શુભારંભ - ૪
શુભારંભ - ૪
મંદાકિની શાહ પોતાના રૂમમાં આંટાફેરા કરી રહ્યા છે. મહેકે આપેલ રિતિકા પટેલનો ફોટો વારંવાર જોઈ રહ્યા છે અને વિચારે છે કે આ મારા ઘરની લક્ષ્મી બની શકશે ? શું આ અંશને સમજી શકશે. અચાનક પોતાના વફાદાર સેવક ભૈરવ એમને બોલાવે છે.
ભૈરવ : દાદીમા ! તમે જે પરિવાર વિશે માહિતી કાઢવાનું કીધું હતું તે માહિતી આવી ગઈ છે.
મંદાકિની શાહ (રુઆબ સાથે) : હા બોલ ભૈરવ ! શું તે પરિવાર આપણા લાયક છે ? શું આપણા સંસ્કાર અને ગરિમાને યોગ્ય છે તે પરિવાર ?
ભૈરવ : જી બિલકુલ યોગ્ય છે.
મંદાકિની શાહ :સારૂ નિહારિકા મેમને કહજે હું બોલાવું છુંં એમને.
ભૈરવ નિહારિકા ને બોલાવી જતો રહે છે.
નિહારિકા: માં તમે મને બોલાવી
મંદાકિની શાહ: હા નિહારિકા વહુ તમે શાહ પરિવાર ના મોટા વહુ અને અંશના માતા છો એટલે પટેલ પરિવાર ને જાણ કરો કે અમે કાલે તેમની દીકરીને જોવા આવ્યે છીએ.
નિહારિકા: હા માં.
નિહારિકા મંદાકિની શાહની રજા લઈ જાય છે. નિહારિકા પટેલ પરિવાર ને ફોન કરીને જાણ કરી દે છે.
(શાહ ડાયમંડ એમ્પાવર વિહાન ની ઓફિસ)
વિહાન (ગુસ્સામાં) : તમને કેટલી વાર કિધુ છે કે શાહ ડાયમંડને એડવાઈમેનટ માટે નવા ચહેરા અને નવા વિચારોની જરૂર છે.
મેનેજર : પણ સર આ અમદાવાદ અને મુંબઈની ટોપ મોડેલ છે.
વિહાન:પણ મને આમાંથી કોઈ પસંદ ના આવ્યું.
મેનેજર: સર થોડાક સમય આપો હું નવા ચહેરા લઈને આવતીકાલે આવીશ જે તમને ખુબ ગમશે.
અચાનક અંશ વિહાન અને મેનેજરની વાત સાંભળતા વિહાનની ઓફિસ મા આવે છે. હમેશા હસતો મસ્તીખોર વિહાન કોઈ ના પર ગુસ્સો કરે એ વાત એને આશ્ચર્ય પમાડે તેવી હતી.
અંશ (ઓફિસ મા આવતા): કુલ ડાઉન બો ! શું થયું ? કેમ મારો ભાઈ ધ વિહાન શાહ ગુસ્સામાં છે આજે ?
વિહાન : કાંઈ જ નહીં ભાઈ
અંશ : હવે ભાઈથી પણ છુંપાવવાનું ધીસ ઈસ નોટ ફેર
વિહાન : ઓકે ભાઈ કહું છું
અંશ : ગુડ બોય
વિહાન : આઈ એમ ઈન લવ વિથ સમવન
અંશ :વોટ ! કોણ છે તે લકી ગર્લ ? જેને મારા ભાઈનું દિલ જીતી લીધું ?
વિહાન: નામ નથી ખબર બસ થોડાક દિવસ પહેલા જ્યારે હું મહેકને ડાન્સ ક્લાસ પર મૂકવા ગયો ત્યારે તેની સાથે અથડાયો. ભાઈ શું બ્યુટી ક્વીન હતી તે !
તારી આંખ જાણે કોઈ રહસ્યની જાળ. .
ચહેરો જાણે નિદોષ માસુમિયતની મુરત. .
આંખનું કાજલ જાણે વાદળોનું યુધ્ધ. . .
મુસ્કાન એવી જાણે સરકતી એક નદી. .
એક ઝલક પામવા તરસે એવી આંખ. .
ગુલાબ ની પાંખડી જેવા હોઠ. .
કોઈ અપ્સરા જેવા હાથ. .
જાણે મારા માટે જ બનાવી ભગવાને. .
અંશ : ઓહો મારો ભાઈ શાયર બની ગયો છે ને કાંઈ !!
વિહાન: પણ ભાઈ આ છોકરી મને હવે કયારે મળશે ?
અંશ : બહુ જલદી .
વિહાન: આઈ હોપ
અંશ : હા પણ મને વિશ્વાસ નહીં થતો કે તને પ્રેમ થયો છે ?
વિહાન: હા ભાઈ પણ મારે તમારી એક મદદ જોઈએ છે
અંશ :હા બોલ
વિહાન : ભાઈ તમને ખબર છે કે દાદીને લવ મેરેજ નથી ગમતા
અંશ : તું દાદી ની ચિંતા ના કર બધું ઠીક થઈ જશે.
વિહાન: હા ભાઈ.
બંને કામ પતાવી ઘરે જાય છે. મંદાકિની શાહ પરિવાર ને કાલે અંશ માટે છોકરી જોવા જવાનું છે તેમ કહે છે. ના પાડવાનો સવાલ જ નહોતો કારણકે મંદાકિની શાહ ની આજ્ઞાનું પાલન બધાને ફરજિયાત કરવું પડતું.
પટેલ પાકૅ પટેલ પરિવાર)
ગગનભાઈ : રિતિકા તને કાલે શાહ ડાયમંડ ના માલિક મંદાકિની શાહ ને તેમનો પરિવાર મળવા આવવાનો છે તૈયાર રહેજે.
રિતિકા: હા પપ્પા.
મમતા બેન: કેમ આવી રહ્યા છે તે લોકો ?
ગગનભાઈ: એમના પૌત્ર અંશ શાહ માટે
મમતા બેન: સારૂ તૈયારી થઈ જશે
પંક્તિ: હા મમ્મી તમે ચિંતા ના કરો હુ બધું સંભાળી લઈશ.
ગગનભાઈ અને મમતા બેન: હા દીકરા
ક્રમશઃ

