Swati Dalal

Romance

3.4  

Swati Dalal

Romance

સમી સાંજનાં સથવારે -૩

સમી સાંજનાં સથવારે -૩

6 mins
764


કોણ કોને શું કહેશે,

એ પળોજણ તું મૂક.

આપણી વચ્ચે નજીવું,

એક સગપણ તું મૂક.

આ તરફ મૂકી દીધા,

મારા બચેલા શ્વાસ મેં,

સામે પલડે સાથે વિતેલી,

એકાદ બે ક્ષણ તું મૂક...

   આરવ બહાર જતાં જ અનુશ્રી તૈયાર થવા ગઈ. સુંદર ગુલાબી બુટ્ટા વાળી કુર્તી ને આછો દુપટ્ટો, લાંબા વાળ ખુલ્લા રાખીને એક નાનકડી બીંદી લગાવીને તે પોતાને જ અરીસામાં તાકી રહી અને તેને જાણે રાજીવ નો અવાજ સંભળાયો ."અનુ તને ખબર જ નથી તું કેટલી સુંદર છે."!!!.. રાજીવ કેટલી અદભુત રીતે તેના ભૂતકાળ પર પથરાઈ ગયો હતો, એક વખત તો અનુશ્રી એવું જ લાગતું હતું કે, આરવ વગર તે જીવી નહીં શકે .. પણ રાજીવે અનુ ને ખૂબ જાળવી જાણે ફૂલનું જતન કરતો હોય, કેટલો પ્રેમાળ અને નિખાલસ છે રાજીવ..

અનુશ્રી ના મનમાં એક ખટકો ઊભો થયો,"અનુ .આમ આરવ સાથે."..". તો શું કહીશ રાજીવને ."...સુખી દાંપત્યના 20 22 વર્ષ સાથે વિતાવ્યા છે, તારું સર્વસ્વ રાજીવ જ તો છે. હવે આરવ ક્યાંથી, ત્યાં જ અચાનક જાણે અરીસામાં એજ અઢાર વર્ષની અનુ આવીને ઊભી રહી ગઈ .. જાણે કહી રહી હતી," અનુ આજે આ ક્ષણ મળી છે, જે કદાચ વર્ષોથી તું અંદર ધરબીને જીવી છે ", આરવ.. કદાચ ક્યારેય મનના ખૂણામાંથી ગયો જ ન હતો, તે હંમેશથી ત્યાં જ હતો. પરિસ્થિતિઓ બદલાતી ગઈ,પણ કદાચ એવી ખૂબ ઓછી ક્ષણો હશે કે તું આરવને તારી સમગ્ર દુનિયાથી દૂર રાખી શકી હોય. તે તો તારી અંદર જીવતો જ હતો .અનુશ્રી, તું તેનાથી ક્યારે દૂર હતી જ નહીં તો પછી હવે શું વિચારવાનું. રાજીવ અને આરવનું સ્થાન ભિન્ન છે... આરવ ભૂતકાળ છે અને આવતીકાલે ફરી એ ભૂતકાળ જ બની જશે ...પણ એના ઓછાયા માં આજની આ ક્ષણ જવા ના દઈશ.

   બધા વિચારો ખંખેરી ને તે રુમ ની બહાર આવી.. કદાચ એને થોડી વધારે જ વાર થઇ હતી ..આરવ જિન્સ અને ટીશર્ટમાં બિલકુલ અલગ જ લાગતો હતો ..તેના ચશ્માં તેને વધુ પ્રભાવશાળી બનાવતા હતા ..અને કદાચ ઘણું બધું કહેવા માંગતી આંખો ના ભાવ ને છૂપાવતા હતા ...અવશપણે અનુશ્રી થી આરવ ની સરખામણી રાજીવ સાથે થઈ ગઈ. લગ્નજીવનના શરૂઆતનાં વર્ષોમાં તે હંમેશા રાજીવ ની સરખામણી આરવ સાથે કરતી, પણ રાજીવ ના સ્વભાવની વિશેષતા કહો કે તેનો પ્રેમ જેણે અનુશ્રી ને બધું જ જુનું ભૂલવાની ફરજ પાડી હતી .. રાજીવ પ્રમાણમાં વધુ સોહામણો હતો ...આરવ, અનુશ્રી આવતી જોઈ રહ્યો.. કેટલું નવાઈ પમાડે તેવું હતું, આ બધું જ .કદાચ કોઈ તૂટેલા સ્વપ્નનાં અનુસંધાન જેવું, તેને ખબર જ ના રહી કે,અનુશ્રી, સાવ પાસે આવી ચૂકી હતી.. અનુશ્રી , બોલી ઊઠી આરવ જઈએ કે, હજી થોડો વિચાર કરવો છે, તને ...આરવ હસી પડ્યો તેની મનોસ્થિતિ અનુશ્રી અજાણ ન હતી..તેણે કહ્યું અનુ ટેક્સી તો બોલાવી છે, પણ ક્યાં જઈએ તુજ કહે .અનુ એ કહ્યું, ચાલને આરવ રિવરફ્રન્ટ જઈએ, બહુ સાંભળ્યું છે ચાલ જોઈએ ... ઠીક છે, કહીને આરવ સહજતાથી ડ્રાઇવરની સાથે ગોઠવાયો અને અનુશ્રી એકલી પાછળ હતી, અનુ વિચારી રહી હજી પણ આરવ એવો જ રહ્યો.

બંને એક જ માહોલમાં પણ અલગ-અલગ રીતે પરિસ્થિતિને માણી રહ્યા અને કદાચ જાણી જોઈને જ એકબીજાની બીજી દુનિયામાં દખલ ન કરવી હોય, એમ એકબીજાને વધુ પૂછપરછ કરવા થી દૂર રહેતા હતા ..કદાચ કોઈના અંતરમાં કંઈક અધૂરું રહી ગયું હોય અને તેની વેદના બહાર ઉભરાઈ આવે એ જ ડરે ....બહાર વહેતા ટ્રાફિકની વચ્ચે અંદર બેઠેલા કદાચ ભૂતકાળમાં જ વહી રહ્યા હતા. મન માં ચાલતી અલગ-અલગ ઘટનાઓ અને વાતો, ક્યાંક નાનકડું સ્મિત આપી જાય, તો ક્યારેક પાંપણ પર આંસુ છલકાઈ જાય, સાથે જીવેલો કે કદાચ સાથે શ્વાસેલો જીવનનો અમૂલ્ય હિસ્સો, ઝઘડા, રિસામણા અને મનામણાં ..અનુ ની જિદ આગળ હંમેશા હથિયાર મૂકી દેતો આરવ, અને આરુ માટે બધું જ કરી છૂટતી અનુ, એ એવી ક્ષણો હતી, જેમાં પોતાની દુનિયા સિવાય બહાર બીજી કોઈ દુનિયાનું અસ્તિત્વ જ નહોતું ...પણ આ બધાને અંતે ફરી ફરીને યાદ આવતી છૂટાં પડવાની ઘટના અને ફરી એ જ ઉદાસી ઘેરી વળતી !

      રિવરફ્રન્ટના દાદરા ઉતરતાં આરવ બોલી ઉઠ્યો, "કેવું કહેવાય ને અનુ, ખૂબ ચાહેલી વસ્તુ કે વ્યક્તિ અપ્રાપ્ય હોય કે ન મળે ત્યાં સુધી જ તેની કિંમત આપણે અમૂલ્ય આંકતા હોય છે, એ વસ્તુ કે વ્યક્તિ મળી જતાં, શું તેનું મહત્વ ઘટી જતું હશે ..?..અનુ, તારુ સ્થાન હંમેશા મેં સૌથી અલગ જ રાખ્યું હતું, ત્યારબાદ કંઈ કેટલુંય આવ્યું, પણ તું એક ખૂણામાં અકબંધ સચવાયેલી . અનુશ્રી સ્મિત સાથે જોઈ રહી, હવે આરવ ધીમે ધીમે ખૂલતો જતો હતો.. આમ પણ તેનો સ્વભાવ એવો જ હતો ..તેને કદી કોઈ પણ સંવેદના વ્યક્ત કરતા આવડી જ ન હતી, એવું અનુશ્રી માનતી, તેણે કહ્યું, "આરવ, ના, હંમેશાં એવું નથી હોતું, ઘટનાઓમાં જીવાઇ ગયેલા આપણા જીવનમાં, કદાચ તું પણ મારા મનના ખૂણામાં સ્થિર થઈ ગયો છે, પણ, સમયે બીજું ઘણું બદલી નાખ્યું ..તારી સાથે જીવેલી દરેક ક્ષણ પ્રામાણિક હતી, તો તારા બાદ રાજીવ સાથે નું દાંમ્પત્ય એટલું જ શ્રેષ્ઠ રહ્યું..આરુ.. ફરી એ જ જુનુ સંબોધન અનુશ્રી ના હોઠે આવી ગયું ...એ વખતે મને તારી સામે ખૂબ ગુસ્સો અને ફરિયાદ હતી. પણ આજે બિલકુલ નથી..બંને છેડે સંતોષજનક સ્મિત હતું..ધીમે ધીમે મંડાઈ રહેલા ડગલામાં એકબીજાની સાહજિક પૂછપરછ અને જિવાઈ ગયેલી જિંદગીનો ઘટનાક્રમ જાણવાની ઈચ્છા પ્રગટ થઈ રહી હતી.. શું આરવ જીવ્યો ?  મારા વગર કેવું જીવ્યો ? તે પ્રશ્ન રહી રહીને અનુશ્રી ના મનમાં આવી જતો હતો, તો બીજી તરફ અનુશ્રી એના જીવનમાં ખુશ તો રહીને ? એ પ્રશ્ન કરવાનું આરવનું મન પણ કરી રહ્યું હતું, અને એના ભાગરૂપે જ ધીરે ધીરે ઘર પરિવાર અને જિવાઈ ગયેલા સુખી જીવનની વાતો આવી જ ગઈ.

       અનુએ રાજીવ અને રાશિ સાથે જીવાતું સુખ પૂર્ણ અને સંપૂર્ણ જીવનની વાત કરી, તો આરવે,સંધ્યા અને આતિશ, અવની સાથેના સુખી પરિવારની ઝલક બતાવી ..નાના નાના ઘટનાક્રમો, બાળકોનું બાળપણ અને યુવાની કદાચ બધું જ .જે તેઓ હંમેશાથી એકબીજાને કહેવું ઈચ્છતા હતા .કદાચ બંને એ પૂર્ણ અને સાર્થક જીવન વિતાવ્યું હતું ..એકબીજા પર સંપૂર્ણ નિર્ભર બે વ્યક્તિઓનું જીવન એકબીજા વગર પણ ખૂબ સફળ રીતે ગોઠવાયું હતું, અને હવે એનો કોઈ વસવસો રહ્યો ન હતો, ફક્ત સંપૂર્ણ સંતોષ હતો ..અનુ બોલી ઊઠી, આરુ અકસ્માતે જ આપણા બંને ના જીવનમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ આવી, બધું જ મળ્યું અને એ ઉપરાંત આ સાંજ પણ, ....આરવ અનુ ની પવનમાં ઊડતી લટો ને તાકી રહ્યો, ડૂબતા સૂરજ ની શાખે તેણે અનુ તરફ જોયું, અને કહ્યું, ફરી કદાચ કાલે આપણે બેય એકબીજા માટે ભૂતકાળ બની જઈશું. ફરીથી સંબંધો અને ઘટનાઓના ઢગલા મન પર થતાં જશે અને, ... અને અનુશ્રી તેની વાત કાપતા જ બોલી ઊઠી," ફરી અનુ એજ ઢગલામાં દબાઇ જશે ..ઊંડે, ઊંડે ...", કદાચ એજ આપણી નિયતિ છે આરુ..". વાતો ખૂટતી જ ન હતી. અંધારું ઘેરાતા અનિચ્છાએ પણ પાછા ફરવું પડ્યું.

   આરવના પ્રસ્તાવનો સ્વીકાર કરીને આરવ અને અનુશ્રી સાથે જ ડિનર માટે ગોઠવાયા ..એકબીજાની પસંદ નાપસંદ અને બદલાતી પસંદગીઓ... મૌનની જગ્યા હવે શબ્દો અને તે સંવાદો એ લઈ લીધી હતી.. અજાણ્યા પણાનો ભાવ લગભગ ભૂલાઈ ગયો હતો. એક બીજાને જાણતા, માણતા અને આઈસક્રીમ સાથે મીઠી યાદોને વાગોળતા કંઈક હસતા હસાવતા, જમીને ધીમે પગલે ચાલતા રેસ્ટોરન્ટ ના બહારના ગાર્ડનમાં આવ્યા ..આકાશમાં રાતનો અજવાસ હતો ..ધૂંધળા તારાઓથી ભરેલુ આકાશ, પણ હવે કદાચ આરુ અને અનુ ના હૃદયની વેદનાથી આખું વાતાવરણ જાણે નિ:શબ્દ હતું. ખૂબ નવાઈ ભર્યો વિતેલો આજનો દિવસ, અને આ દિવસ કદાચ હંમેશાં માટે માનસપટ પર અંકાઈ જવાનો હતો, જતી ઉંમરે એકલા બેસી ને વાગોળવાની કેટલીય ક્ષણો આ દિવસ આપી ચૂક્યો હતો. મળવાના આનંદની સાથે જ છૂટાં પડવાની વેદના જાણે ઘેરી વળી હતી ...છેક અત્યારે ખબર પડી," અનુશ્રી બોલી ઊઠી, " આરવ બધું જ મળ્યું છતાં પણ છતાં આ મન કેટલું અવળચંડુ છે," આપણા સંબંધોમાં પ્રેમની લાગણીથી પણ વિશેષ કશુક હતું", અલગ અલગ જગ્યા કે ઘટનાક્રમમાં ભલે જીવ્યા હતા પણ કદાચ એકબીજાના એકાદ અંશ ને મનમાં સાચવીને જ.'.".હા અનુ..".આરવે કહયું, અને અનુનું ધ્યાન ફરી આરવનાં હાથનાં કાંડે બંધાયેલા કાળા દોરા તરફ ગયું. તેણે આરવનું જમણું કાંડું પકડ્યું.. આરવે ચોંકી ને અનુની સામે જોયું.

વધુ આવતા અંકે..

અનુશ્રી અને આરવનાં નવાઈપૂર્ણ મેળાપની અંતિમ ક્ષણો ને જાણવા વાંચતા રહો. સમી સાંજ ના સથવારે ..અંતિમ ભાગ.


Rate this content
Log in

Similar gujarati story from Romance