Swati Dalal

Drama Romance

4  

Swati Dalal

Drama Romance

સમી સાંજને સથવારે - 4

સમી સાંજને સથવારે - 4

4 mins
418


ગૂંચવાયેલી લાગણીઓને ઉકેલવાની મથામણ.

કંઈ જ નથી ખૂટતું છતાંય કંઈ શોધવાની મથામણ.

શબ્દોની ગૂંચમાં ઉકેલાઈ જતી જિંદગી,

ને લખાણો માં છૂટી ગયેલું કંઈક મેળવવાની મથામણ.

તું અને તારા વગર જ વિતેલી આખી જિંદગી,

તો પણ તને યાદ ન કરવાની હરહંમેશ મથામણ.....

             થોડાક અજવાસમાં જઈને, અનુએ ખૂબ હળવેથી આરવનાં હાથમાં બાંધેલો દોરો ખોલવાની કોશિશ કરી.. આરવ ને એ દિવસ યાદ આવી ગયો... બધું જ પૂરું કરવાની, ક્ષણ, એકબીજા એ જે ઈચ્છયું હતું તે પરિપૂર્ણ નહીં થાય, તેવું જાણ્યા બાદ, આરવે જ સમજૂતી પૂર્વક છૂટા પડવાનું નકકી કર્યું હતું, પોતાનાથી બનતી બધી જ કોશિશ કરી ચૂકેલી અને છેલ્લે હારી થાકી ને લાચાર અનુશ્રીનો ચહેરો હજી તેને યાદ હતો... અંતિમ ક્ષણે અનુ એ પોતાના હાથમાં પહેરેલો, તેની માતા અને ત્યારબાદ પિતાના હંમેશના આશીર્વાદ સમો કાળો દોરો પોતાના હાથમાંથી છોડીને આરવનાં હાથે બાંધ્યો હતો, તેમાં અનુનાં આંસુ અને વેદનાનું મિશ્રણ હતું.... કેટલી તકલીફ પડી હતી અનુ ને... એ છેલ્લી વાર હાથ છોડતાં.

               આરવની આંખો અનુ પર જ હતી, ખૂબ ધીરજથી દોરો ખોલી રહેલી અનુ...તેને વાર લાગી રહી હતી, અંધારાને કારણે કે પછી કદાચ તેની આંખો ધૂંધળી થઈ હતી.......આંસુ ના કારણે.........એક ટીપું આરવ ના હાથ પર પડ્યું.... અનુ એ દોરો ખોલીને લઈ લીધો.. આરવ પૂછી બેઠો, આ શું અનુ, અનુશ્રી એ કહ્યું, "મારી વસ્તુ મે પાછી લઈ લીધી," આરવ તાકી રહ્યો, એજ અઢાર વર્ષ ની તોફાની અનુ સામે ઊભી હતી.

 ચલ ને આરવ હું તને કોફી પીવડાવું....આરવ શું કહેવું ની અવઢવમાં હતો અને અનુશ્રી, હંમેશની જેમ આગળ ચાલવા માંડી...તે કદી આરવ ને કોઈ નિર્ણય કરવાની તક આપતી જ નહિ. અનુ ની સાથે આરવ રુમ માં આવ્યો... બાલ્કનીમાં ઘેરાયેલું રાતનું આકાશ... રાત ના ૧ વાગ્યાના સુમારે લગભગ જંપી ગયેલું શહેર અને નિરવ શાંતિ.... અનુ કોફીના મગ સાથે આવી ને બેઠી...કહ્યુંં, આરવ આ દોરો તારા કાંડે બાંધતી વખતે મેં કદાચ, તને પણ મારી સાથે બાંધવાની કોશિશ કરી હતી, મુગ્ધ ભાવે ઈચ્છયું હતું કે, તું મારાથી દૂર જઈ જ ન શકે, કે કદાચ દૂર રહી ન શકે, પણ કેવો વ્યર્થ પ્રયાસ.....!!

              આરવે કહ્યુંં, એજ દિવસથી અનુ આ તારો કાળો દોરો મારા જીવનનો ભાગ કે કદાચ મારા શરીરનું અભિન્ન અંગ બની ને રહ્યો... તારો બાંધેલો દોરો જીર્ણ થયા બાદ પણ હું હરહંમેશ એક દોરો મારા કાંડે બાંધી જ રાખતો, હું પણ જાણે બંધાઈ રહેવા જ માંગતો હતો, તું આ રીતે મારી સાથે જ રહી છે.

  આરુ,...... એટલે જ મેં લઈ લીધો, હવે મને તેની જરૂર નથી લાગતી, કારણ કે મેં જેને દોરો બાંધ્યો હતો તે મારો આરવ હતો, જેને હું ખુબ પ્રેમ કરતી હતી, જેને હું બાંધવા ઈચ્છતી હતી, પણ સમય સાથે બધું જ બદલાઈ ગયું, આજે તું સંધ્યાનો પતિ આરવ છે...અને જેને મેં પ્રેમ કર્યો હતો એ આરવ તો હંમેશાં મારી સાથે જ રહ્યો હતો, મારા મનનાં ખૂણામાં, એટલે જ આરુ મેં તને આજે બંધન મુક્ત કર્યો.

   કોફી પૂરી થવા આવી અને કઈ ક્ષણ હવે અલગ થવાનો સંદેશો લઈને આવે તે પહેલા, આરવે કહ્યુંં અનુ ....થોડા જ કલાકોમાં આપણી ફલાઇટનો સમય થઈ જશે, એક બીજાને ફરીથી વિદાય આપી ને એકલા થઈ જવું ખૂબ અઘરું પડશે, કદાચ આરવ, અનુની મનોસ્થિતિ સમજતો હતો... તો પછી ચાલને થોડી વારમાં અહીંથી સાથે જ નીકળીએ.... એરપોર્ટ પર છેવટ સુધી સાથે રહીએ, ત્યાંની ભીડ અને કોલાહલ કદાચ આપણને છૂટાં પડવામાં મદદરૂપ થાય.. અનુ સાંભળી રહી.... કહ્યુંં, સાચી વાત... આમ પણ હવે ઊંઘ આવશે નહીં, તો પછી આ થોડા કલાકો વધુ સાથે રહીએ....થોડી ક વારમાં નીચે મળીએ.

    અને થોડીક વાર માટે ફરી બેય એકલા પડ્યા... અનુ એ સામાન સમેટ્યો, શાવર લઈને તૈયાર થઈ... વિચારી રહી, સારું જ થયું અહીં આવી ..નહીતો ! બીજી તરફ આરવ પણ આજ યોગાનુયોગ પર વિચારી રહ્યો.... વહેલી સવારે એરપોર્ટ પહોંચી ને અંતિમ ક્ષણો ને માણતા બે ય સામસામે ગોઠવાયા...આરવે કહ્યુંં, અનુ થોડા કલાકોમાં આપણે આપણી એજ ઓળખમાં પાછા ફરીશું, આરુ અને અનુ નહીં પણ સંધ્યાનો પતિ અને રાજીવની પત્ની.... પણ એક વાત નો હંમેશાં આનંદ રહેશે કે હું તને મળી શક્યો.... હું હંમેશાં તારા વિશે વિચારતો કે તારું જીવન સુખી તો હશે ને ? તું ખુશ તો હોઈશ ને ? પણ હવે મારા જીવનમાંથી આ વસવસો જતો રહ્યો, અને એટલે જ હું આ દિવસનો અને આ પળનો આભારી છું... અનુ એ સ્મિત સાથે આરવનો હાથ પકડયો...થોડીક મિનિટોમાં જ જાણે બેય ના શરીરમાં અનેરી ઊર્જાનો સંચાર થયો... અને ચહેરા પર આનંદ અને હળવા સ્મિત સાથે બેય પોતપોતાના સરનામે જવા આગળ વધ્યાં....!

સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Drama