GIRISH GEDIYA

Tragedy Crime

2  

GIRISH GEDIYA

Tragedy Crime

નવજાત શિશુ

નવજાત શિશુ

9 mins
56


ઘણીવાર એવું બનતું હોય છે જેની સારી ખરાબ અસર આપણાંજીવનમાં પણ પડતી હોયજ છે.

પણ સારુ અને ખરાબ શું પસંદ કરવું એતો આપણાં જ હાથમાં છે જ તો પણ આપણે સારું થાય તો આપણું અને ખરાબ થાય તો બીજામાં માથે.


એ રાત અને એ નજારો જોઈ એમ થયુ શું આવું હોય અને ખરેખર કોઈ આવું કરી શકે ?

એ ચિત્ર જોઈ એટલું તો સમજી ગયો હા કરી શકે.

હું મોડી રાતે એસ. ટી. ડી બંધ કરી ઘર તરફ પોતાની મસ્તીમાં જઈ રહ્યો હતો લગભગ રાતનાં 2:30 વાગ્યાં હતા એ સમય તો આ મોબાઈલ હતા નહિ અને ફોન તો રાતે કોલ માટે હાફ ચાર્જ થતો એમાં પણ દેશ બહાર કોલ તો એકદમ ઓછા રેટ રાતે માટે ભીડ પણ ઘણી થતી હતી રાતે રોજ બંને પણ રવિવાર હોય વધુ બેસવાનું થતું હતું.

બસ આમજ એ દિવસ રાત ઘણું મોડું થઈ ગયુ હતું માટે જલ્દી જલ્દી એસ ટી ડી બંધ કરી નીકળી ગયો પણ પુલ ક્રોસ કરી આગળ વધ્યો મારી મસ્તીમાં ત્યાં સામે આવતી એક રીક્ષા જે ફુલ સ્પીડ માં હતી પાછો શિયાળો માટે રસ્તા તો સુમસામ હોય અને રીક્ષા નીકળી સામેથી.

પણ મને યાદ આવ્યું કે એસ ટી ડી ને કદાચ લોક કરીયુ નથી માટે હું પાછો વળ્યો.

ત્યાં આગળ દૂર એ રીક્ષા ઊભી હતી અને એમાંથી બે જણ નીચે ઊતરી કઈ મૂકી ફટાફ્ટ એ રીક્ષામાં બેસીને નીકળી ગયા.

હું ઘણો દૂર હતો પણ રસ્તા ખાલી હોવાથી એ રીક્ષા ને હું જોઈ શકતો હતો.

એ રીક્ષા તો જતી રહી હું એજ રસ્તા પર આવતો હતો ને અચાનક કોઈ નાનું બાળક રડતુ હોય એવો અવાજ આવી રહ્યો હતો, આસપાસ નજર કરી તો કોઈ દેખાયુ નહિ અને મને એવું લાગીયુ અહીં સામે સમશાન છે તો નક્કી ભૂત હશે. માટે થોડો ગભરાય ગયો હું.

તેમ છતાંય રહેવાયુ નહિ અને હું આસપાસ નજર નાખી જ્યાં બે કુતરા એ કચરા ના ઢગલા પાસે ભસી રહ્યા હતા મને એમ લાગીયુ અહીં થીજ બાળક નો અવાજ આવે છે રડવાનો.

ત્યાં કચરામાં નજર કરતા મારા હોશ ઊડી ગયા કારણ ત્યાં એક જન્મેલું બાળક એક નાની ગોદડી માં એ કચરામાં પડિયુ હતું.

હું આ જોય ગભરાય ગયો આ શું ?

અને વધુ ડર પણ લાગી આ જોઈ પણ હિમ્મત રાખી અને પેલા કુતરાઓને ભગાડી દીધા અને સમશાન સામે નજર કરતા ત્યાં ચોકીદાર બેઠો હતો એમને બુમ પાડી બોલાવ્યા મેં અને એ ભાઈ ને બતાવીયુ જોવો અહીં આ કચરામાં

એ ભાઈ જોતાજ આંખો ફાટી ગઈ આ શું?

મેં બધી વાત કરી હું અહીં એનાઇડી માં એસ ટી ડી ચલાવું છું માટે લેટ રાતે બેસવું પડે અને આજ કદાચ મેં એસ ટી ડી લોક કરવાનું ભૂલી ગયો છું માટે એ જોવા પાછો વળ્યો હું પણ અહીં પોહંચી જોયુ તો બાળક નો અવાજ આવતો હતો રડવાનો અને હું સાયકલ મૂકી જોવા આવ્યો તો આ નવજાત શિશુ જોયુ.

મને એ મનુભાઈ વોચમેને પુછીયુ તમે જોયુ કોણ નાખી ગઈ આ બાળક ને મેં ના કહી પણ પછી યાદ આવ્યું એ સ્પીડ વાળી રીક્ષા જે આટલામાં ઊભી રહી હતી ને કોઈ બે જણ નીચે ઊતરી કઈ મૂકી ફટાફટ પાછા નીકળી ગયા

મેં આ વાત એ ભાઈ ને કરી અને એ ભાઈ એ બાળક ત્યાંથી લઈ ત્યાં સમશાનમાં લઈ ગયા અને ત્યાં ઓફિસમાંથી પોલીસને ફોન કરી જાણ કરી અને ત્યાં પોલીસ પણ આવી ગઈ બધી આસપાસ એ જગ્યાએ તપાસ કરી પણ કોઈ સબૂત મળ્યો નહિ ઝાલા સાહેબ ને આ સાથે આ બઘી વાત કરી અને મારી સહી પણ લીધી સાથે એ વોચમેનની પણ.

આ સાથે એ વોચમેન મનુભાઈ એ પહેલ કરી સાહેબ હું આ બાળક લેવા માંગુ છું અને એની બધી જવાબદારી મારી અને અમારે કોઈ બાળક નથી હું બેઠા બેઠા ભગવાન ને પ્રાર્થના કરતો હતો આ મને મારી પ્રાર્થના સાંભળી આ બાળક મારી પાસે આવ્યું

ઝાલા સાહેબ પણ એમની હિંમત ને સલામ કરી. પણ સાથે આ વાત પણ કરી બધી તપાસ પતિ જાય અને એ બાદ તમને કોર્ટ આદેશ થકી આ બાળક તમે દત્તક લઈ શકો.બીજા દિવસે હું રાબેતા મુજબ હું એન આઈ ડી આવી ગયો અને મારું કામ કરવા લાગ્યો થોડા દિવસ પછી એક બેન મારા ત્યાં આવ્યાં અને મારે ફોન કરવો છે એક એમ કઈ ફોન કરી pco માથી બહાર આવ્યાં અને મને એમનું નામ જણાવીયુ હું કવિતા અને મને કહે તમે એજ વ્યક્તી જે થોડા દિવસ પહેલા રાતે કોઈ બાળક મળી આવ્યું હતું એ તમેજ.

ગિરીશ એટલે કે હું હા એ હુંજ છું પણ જેનું પણ બાળક હતું એ નિર્દય કઠણ કાળજા વાળી માઁ છે કારણ જે પણ થયુ પણ એક નવ જાત શિશુ ની હત્યા કરવાની કોશિશ કરી કહેવાય,

આવા વ્યક્તિઓને ભગવાનનો પણ ડર નથી હોતો.

આટલુ સાંભળી મારી વાત એ સ્ત્રી બોલી સાચી વાત ભાઈ તમારી પણ કોઈ મજબૂરી હોય એ સ્ત્રી ની.

મેં તરત વળતો જવાબ આપ્યો બેન મજબૂરી ના નામે કોઈનું ખૂન કરાય ?

એ બેન જતા રહ્યા. પણ એ ગયા પછી મને થયુ આ બેન ને આટલી બધી કેમ એ બાળક ની પડી છે ?

પછી મને થયુ જે હોય મારે શું

એ દિવસે સાંજે વેહલા નીકળી મનુભાઈ ને મળવા ગયો

ગિરીશ : મનુ ભાઈ કેમ છો

મનુભાઈ : આવો આવો ગીરીશભાઈ કેમ છો.

ગિરીશ : બસ સરસ સરસ

મનુભાઈ : ગીરીશભાઈ એક બેન આવી હતી અહીં પૂછવા એ બાળક માટે મને કહે હું એ બાળકને ગોદ લેવા માંગુ છું તો મને જણાવશો એ બાળક હવે ક્યા મળશે ?

ગીરીશભાઈ ઓહો સારુ કહેવાય આતો નામ શું હતું એ બહેન નું ?

મનુભાઈ : કવિતાબેન

ત્યાંજ મને જાટકો વાગ્યો આ બેન તો સવારે મારા STD પર આવી હતી

મેં વાત કરી મનુભાઈ આ નામ ની સ્ત્રી મારી પાસે સવારે આવી હતી આજ પણ આવી કોઈ વાત કરી નહીં

મનુભાઈ : આવું

મને તરત શક ગયો કોઈ તો કનેકશન છે એ બહેન અને બાળકનું

થોડા દિવસ પછી પાછી એ સ્ત્રી કવિતા બેન આવી ફોન કરી બહાર આવી પાછું એ બાળક માટે પુછીયુ કેમ છે એ બાળક ?

અને ક્યા છે ?

