STORYMIRROR

GIRISH GEDIYA

Others

1  

GIRISH GEDIYA

Others

વચન

વચન

1 min
32

દિપક તું મને મૂકીને તો જઈશ નહિ ને બોલ ?

દિપક : ના શીતલ હું તને મૂકીને જઈશ નહિ

શીતલ : તું મને ખાસ સમય આપતો નથી 

દિપક : સાચી વાત, હાલ વધુ કામ કરીશ તો એ ઉંમરે કોઈ પાસે હાથ ફેલાવો પડે નહિ, હું હોઉં કે ના હોઉં મારી જાન શીતલ. આ તારા માટે જ કરું છું દીકુ.

શીતલ : આવું બોલ " નહિ હું હોઉં કે ના હોઉં "

બસ આટલુંજ બોલ તું "હું હંમેશા તારી સાથે તારી પાસે જ રહીશ "

દિપક : હસી મનમાં બોલ્યો તું હોય હું ના હોઉં અને હું હોઉં તું ?

થોડા સમય પછી કાર લઈ ફરવા નીકળે છે અને ગોજારો અકસ્માત થાય છે ને બન્ને ખૂબજ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં દાખલ કરાય છે.

થોડા સમય પછી શીતલને હોશ આવ્યો અને એનાં મમ્મી પાપા ને બીજા હતા. આંખે પાટા હોવાથી કોઈને જોઈ શકી નહિ એક સવાલ કર્યો દિપક ક્યાં ?

પિતા એ અરીસા સામે શીતલને બેસાડીને બોલ્યા જો દિપક તારી આંખોમાં છે અને હંમેશા તારી સાથે જ રહેશે એણે એનું વચન પાળ્યું.


Rate this content
Log in