GIRISH GEDIYA

Drama Inspirational

3  

GIRISH GEDIYA

Drama Inspirational

ખાલી ખુરશી

ખાલી ખુરશી

2 mins
143


અમરતભાઈ રોજ મુજબ સવાર પડતા બહાર ખુલ્લી હવામાં પોતાની આરામ ખુરશી નાખીને બેસી ગયા અને સાથે એક બીજી આરામ ખુરશી નાખીને.

ત્યાંથી પ્રસાર થતા દરેક ને જોઈ રહેતા ચહેરા પર હસી રાખી અને હાથમાં સમાચારપત્ર.

આ એમનો રોજનો નિત્યક્રમ હતો. અને એ ખુરશી સામે જોઈ રહેતા.

જાણે કોઈની રાહમાં એ ખુરશી રાખી હોય અને એનો ઈન્તઝાર કરતા હોય એવો ભાવ.

અમરતભાઈ શિક્ષક હતા હવે રિટાયર્ડ અને પત્નીનું અવસાન ઘણું વહેલા થઈ ગયું હતું પણ એક દીકરી અને એક દીકરાને ઉછેરવા લગ્ન કર્યા નહિ બીજા અને જોબ અને ઘર, માતાપિતા બંને ફરજ એકલાએ ઉઠાવી બંને ફોરેનમાં સેટ થઈ ગયા, હવે આ બંગલો સૂનો ભાસે અને આંખો પણ સૂની પડી ગઈ તો કાન ને ભણકારા વાગે કોઈ બોલાવે છે પણ નિરાશ થઈ બેસી જતા.

ક્યારેક મંદિર સુધી આંટો મારી આવે અને કોઈ મળી જાય તો મનભરી વાતો કરી લેતા તો ઘેર પધારવા પણ આમંત્રણ આપી દેતા.

પણ કોઈજ આવતું નહિ.

સામેના ઘરમાં કોઈ રહેવા આવ્યું સાવ નવા સવા લગ્ન કરી નાની ઉંમરના બંને જેઓ પોતાના ગાર્ડનમાં નવા ફૂલો સુશોભીત કરતા હતા.

અમરતભાઈ ને હવે સામે આવેલ આ પતિપત્નીને જોઈ ખુશ થઈ ગયા ચલો હવે એકલું લાગશે નહિ પડોસી સામે રહેવા આવી ગયા.

રોજ મુજબ પોતાની આરામ ખુરશી બગીચામાં ગોઠવી અને સામે એક બીજી ખુરશી ગોઠવી બેસી ગયા અને હાથમાં પેપર.

સામે રહેલ કપલ આ રોજ નોટ કરતા કે સામે રહેતા કાકા રોજ આમ સવારે બેસી જાય છે અને એક ખુરશી બીજી ગોઠવી દે છે પણ એ ખુરશી પર બેસનાર હજી કોઈ નથી દેખાણું.

તો પરિવારમાં પણ કોઈજ નથી તો સા માટે આમ વજનદાર ખુરશી ઉંચકી લાવી મૂકે છે પણ કોઈજ નથી બેસનાર.

બસ એકવાર સામે રહેતા પડોસીથી રહેવાયું નહિ અને કાકા એમના બગીચામાં બેઠા એજ સમય એ આવી નમ્રતાથી પૂછે છે હું આવું અંદર ?

અને અમરતભાઈ બોલ્યા આવો આવો તમારીજ રાહ હતી જય શ્રી કૃષ્ણ.

એ ભાઈ કઈ સમજ્યા નહિ અને પૂછી વળ્યાં કેમ મારી રાહ હતી ?

અમરતભાઈ ક્હે આ મારી સામેની ખુરશી ખાલી જોઈ આપ કુતૂહલવશ આવ્યાં પૂછવા સાચુંને આ એ ભાઈ કહે હા સાચીવાત.

કરણ હું અહીં એકલો રહું છું અને કોઈ બીજું છે નહિ માટે જો કોઈ મને કંપની આપવા મળી જાય આમ તો જીવન છેલ્લો સફર સરસ જાય.

બધુજ હોય પણ કોઈ લાગણીઓ, ભાવ બોલનાર, સાંભળનાર ન હોય તો ફૂલો જેમ વ્યક્તિ કરમાઈ જાય માટે હું મારાં મગજમાં ખોટા વિચાર ઘર કરે નહીં માટે એને આમ રોજ આ સામે ખુરશી મૂકી વ્યસ્ત રાખું છું વિચારવા કોઈ આવશે એક દિવસ અહીં બેસવા મારી સાથે વાતો કરવા.

અને એ ભાઈ એમની વાતો સાંભળી લાગણીભર બોલ્યા કાકા આજ પછી તમારી આ ખુરશી ખાલી નહિ હોય.


Rate this content
Log in

Similar gujarati story from Drama