સંઘર્ષ
સંઘર્ષ
મનુષ્યનું સર્જન દુનિયામાં સંઘર્ષ કરવા માટે જ થયું છે. એક ધ્યેય કે ચુનોતીને સ્વીકાર કરીને વરસો સુધી માણસ મહેનત કરે છે અને જયારે એની સામે એનું સ્વપ્ન સાકાર થઈને ઊભું થતું દેખાય છે ત્યારે તે ઘડીને જીવવા માટે વર્ષો સુધીની અથાગ મહેનતને માણવાનું મનુષ્ય ચૂકી જાય છે.
કારણકે, એની સામે હવે બીજી કોઈ ચુનોતી આવીને ઊભી રહી ગયેલી છે. હવે આવનારી ચુનોતીનો સામનો કરવા માટે સામાજિક, પારિવારિક, માનસિક કે પછી આર્થિક રીતે તૈયાર થઈને ફરીથી પરિસ્થિતિ પર વિજય મેળવવાની એની વૃત્તિને કારણે ભૂતકાળમાં ઘણા લાંબા સમયથી કરેલા એના સંઘર્ષને એ ભૂલી બેસે છે. મનુષ્ય ભૂલી જાય છે કે એનું ભૂતપૂર્વ ધ્યેય કંઈક બીજું હતું અને બહુ જ મહેનતથી એને એ ધ્યેય હાસિલ કર્યું છે અને હવે એ લક્ષ્ય વીંધ્યું એની ખુશી માણવાનો સમય આવ્યો છે. પરંતુ, બધું જ બાજુ પર રહી જાય છે અને માણસ ખુશ થવાનું ભૂલી જાય છે અને બીજા ધ્યેયને માટે પરિશ્રમ કરવા લાગે છે. સંઘર્ષ કરવા લાગે છે.
રાજેશ ખન્નાની ફિલ્મ 'આપકી કસમ' નું અદ્ભુત ગીત કે જે આપણને જીવનની એક અસ્વીકાર્ય સચ્ચાઈનો પરિચય કરાવી જાય છે.
'સુબહ આતી હૈ રાત જાતી હૈ સુબહ આતી હૈ રાત જાતી હૈ યુહી
વક્ત ચાલતા હી રહેતા હૈ રુકતા નહીં, એક પલ મેં યે આગે નીકલ જાતા હૈ,
આદમી ઠીક સે દેખ પતા નહીં, ઔર પરદે પે મંઝર બદલ જાતા હૈ !'
