Prakruti Shah

Romance

4  

Prakruti Shah

Romance

સંભારણું

સંભારણું

2 mins
14.3K


શોભિત તેની ઓફિસમાં બેસીને વર્તમાનપત્ર વાંચી રહયો હતો. ત્યાં તેની નજર પડી, વાણી ગુપ્તા, આઇ.એ.એસ. ઓફિસરના ઇન્ટરવ્યુ પર. વાણી ગુપ્તા નામ વાંચતા જ તે ભૂતકાળમાં સરી પડયો. 

કોલેજના નવા સત્રનો એ પહેલો દિવસ! યુવાનીના મહેરામણથી છલકાતો માહોલ. પણ શોભિત માટે તો ચિર-પરિચિત વાતાવરણ, કારણ, તેનુ કોલજનું બીજું વરસ હતું. શોભિતની ચકોર નજર ચારેબાજુ ફરી રહી હતી. કયાંક કોઈ એની આંખોની લિપિ ઉકેલનાર દેખાઇ જાય. અને ત્યાં તેની નજર ટકરાઇ એક યુવતી સાથે, જે આ માનવ મહેરામણમાં કાંઇક અલગ તરી આવતી હતી. ચાર નયનોનું તારામૈત્રક રચાયું. આ તારામૈત્રકથી શોભિતના દિલના તાર ઝણઝણી ઉઠયા. થોડા સમયના આ તારામૈત્રકના સિલસિલા બાદ, શોભિતે સમય પારખીને યુવતીને એકાંતમાં મળવા આમંત્રણ આપયું. યુવતીના મૌનને હકારાત્મક સમજીને શોભિત આનંદિત થઈ ઉઠયો. 

બીજા દિવસે કોલેજ છૂટયા પછી શોભિત અને યુવતી, કોલેજ નજીકના ઉઘાનમાં મળ્યા. આજે બંને પોતાના ઉત્કૃષ્ટ રૂપમાં હતા. શોભિતના હાથમાં યુવતી માટે લાવેલું લાલ ગુલાબ રમી રહ્યું હતું, જ્યારે યુવતીના હાથમાં રમી રહ્યું હતું, એક રંગીન-સુગંધીદાર કવર. કવરની અંદરમાં શું હશે, એ કલ્પના કરતાં-કરતાં, શોભિતે યુવતીને પોતાનો પરિચય અને લાલ ગુલાબ આપ્યું. પછી એ યુવતીનો પરિચય જાણવાની ઉત્સુકતા બતાવી. પ઼ત્યુત્તરમાં યુવતીએ શોભિતને પેલું રંગીન-સુગંધીદાર કવર આપ્યું. આનંદિત અને રોમાંચિત થઈ ઉઠેલા શોભિતે કવરની અંદર સુંદર હસ્તાક્ષરવાળો કાગળ વાંચવાની શરૂઆત કરી. જેમ-જેમ કાગળ વંચાતો ગયો, તેમ-તેમ શોભિતના ચહેરા પરના હાવભાવ બદલાવા માંડયા. અને યુવતીની નજર તેને અપલક નીરખી રહી. કાગળમાં લખ્યું હતું કે, યુવતી જેનું નામ હતું, વાણી, પણ ફક્ત નામ જ. આ યુવતી વાણીને વાણીની અભિવ્યક્તિ માટે વાચા ન હતી. આટલું વાંચતા જ શોભિત તમે છળી ઉઠ્યા અને ત્યાંથી પલાયન થવાના બહાનારૂપે કંઈકકામ યાદ આવવાનું કહી જવા માંડ્યા. પણ તમારા પાછા જવા ઉપડેલા પગ અચાનક થંભી ગયા શોભિત, જ્યારે તમે વાણીની વાચા સાંભળી કે,“એ હીરો! તારૂં લાલ ગુલાબ તો પાછું લેતો જા.” બસ એ જ હતી, તમારી અને વાણીની પહેલી અને આખરી મુલાકાત. કારણ, ત્યાર પછી વાણીએ કોલેજ બદલી નાખી. હા, પણ તમે તેની જ્વલંત કારકિર્દી ના સમાચાર મેળવતા રહ્યા. છતાં પણ તમે ક્યારેય પણ તેને ફરી મળવાની કોશિષ ના કરી શક્યા, અને વાણીની યાદો સાથે તમે હંમેશા જીવતા રહ્યા. 

અને આજે, વાણી ગુપ્તાનો ઇન્ટરવ્યુ વાંચી તમે કૃતનિશ્વયી બની ઉઠ્યા હજુ વધુ એક મુલાકાત માટે.   


Rate this content
Log in

Similar gujarati story from Romance