GIRISH GEDIYA

Abstract

1  

GIRISH GEDIYA

Abstract

સ્ટાર્ટ

સ્ટાર્ટ

2 mins
54


બાળપણથી જ ઘણા સપનાઓ જોયા જે યુવાન થાય સાકાર કરવાં હતા, પોતાનું ઘર, ગાડી, માતા-પિતાની જવાબદારી અને પોતાના બાળકોને સારું જીવન આપું.

તો ક્યાંક માતા-પિતા ઊંચા સપનાં પોતાના બાળક માટે જોતા હોય અને એ કોઈ વ્યસનનો બંધાણી બની તૂટી જાય બધાં સપનાઓ.. ક્યાંક ઓછો ભણતર એક સમસ્યા બની જાય ને હાલ જે કોમ્પિટિશન ચાલે છે એકબીજા પાછળ કરી આગળ વધવાની કારણ બની જાય.

કોઈને આગળ વધવું હોય પણ જરૂરી માર્ગદર્શન મળે નહી સપોર્ટ નહી અને આગળ જવાનો વિકાસ અટકી જાય..

યુવાધન માટે ઘણી મુશ્કેલ થઈ છે જેમાં પ્રથમ કહું તો દરેક યુવાવર્ગ હવે સમજતો જાય છે ભણતર વગર કઈ નથી

આના કારણે એકબીજા વચ્ચે સારી જોબ માટે ચુનોતી છે કારણ જોબ માટે અપૂરતી રોજગારીનાં ક્ષેત્રો છે માટે ઘણા એમજ રહી જાય,

હાલની પરિસ્થિતિમાં કોઈપણ ફિલ્ડ સેફ નથી કારણ બજારમાં હાલ રૂપિયો નથી કોરાના પછી પરિસ્થિતિ વધુ વિકટ બની, ઘણા ગૃહઉદ્યોગ બંધ થયા તો ઘણી કંપનીઓ એ સ્ટાફ ઓછો કરી નાખ્યો.

તો વિદેશ જોબના રસ્તા કઠિન બન્યા તો કોઈ દેશે કોરોના પછી વર્ક વિસા બંધ કર્યા છે, કોરોના પછી કોઈ ધંધો સેફ નથી એતો તમે બધાં જાણો છો જ.

તો ક્યાંક જાતિવાદ અડચણ બને તો ક્યાંક પૈસો સારી જોબ માટે અડચણ લાવી દે આવું પણ બનતું હોય,

વ્યસન યુવાધન આજ બધું જાણતા હોવા છતાંય ખોટી વ્યસનોનો આદિ બનતો જાય છે જે ખુબ દુઃખની વાત.

બે વ્યક્તિ એકજ ફિલ્ડમાં સારુ એવું પ્રફોમ કરે છે પણ એક એનાં ભણતર મુજબ પગાર માંગે અને બીજો ઓછા પગારમાં પણ વધુ કામ આપવા તૈયાર છે..

તો હવે પરપ્રાંતી એકદમ ઓછા પગાર અને રાત દિવસ કામ કરવાં મળી રહે છે, માટે લોકલ યુવાઓ કામથી વંચિત રહી જાય છે જે મોટુ કારણ હું કહું,

યુવાધન માટે આ મોટી ચેલેન્જ છે અહીં ટકી રહેવું,

દેખાદેખી પણ વધી છે જેમાં પરિવાર યુવાની પસંદગી જોતા નથી એને એમની મરજી વિરુદ્ધ જોબ પ્લેસ જોવે, કે બીજી વાત માં પણ આવું જેથી આ પણ એક અડચણ કહેવાય..

બીજી વાત મહત્વની આજ એવી પરિસ્થિતિ છે જેમાં યુવાઓ પરિસ્થિતિ સાથે સમાધાન કરી આગળ વધવા માંગતા નથી અને આમજ એ પાછળ રહી જાય છે એક કોઈ વાતને પકડી રહી બીજા રસ્તાઓ અપનાવા તૈયાર નથી, જ્યાં ઈગો પણ આવી જાય હું આટલો ભણેલો કે ભણેલી હું આ નાં કરી શકું, અને ગ્રોથ અટકી જાય

આ વિચારસરણી સાથે આમ સારું છે પણ ક્યારેક બીજી રીતે પણ વિચારી સમયનો પ્રવાહ કઈ બાજુ છે એ મુજબ આગળ વધી શકાય છે.

જો સમયના પ્રવાહની વિરુદ્ધ દિશા પકડો તો આગળ વધવું શક્ય નથી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract