STORYMIRROR

GIRISH GEDIYA

Tragedy Others

3  

GIRISH GEDIYA

Tragedy Others

તક્ષક

તક્ષક

5 mins
150

ઘણીવાર સાંભળવા મળતું સાચો પ્રેમ ક્યારેય કોઈ પરીક્ષાની જરૂર પડે નહીં. પણ એકવાત છે પ્રેમલગ્ન કે પરિવારની મરજી સહઃ કરેલા લગ્ન એમાં પણ ઘણી તકલીફો આવે. જયારે ખરાબ સમય આવે અને એક પાત્ર લાચાર હોય એ સમય પરીક્ષા એ સંબંધ પતિ-પત્ની હોય કે પ્રેમી-પ્રેમિકા બધું સમજાવી જાય છે.

તક્ષક અને ડિમ્પલ નાનપણથી સાથે ભણતા માટે સારીરીતે એકબીજા ને જાણતા, ઓળખતા હતા જેમ મોટા થયા એમ પરિવાર સાથે બીજે સીફ્ટ થયા અને એક મોટો બ્રેક આવી ગયો અચાનક એક દિવસ એક બજારમાં મુલાકાત થઈ વર્ષો પાછી અને મુલાકાત ખાસ રહી ફોન નંબર લેવાની અને આપવાની, તો સાથે બેસીને કોફી શોપમાં કોફી પિતા પિતા વાતો અને ભૂલી ગયા આપણાં વચ્ચે ઘણા સમયથી કોઈ વાત થઈ ને હતી.

બસ પહેલા દોસ્તી અને દોસ્તીમાંથી પ્રેમી પ્રેમિકા બની ગયા, ફિલ્મ જેમ એકબીજા વગર રહેવું નહિ, તું છે તો હું છું, બાકી આ જીવન નહિ,

તક્ષક નિખાલસ હતો એ એનાં જીવનની બધી વાત કરી દેતો અને એવુ જ માનતો ડિમ્પલ પણ એવી જ છે આયના જેવી.

બસ પછી શું લગ્ન ભાગી કરી લીધા અને શરૂ થઈ એક નવી કહાની પતિ-પત્ની ની.

તક્ષક દિવસ રાત મહેનત કરી ડિમ્પલ ને ખુશ રાખવા કરતો હતો કારણ પરિવારજનો એ આ લગ્ન માન્ય રાખ્યા ન હતા માટે.

અને ડિમ્પલ એનાં પરિવારમાં લાડકોડથી ઉચ્છરેલી માટે આવી નાની તકલીફ પણ સહન થતી નહિ તો પરિવાર નહીં માટે વધુ તકલીફ ખાસ તો તક્ષક માટે કારણ હવે ડિમ્પલ ને આ સંબંધ અને પરિસ્થિતિનો જવાબદાર ફક્ત તક્ષક છે એવું માનતી પણ તક્ષક પહેલાજ બધી વાત કરી હતી આગળ કોઈ તકલીફ આવે તો રેડી રહી સામનો કરજે મારી સાથે.

બસ આમજ થોડા વર્ષો નીકળી ગયા બે નાં ત્રણ થયા માટે જવાબદારી વધી પણ ડિમ્પલ એનો જિદ્દી નેચર સાથે ખોટા વિચારો હિસાબે રોજ ઝગડા થતા તો ક્યારેક ચાલુ નોકરીએ ઘેર દોડી આવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થતી !

પણ તક્ષક એનું બધુજ સહન કરી લેતો, તો કોઈ કહેતું આ પાગલ છે હજી સમય છે છોડી પણ તક્ષક એટલું જ કહેતો એનું કોઈજ નથી હું છોડી દઈશ તો ક્યાં જશે એ ? જે પણ હોય મારી જવાબદારી છે.

પણ ડિમ્પલમાં કોઈજ ફરક આવ્યો નહિ અને આ બધી તકલીફથી માનસિક ત્રાસથી કંટાળી દારૂ નાં રવાડે ચડી ગયો બીજીવાત કોઈ સમજાવનાર હતું નહિ તો કઈ સમજ આવે.

બસ આમજ તક્ષક એક સીધો વ્યક્તિ બરબાદી પર જતો રહ્યો, જેનું કારણ એક માત્ર એની પત્ની હતી જે આવા સમયે અને પહેલા પણ તક્ષક ને ડિમ્પલનાં પ્રેમ અને હૂંફની જરૂર હતી પણ મળી નહીં.

એક દિવસ તક્ષક ને ભાન થયુ આ વ્યસન ખોટી છે એમાં મારું પરિવાર બરબાદ થઈ જશે અને ફરી મહેનત કરવા લાગ્યો અને સાથે એની પત્ની પણ જેમાં બાળકોનું સારું ભણતર અને બે ટાઈમ સારુ ખાઈ શકે એટલી તો આવક હતી.

