લીધો. ટેક્સી કરી ઘરે આવ્યા. ઉર્મિફોઈ એ બનાવેલી ચાયને તીખી પૂરી ખાધી ત્યારે જીવમાં જીવ આવ્યો. ટૂંકી મૂલાકાતો માં સંવેદનાની ડાળે ખિલેલી મિત્રતા હજુ પણ અકબંધ બંધાયેલી છે. હવે મીશાલને માર્કને ત્યાં પણ એક ઢીંગલી આવી છે અને અંકલ આન્ટી સ્નેહલ - સુરભિ એમને અવારનવાર રમાડવા અને મળવા આવતા રહેતા.
હવે અનુભવાતિ સંવેદનાઓ ખુશીની છે અને સુરભિએ મીશlલને વાત કરીઃ ' વી આર ગોઈંગ ટુ બી પેરેન્ટ્સ સુન .' ખુશીમાં બમણાઆવેગથી બંને એકબીજાને ભેટી પડ્યા. વાતાવરણમાં હર્ષોલ્લાસ ફેલાઈ ગયો. બંધાય છે જ્યાં શબ્દો વ્હાલના ત્યાં રિશ્તાઓના પુષ્પો છેખિલ્યા .! અને આમ જ સંવેદનાની ડાળ બની મજબૂત ઝૂમી ઉઠે છે. .આજે બીચ પર બેઠા બેઠાસુરભિ કાગળ પેન લઈને શબ્દો ટપકાવતી હતી ઃઃઃ
ડીમ્પલ પડે ફૂલેલ ગાલે..બ્લોન્ડ હેરને બ્લ્યુ આંખે
ટગર ટગર જુવેને તેની ડોલીને કરે વ્હાલ.
પલક ઉઠાવી જોઈ લે, ટોઝ પકડી ઉંચી થાય.
મીઠુ મુસ્કાન ધરી લે. નાનકડા ફ્લીપ-ફ્લોપ (સેંડલ) ,
ટપુકડો એનો ફ્લાવરી ડ્રેસ.મન મોહી લે
દૂરથી દોડી ડેડીના ખોળામાં આળોટી લે.
બીજો ગોળમટોળ મોમ ના ખભે,
બ્લેન્કેટમાં ફીશ જેવું મોઢું કરી મોમને કીસ કરે.
રમકડાં ની કારને ફીટ પકડી રાખે !!
તા.ક ની જેમ છેવટે બે પંક્તિઓ ઉમેરાઈ જ ગઈઃઃઃઃઃઃઃઃ
છુમ છુમ ઘૂંઘરી પાયલે નાચ્યું બચપણ હાસ્ય પહેરી !
વાસ્તવિકતાના પડદા પાછળ ‘ના’ જાય હાસ્ય ખોવાઈ !!
મારો મમરો ઃઃઃ
કિસિંગ સ્ક્રીન બની છે મોબાઈલ હવે.પહેલા તો ગળે લગાવતી મોમ હતી. પછી મીઠી નિંદર પરોઢનીને મમ્મી ઉઠાડતી જલ્દી કર કહી. 'મિટ્ટી કી મૈં ગુડિયાં ' ઝટપટ માની જાતી. એ પછી જોયા પત્રોમાં બે લીટીની વચ્ચે ભાઈબહેન, ને લઈ ગઈ ફોટા ના થોકડાં! જોયા મેં માસીજીને ફોટાને વ્હાલ કરતાં..આ તો ભાઈ
ફેસટાઈમે ( Facetime ) ભોળું ભૂલકું કરે છે વ્હાલ નાનીને! ડરું છું
કે કિસિંગ સ્ક્રીન મોબાઈલ કોઈ ઝૂંટવી ના લે.