મેં એટલુંજ કહ્યું એ બાળક હવે નથી આ દુનિયામાં એ રાતે કચરામાં પડી હોવાથી ઈમ્ફેક્સન થઈ ગયુ હતું પણ બચાવી શકાય નહિ

આજ વાત કવિતા બેન સાંભળી એમનું મન ભરાય આવ્યું અને આંખોમાં આંસુ આવી ગયા એટલુંજ બોલ્યા ખુબજ દુઃખદ થયુ બસ આ વાત સાંભળી એ જતા રહ્યા અને હું એમની પાછળ ખબર પડે નહિ એમ પાછળ ગયો આમ જતા જતા એક ફ્લેટ કવિતા બહેન ગયા હું બહાર ઊભો રહ્યો જે કવિતા બેન ને જાણ હતી નહિ.

કવિતા બેન જેવા ઘરમાં ગયા એવુજ બીજો અવાજ રડવાનો સંભળાયો અને કેહતી હતી દીદી મારી પરી હવે મને નહિ મળે મારી ભૂલ અને મમ્મી પાપાની જબરદસ્તી કરી મારી પરી ને મારી નાખી એને કચરાપેટી માં નાખી આટલુ સાંભળી મેં દરવાજા નો ડોર બેલ વગાડી અને કવિતા બેન દરવાજો ખોલતાજ મને જોય ગભરાય ગયા અને જાણે એમનો અવાજ જતો રહ્યો હોય એટલું બોલી શક્યા ભા.. ઈ તમે..... આ.. હી..

મેં કહ્યું હા હું અહીં અને એ નવજાત શિશુની માઁ પણ અહીં હું કેહતો હતો કવિતાબેન મને અંદર લઈ દરવાજો બંધ કરી નાખ્યો અને મને હાથ જોડી બોલ્યા ભાઈ કોઈને કેહતા નહિ તમારા પગે પડું ભાઈ.

લક્ષ્મી એ શિશુ ની માતા બોલી ભાઈ મારી દીકરી અને મેં કહીયુ તમારી દીકરી હોત તો આમ મારી નાખત નહિ તમે મારી નાખી.

છોડો આ વાત હું પોલીસ બોલાવું છું એજ તમારા પાપ ને જોશે હવે

ત્યાં કવિતાબેન ઊભા થઈ હાથ જોડી બોલ્યા ભાઈ આવું કરો નહિ.

મેં એટલુંજ પુછીયુ આવું કરવાનું કારણ  શું?

કવિતાબેન એ બધી વાત કરી અમે વડોદરા ના રહેવાસી છીએ અને ત્યાં મારી બહેન કોલેજમાં ભણતી હતી ત્યાં એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો અને એનાં પ્રેમમાં ગાંડી થઈ એનું બધું લૂંટાવી બેઠી એ છોકરા એ લગ્ન ની લાલચ આપી માટે

અને થોડા દિવસ પછી એની હવસ પૂરી થઈ અને લક્ષ્મી ને છોડીને જતો રહ્યો અને લક્ષ્મીએ એનાં પ્રેગનેંટ ની વાત કરી તો એને કહી દીધી શું ખબર આ મારુંજ છે ?

અને બીજું જો આ વાત કોઈને કરી તો તને અને તારા પરિવાર ને મારતા વાર નહિ લાગે એમાં પણ એનાં પિતા મોટા ઉદ્યોગપતિ હતા માટે કોઈ અર્થ નહિ

છોકરાના પિતાને વાત કરી પણ એમને અમને ધમકાવી ને શહેર છોડી દેવા કહ્યું.

અને અમારી પાસે બીજો કોઈ રસ્તો નહિ એબોશન પણ થાય એમ હતું નહિ.માટે અમે અહીં આવી ગયા ભાડે રહેવા અહીં કોઈને ખબર નથી લક્ષ્મી સાથે આવું થયુ છે અને એ અપરણિત છે.

આમાં લક્ષ્મી રાજી હતી નહિ પણ માતા-પિતા એ એમની અને લક્ષ્મી ની ઈજ્જત બચાવા આ કામ કરવું પડિયુ ભાઈ.

આટલી વાત સાંભળો મને પણ દુઃખ થયું.

પણ મેં એકવાત કરી બહેન આ કામ કરી શું લાભ થયો ?

શું તમારા મન પર કોઈ બોજ નથી ?

આ વાત છુપાવીને બોલો.

લક્ષ્મી બોલી મારી પરી વગર હું મરી જઈશ

મેં કહ્યું બહેન ભૂલ તો તમે પણ કરી માઁ -બાપ તમને આમ ભણવા મોકલી અને તમે નાસમજી કરી બેઠા

એ રડી પડ્યા હા ભાઈ ભગવાન અમને મોક્ષ નહિ મળે

પછી મેં સાચી વાત કરી હજી જીવત છે તમારી પરી અને કુશળ છે.

આ સાંભળી લક્ષ્મી ખુશ થઈ ગઈ અને કેહવા લાગી મોટાભાઈ મને લઈ જાવ હું અને બાપ નો પ્રેમ પણ આપીશ અને માઁ તો હું છુજ.

સાથે આ સમાજ ની મને કંઈજ પડી નથી હવે ના મારા પરિવાર ની પણ.

ત્યાં કવિતાબેન પણ બોલ્યા હા લક્ષ્મી હું પણ સાથેજ છું

પણ હવે આગળ રસ્તો કઠિન હતો કારણ એ બાળક હવે પોલીસ કસ્ટોડિયન હતા એ ઝાલા સાહેબ પણ એક ના સમજી એમાં એક હસતું ખેલતું પરિવારને શહેર છોડવું પડિયુ અને એક પૈસાદાર નો દીકરો બાપ વગ પર આમ બીજી ભોળી છોકરીયો ની જિંદગી બગાડે...

આ બધીજ વાતમાં એ નવજાત શિશુ નો વાક શું ?

મેં લક્ષ્મી ને કહ્યું જો તું નીડર થઈ આ બધી કહાની કહે અને સાથે તમારી સેફ્ટી માટે અરજી કર તો એ વગદાર જેલમાં જાય

અને તારા જેવી બીજી છોકરીઓ અને પરિવારની જીવન બગડે નહિ.

ત્યારે મને એમ થયુ બધી વાત બરાબર પણ કોઈ વ્યક્તી આટલો દયા વગર ના કેમ?

કે આ બાળક હજી તાજું જન્મેલું આમ મોતના મોમાં મૂકી દે અને આ કુતરાઓ એને ફાડી ખાય

આ લખતાજ મને એ કલ્પના થઈ અને હું સહમી ગયો તો બાળક ને કેવી પીડા એનું આમ.

આવું કરવા ઘણા કારણો હોય જેમાં પહેલું જાતીય સોસણ, કુકર્મ, પ્રેમી-પ્રેમિકા ની ભૂલ તો બાળક ની લાલસા માં દીકરી જન્મી તો આવું કરે, ઘણા કારણો પણ આતો મેન છે.

જે પણ કારણ હોય શું આમ નવજાત શિશુ ને આમ કચરા ઢેર માં નાખવો યોગ્ય છે ?

એની શું ભૂલ ?

છતાં માઁ-બાપે આનાથ કે માઁ વગર ના આતો માનવતા અને મમતા વગર નું કાર્ય કહેવાય.

આ જોઈ હુંજ આઘાત માં હતો તો એ માઁ કે જે હોય એનું કાળજુ કેવું હશે ?

એ પોલીસવાળા બોલ્યા આપણાં શહેરમાં આજ એક બાકી હતું જોવાનું એ પણ હવે આવા કેસ વધી રહ્યા છે.

હું તો નીકળી ગયો ત્યાંથી પણ એ ફુલ જેવું બાળક નો ચહેરો મારી સામે હતો, હું એ ભૂલી શકતો નહિ

બાળક તો પ્રભુ ની આત્મા છે એને કોઈ આમ કચરા કે બીજે ક્યાંય ફેંકી દે.

અરે તમારી ખુશી તમારી મજબૂરી, તમારી ભૂલ તો સજા આ બાળક હજી આખા પણ બરાબર ખોલી નથી અને તમારા સ્વાર્થ હિસાબે આમ ફેંકી જાવ.

સેજ તો મનાવતા બતાવો.

ઘણીવાર પેપરમાં આવતું અહીં તાજું જન્મેલું બાળક મળી આવ્યું.

અહીં કચરાપેટી માં કપડાં લપેટેલું મૂર્ત બાળકી મળી આવી

તો ક્યાંક કુતરાના મોં માં તાજું જન્મેલ બાળક મળીયુ

તો ક્યાંક આશ્રમ બહાર નવજાત શિશુ મૂકી ગયુ.

મને એજ સમજાતું નથી આટલુ માનવતાહીન કેમ લોકો બની રહ્યા છે.

તો એક સ્ત્રી જ પેટમાં બાળકી હોય એ જાણી ક્રિએટન કરાવી લે તો છોકરો આવે એવી બાધા રખાય

શુ સમજવુ દેશ વિકાસ કરી રહ્યો છે માનવતામાં ?

મિત્રો આવા કિસ્સાઓ તો મેટ્રો શહેરોમા હવે આમ થઈ ગયા છે તમે બધાજ જાણો છો પણ આને રોકવા શું કરી શકાય ?

એજ મોટો પ્રશ્ન છે

માટે અહીં આ લખી રહ્યો છું.

ભૂલો બીજા કરે અને સજા બીજા ભોગવે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy