GIRISH GEDIYA

Comedy Inspirational Others

3  

GIRISH GEDIYA

Comedy Inspirational Others

દંગલ

દંગલ

2 mins
129


આખું ગામ આજ ત્યાં ગામના ચોરે ભેગું થયુ હતું અને એમાં પણ ભીડ એટલી કે કંઈ જ દેખાય નહિ ત્યાં શું થાય છે.

ડારાશીંગ નામ બોલાતું હતું વારંવાર અને એનાં માટે તાળીઓ પણ પડતી હતી.

મારો મિત્ર મિયાં ફુસકી ક્હે અરે ડારા તારું નામ કેમ બોલાય છે વારંવાર બોલ શું એવું મોટું કામ કરી તું આવ્યો કે આટલી તાળીઓ પડે છે ?

ડારા : ફુસકી મનેજ ખબર નથી આ બધું

અને જેવા લોકો ડારા ને જોવે એવાજ એને ઉંચકી ને ગોળ ગોળ ફેરવી બધા અભિવાદન આપતાં હતા ત્યાં દારાસીંગ પણ ખુશ થયો વગર કઈ કરે આટલુ માન સન્માન મને.

એ ભીડ વચ્ચે ફરતે રેલીગમાં ડારા ને ઉતાર્યો પબ્લિકે બસ ડારાસિંગ હજી પણ અજાણ.

ત્યાં સામે જુમો પહેલવાન સાત ફૂટ ઊંચો અને 150કિલો વજન કસયેલું શરીર.

આ જોઈ ડારાસીંગ બોલ્યો બાપુ મારો કાય વાંક અને પહેલવાન તમારી માલિશ હું કેમ કરી શકીશ.

હા ડારાસીંગ માલિશ નું કામ કરતો હતો.

ત્યાં બાપુ બોલ્યા ના ના ડારા તારે માલિશ નથી કરવાની પણ તુ કહેતો હતો તે શહેરમાં ઘણા પહેલવાન ને ઊંધા કર્યા છે.

તો મને થયુ લાવ તારી વીરતા ને આજ અહીં ગામ માં નામ કરાવી દવ.

દારાસીંગ બોલ્યો બાપુ મારી વાત સાચી પણ તમારા કાન કાચા કારણ માલિશ કરતા એ પહેલવાન ઊંધા સૂઈ જતા ને હું માલિશ કરતો 

બાપુ ક્હે જે હોય હવે મારા બોલ પાછા ના લઇ શકું માટે તુ જાણે અને આ જુમો.

મિયાં ફુસકી અરે દારાસિંગ તુ ફિકર કર નહિ અને તુ તો તેલ માલિશ કરનાર છે.

તુ રોજ બીજાની માલિશ કરે છે આજ તારી પોતાની કર.

દારાસીંગ સમજી ગયો મિયાં ફુસકીની વાત અને આખા શરીર પર તેલ લગાવી ઉતારી ગયો મેદાનમાં અને શરૂ થઈ દંગલ

જુમો જેવો પકડવા જાય અને તેલ ના હિસાબે લપસી હાથ અને આમ જ દારાસીંગ પકડવા જતા પોતે મેદાન બાહર થઈ ગયો.

આમ દારાસીંગ બુદ્ધિ મિયાં ફુસકી જીતી ગઈ આ દંગલ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy