સંબંધ
સંબંધ
બે શબ્દોની વાત
મુખ અને સુખ
અરીસામાં 'મુખ' અને સંસારમાં 'સુખ' હોતું નથી બસ દેખાય છે.
ગાંઠ અને રસ
શેરડીમાં જ્યાં 'ગાંઠ' હોય છે, ત્યાં 'રસ' નથી હોતો અને જ્યાં 'રસ' હોય છે ત્યાં 'ગાંઠ' નથી હોતી, જીવનમાં પણ કંઈક આવુંં જ છે.
પહેલા અને પછી
બોલતા 'પહેલાં' શબ્દ આપણો ગુલામ અને બોલ્યાં 'પછી' આપણે શબ્દના ગુલામ.
જ્ઞાન અને અભિમાન
આ સંસારમાં દરેક વ્યક્તિ ને પોતાના 'જ્ઞાનનું અભિમાન' છે, પરંતું કોઈ ને પોતાના 'અભિમાનનું જ્ઞાન' નથી.
ઈર્ષ્યા અને સંસ્કાર
હું બીજાથી સારૂ કરૂ એ 'ઈર્ષ્યા' અને હું બીજા નુ સારૂ કરૂ એ 'સંસ્કાર.'
બાંધવા અને સાચવવા
સંબંધો ને 'બાંધવા' ખૂબ જ સહેલા છે, પણ આ સંબંધો ને 'સાચવવા' જ અધરા પડે છે.
પારખવું અને સમજવું
'પારખવા'ની કોશિશ ઘણી બધી કરી બધાએ, અફસોસ 'સમજવા'ની કોશિશ કોઈ એ ના કરી.
અડવું અને નડવું
કોઈ ને 'અડવું' નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈ ને 'નડવું' નહી એ ના શીખ્યા.
સંગત અને અંગત
સુખ વહેંચવા 'સંગત' જોઈએ, દુઃખ વહેંચવા 'અંગત' જોઈએ.
હસાવે અને રડાવે
જિંદગી 'હસાવે' ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, જિંદગી 'રડાવે' ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે.
સંબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે. અને સંબંધ નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અધરા હોય છે.
સંબંધ હોવાથી સંબંધ નથી બનતો, સંબંધ નિભાવવાથી સંબંધ બને છે.
જે સંબંધોમાં કદર ન થતી હોય ત્યાંથી વણાક લઈ લેવો કારણ કે જેટલો સમય કરશો એટલા દુઃખી થશો.
ઘન થી નહીં પણ મન થી ધનવાન બનવુંં , કારણ કે મંદિર માં ભલે સુવર્ણના કળશ લાગેલા હોય , માથું તો પથ્થર ના પગથિયાં પર જ નમવુંં પડે છે.
ભૂતકાળ અચૂક ભૂલી જજો પરંતું એમાંથી મળેલી શિખામણ હંમેશા યાદ રાખજો.
સારા માણસોની એક ખરાબ આદત હોય છે, એ સંબંધ ને તોડતાં નથી ઓછા કરી નાંખે છે.
લોકોને મદદ કરવાનો ભાવ રાખજો, કુદરત નો નિયમ છે, જે કૂવામાંથી લોકો પાણી પીતાં હોય છે એ કૂવો કયારેય સૂકાતો નથી.
બદલો લેશો તો તેની ખુશી એકવાર મળશે અને માફ કરશો તો એનું ગર્વ આખી જિંદગી રહેશે.
દુઃખ ને ભોગવનાર સમય જતાં સુખી થાય છે, પણ દુઃખ ને આપનાર કયારેય પણ સુખી ના થઈ શકે.
જીવનમાં પૈસાની જરૂર દરેક જગ્યા પર નથી પડતી પણ પુણ્યની જરૂર દરેક જગ્યા પર પડે છે.
આપણો પ્રયત્ન કયો- પૈસા વધારવાનો કે
- પુણ્ય વધારવાનો.
ભોળા માણસની હાય અને લાચાર માણસના આંસુ એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે. એનું બીલ સીધું ઉપરવાળો જ ફાડે છે, બાકી કોઈની તાકાત નથી.