પણ ઘર કંકાસ તો હતોજ અને નાં તક્ષકને શાંતિ નહિ દિવસ-રાત મહેનત કરતો પણ તેમ છતાંય ડિમ્પલ રાજી નહિ અને ડિમ્પલની તબિયત બગડી તાત્કાલિક ગાંઠ નું ઓપરેશન કરવું પડ્યું અને એ સમય એક વાત જાણ થઈ જે તક્ષક પચાવી શક્યો નહીં એ હતી લગ્ન પેહલા ડિમ્પલનાં બીજા સાથે આડા સંબંધ કારણ તક્ષક લગ્ન પહેલાજ બધી વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કઈ છુપાવતી નહીં, પણ..... જે તક્ષક માટે ઘાતક હતો પણ કરે શું ?

ચાર વર્ષનો બાબો મોન્ટુ એની સામે જોઈ બધું ગળી ગયો ગમ, આડા સંબંધ સાથે એબોશન સુધી વાત હતી કોઈ પતિ કેમ પચાવી શકે ?

તક્ષક હવે તૂટી ગયો હતો પણ ખાલી મોન્ટુ માટે જીવી રહ્યો હતો, જેમ જેમ સમય ગયો એમ ડિમ્પલમાં કોઈજ સુધાર આવ્યો નહિ પણ હવે વધુ હેરાન કરવા લાગી, મેં શું સુખ જોયુ? ક્યાં મોજ શોખ ?

બસ નોકરી અને ઘર પણ એકવાર તક્ષક સાથે સીધી વાત કરતી નહિ બસ શિકાયત, લડવું અને તક્ષકની ખરાબ પરિસ્થિતિ ને સમજતી નહિ,

આમ તક્ષક ઘૂંટાય ઘટાય રોજ મારતો હતો.

એક દિવસ એવો આવ્યો જેમાં તક્ષકનો અકસ્માત થતા એક પગ કપાય જાય છે અને તક્ષક લાચાર ની હરોળમાં આવી ગયો.

આ જોઈ ડિમ્પલ એની હિંમત વધારવા નહિ પણ વાત વાતમાં તક્ષક ને નીચો બતાવી એને દોષ આપતી પણ કંઈજ બોલતો નહિ.

અપંગ હોવા છતાંય ઘણી મહેનત કરતો પણ ડિમ્પલ ખુશ નહિ, બસ તારા હિસાબે મારી જિંદગી બગડી, હરવા-ફરવા ની ઉંમરમાં ચાકરી કરવાની આવી, મારા બધા સપનાઓ તૂટી ગયા અને ભાઈ-બેન જેવો સંબંધ રહી ગયો.

આવું જયારે તક્ષક સાંભળે તો એની આંખોમાં આંસુ આવી જતા અને મને ભરાય આવતું, તેમ છતાંય એ પૂરો પ્રયત્ન કરતો ડિમ્પલ ખુશ રહે બસ !

એક દિવસ એવો આવ્યો જ્યાં ફરી એનાં આડા સંબંધની તક્ષક ને ખબર પડી અને તક્ષક ની આંખો રડી પડી, કારણ એ પોતાને દોષ આપતો.

ડિમ્પલ ની સાચી વાત મારા હિસાબે એની જિંદગી બગડી,

તક્ષક ફરી એકવાર ડિમ્પલ સાથે વાત કરી ડિમ્પલ આ યોગ્ય વાત નથી તારી, લગ્ન પહેલા જે હતું એ હતું પણ હાલ આ આવા આડા સંબંધ ?

ડિમ્પલ ને આમા કોઈ ખામી કે એની ભૂલ લાગતી નથી "સરસ જવાબ આપ્યો મારે પણ પુરુષની જરૂર હોય. આ સાંભળી તક્ષક તૂટી ગયો સાવ.

તક્ષકની આંખો બોલતી આજ મારી આવી પરિસ્થિતિમાં મારી હિંમત બનવું જોઈએ એની જગ્યા એ આ બધું, શું મેં આટલા વર્ષ મહેનત કરી એનું શું ? મારી ફરજ નિભાવી.

જો મારી જ ભૂલ છે તો હું કહું છું તું આઝાદ છે અને આ ઘરબાર બધું તારું હું જતો રહું છું પણ આવી વાત થી પણ કોઈજ અસર નહિ.

પણ સામે બોલી કહેતી હા હા એટલે લોકો મને ગાળો આપે અને બધો દોષ મારો, તું મરતો જઈશ સાથે મને પણ મારીશ.

તક્ષક એટલુંજ બોલ્યો દીપુ તારી ખુશી માટે બધું કરીશ, બસ તું ખુશ રે,

ડિમ્પલ બોલી આટલી માથે જવાબદારી નાખી તું તો કાલ જતો રહીશ અને પીસાવાનું મારે એમાં....

તક્ષક એક દિવસ હમેશ માટે ચૂપ થઈ ગયો

અને બધા ભૂલી પણ ગયા આ તક્ષક કોણ હતો ?

એ ઘરમાં એનો ફોટા માટે પણ જગ્યા ન હતી તો યાદો તો ઘણી દૂરની વાત.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy