શુભારંભ ભાગ-૧
શુભારંભ ભાગ-૧
અમદાવાદ શહેરમાં આવેલું શાહ ડાયમંડ આજે ધણાં સમય પછી ચહેકી ઉઠ્યું છે, કારણ છે આ શાહ ડાયમંડના માલિક મંદાકિની શાહના પોત્રો અમેરિકાથી ભણીને પાછા વતન આવ્યા છે. મંદાકિની શાહ એટલે અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ અને અમદાવાદના ડાયમંડ બજાર જેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે તે. એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પતિના અવસાન બાદ એકલા હાથે આ શાહ ડાયમંડનું એમ્પાવર ઉભું કર્યું કડક મહેનત અને લગનનો પડછાયો. એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા આ મંદાકિની શાહનું અભિમાન એટલે એમના પોત્રો અંશ અને વિહાન. અંશ અને વિહાન આજે અમેરિકાથી આવવાના હતા .
યુનાઈટેડ સ્ટેટ્સથી આવતી ફ્લાઈટ લેન્ડ થતાં જ બંનેના પિતા એ રાહતનો શ્વાસ લીધો. મંદાકિની શાહના પરિવારનો પરિચય કેળવયે. મંદાકિની શાહના મોટા દિકરા અવિનાશભાઈ અને વહુ નિહારિકાબેન એમનો દિકરો અંશ અને દિકરી મહેક. નાના દિકરા દિપભાઈ અને વહુ કાજલબેન એમનો દિકરો વિહાન અનેનાનો દિકરો રિયાન. મંદાકિની શાહનો પરિવાર સુખી સંપન્ન હતો અને એમના સંપ અને સંસ્કારના ઉદાહરણ આપતા લોકો પણ કાજલબેનને મનમાં મનમાં એક અસંતોષ હતો કે અંશના હોવાથી વિહાન શાહ ડાયમંડનો CEO નહીં બની શકે વળી મંદાકિની શાહને અંશ બધા કરતાં વધારે વહાલો હતો હોય પણ કેમ નહીં અંશ હતો જ એવો જે વડિલોને સન્માન આપે અને એને પોતાની જવાબદારીનું સાચું ભાન હતું. પણ તેના કાકા-કાકીને આ પસંદ નહોતું એમને એમના દિકરા વિહાનને CEO બનાવવો હોય છે. પણ અંશ અને વિહાન એ રામ અને લક્ષ્મણની જોડી છે. બનેને એકબીજા વગરના ચાલે એક સેકન્ડ પણ.
અંશ અને વિહાન ફ્લાઈટ લેન્ડ થતાં જ પોતાના પરિવાર પાસે આવે છે અને મોટા બધાના આશીર્વાદ લે છે અને પોતાના દાદી મંદાકિની શાહને મળવા ઉત્સુક છે. અંશ અને વિહાન સોહામણા યુવાન છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાનુ દિલ ખોઈ બેસે. અંશ અને વિહાન કારમાં બેસી પોતાના ઘરે કૃષ્ણ નિવાસ પહોંચે છે.
કૃષ્ણ નિવાસ જાણે એક પેલેસ સમાન. જેને મંદાકિની શાહ એ પોતાના પ્રેમ અને સંસ્કારથી સિંચયો છે જ્યાં માત્ર મંદાકિની શાહનું જ શાસન છે. અંશ અને વિહાન કૃષ્ણ નિવાસમાં આવતા જ એક અલગ રોનક છવાઈ જાય છે. બને સીધા પોતાના દાદીના રૂમમાં જાય છે. પગે લાગી આશીવાદ લે છે.
અંશ : દાદી જયશ્રી કૃષ્ણ કેમ છો ?
વિહાન: જયશ્રી કૃષ્ણ દાદી
મંદાકિની શાહ: જયશ્રી કૃષ્ણ ઠિક છું તમને જોયા એટલે ખુશ છું.
વિહાન : હા દાદી હવે ક્યાંય નથી જવાના અમે તેનેભાઈ
અંશ : હાભાઈ .
મંદાકિની શાહ: હું જવા પણ નહીં દેવ તમને. હવે મારા પોત્રો જે મારું અભિમાન છે તેમના માટે યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી શાહ પરિવારને નવી વહુ આપીશ.
અંશ : સારૂ દાદી
વિહાન:પણ દાદી
મંદાકિની શાહ: શું વિહાન ?હું મિડિયા આગળ તમારા લગ્નની વાત કરી ચુકી છું.
અંશ ઈશારામાં વિહાનને ચુપ થવા કહ્યું.
અંશ : દાદી કાંઈ નહીં.
મંદાકિની શાહ: અંશ સમજાવી દે જે આને કે મંદાકિની શાહના આદેશનું પાલન ન કરનારને શું સજા મળે છે.
અંશ : હા દાદી
અંશ વિહાનને બીજા રુમમાં લઈ જાય છે.
અંશ : હવે બોલ ભાઈ
વિહાન :ભાઈ આ શું જબરદસ્તી છે ?મારે અત્યારે લગ્ન નથી કરવા.
અંશ : હા હું સમજાવીશ દાદીને.
વિહાન :લવ યુ
અંશ :લવ યુ ટુ
(શું વિહાન લગ્ન કરશે ?કોની સાથે ? કોણ હશે શાહ પરિવારની નવી વહુ ?શું અંશ જેવા રામ માટે સીતા મળશે ?)
(ક્રમશ)

