શુભારંભ - ૬
શુભારંભ - ૬
પંક્તિ અચાનક જ અંશને જોતા પોતે અઠવાડિયા પહેલાંના ભૂતકાળમાં જતી રહે છે. ભૂતકાળ એ માણસની યાદોનો પટારો છે જે કોઈ ના આવવાથી અચાનક ખુલી જાય છે. એકતરફી પ્રેમમાં વ્યક્તિને ના ઈનકારનો ડર ના કોઈ અપેક્ષાનો ડર.
પ્રેમનો અહેસાસ છે તું. .
મારા જીવનની આશ છે તું. .
લાગણીની માયાજાળ છે તું. .
સવારનો ઊગતો સૂરજ છે તુંં. .
શું કહું હું તને મારા શ્વાસ. .
મારા અધુરા જીવનો અહેસાસ છે તું. .
(અઠવાડિયા પહેલાં)
પોતે રિતિકા સાથે ફોટોગ્રાફર ને મળવા ગઈ હતી ત્યારે અચાનક અંશ સાથે અથડાઈ હતી અને પંક્તિનો દુપટ્ટો અંશના ચહેરા પર પડ્યો હતો.
પંક્તિ: હલ્લો ઓ ! મારો દૂપટો!
અંશ : સો સોરી તમારો દુપટ્ટો આ રહ્યો
પંક્તિ:થેનક યુ
અંશ:વેલકમ
પંક્તિ: અરે મારી ચંપલ !
અંશ (પંક્તિના ચંપલ તરફ જોતા): ઓહ તૂટી ગઈ.
પંક્તિ: હા
અંશ : લાવો હુંં ઠીક કરી આપુ.
પંક્તિ: ઓકે
પંક્તિ ઘરે આવીને કેટલી ખુશ થઈ ગઈ હતી પોતે મનોમન અંશને એકતરફી પ્રેમમાં પાગલ થઈ રહી હતી. પોતાની સિક્રેટ ડાયરીમાં અંશ અને તેની મૂલાકાત આલેખી હતી. અંશ એને પહેલી નજરે જ ગમી ગયો હતો અને પોતાના જીવનસાથી તરીકે માની લીધો હતો પણ અચાનક અંશ અને રિતિકા સાથે જોતા પંકિત ડધાઈ જાય છે જાણે એના દિલ પર કોઈ વજનદાર પથ્થર મૂકી દીધો છે. અંશ પંક્તિ ને જોઈ ને આશ્ચર્ય પામે છે ત્યારે મમતા બેન પંક્તિ ને બોલાવતા અંશ રિતિકા ની બહેન છે એ વિશે જાણે છે. રિતિકા ખુબ જ ખુશ હોય છે કારણ કે એને બસ અમીર વ્યક્તિ જોયતો હતો. અંશ જવાબદારી અને મંદાકિની શાહની ઈજ્જત ના કારણે હા પાડી રહ્યો છે જ્યારે પંક્તિ પોતાની વહાલસોયી બહેનની ખુશી માટે પોતાના પ્રેમને બીજાને સોપવા તૈયાર થઈ જાય છે.
નિહારિકા રિતિકાની સગાઈની વિધિ કરે છે અને મમતા બેન અંશની વિધિ કરે છે ત્યાં પછી અંશ અને રિતિકા સાથે બધાના આશીર્વાદ લે છે. બધા એકબીજા ને ગળ્યું મોઢું કરાવે છે. મમતાબેન અને ગગનભાઈ ખુબ ખુશ થાય છે કે એમની દીકરી ને આટલો સારો પરિવાર અને અંશ જેવો જીવનસાથી મળ્યો હતો. અચાનક પંક્તિ પોતાના રૂમમાં જતી રહે છે. પોતાની સિક્રેટ ડાયરીમાં અંશ ની યાદો ફાડી નાખે છે અને બાથરૂમમાં જતી રહે છે. અંશની બહેન મહેક પંક્તિને બોલાવવા આવે છે અને ડાયરીનાં ફાટેલા પેજ જોવે છે. મહેક વિચારે છે કે આ પેજ પંક્તિ એ કોના માટે લખ્યા હશે એક પેજ પોતાની પાસે રાખી લે છે અને નિહારિકા બોલાવવા આવતા તેની સાથે જતી રહે છે.
મંદાકિની શાહ રિતિકા ને આશીર્વાદ આપી પોતાના પરિવાર સાથે શાહ પેલેસ જવા નીકળે છે. મમતાબેન અને ગગનભાઈ ભાવભીની વિદાય આપે છે પંદર દિવસમાં જ લગ્ન હોવાથી બધી વિધિ ટૂંકમાં જ રાખવામાં આવી હોય છે. બને પરિવાર મા ખુશીનો માહોલ છવાઇ જાય છે.
ગગનભાઈ અને મમતા બેન લગ્ન ની તૈયારી કરવા લાગે છે. આખું અમદાવાદ શહેરમાં એક નવી રોનક ઉમેરાય છે. શેર બજાર માં પણ આ વાત આગની જેમ પ્રસરી જાય છે. દરેક ન્યુઝ ચેનલ પર અને પેપર પર અંશ અને રિતિકા ના ફોટા જોવા મળે છે. આખું શહેર અંશ અને રિતિકાના લગ્નની રાહ જોય રહ્યું છે અને હોય પણ કેમ નહીં મંદાકિની શાહ ના પૌત્ર અંશના લગ્ન છે. શાહ પેલેસને દુલ્હન ની જેમ શણગારવામાં આવ્યું છે. ધીમે ધીમે દિવસો જતા ગણેશ પૂજન, હલ્દી વગેરે રસમો આવવા લાગે છે.
આજે મહેંદીની રસમ છે સવારથી જ ગગનભાઈ અને મમતા બેન તૈયારીમાં લાગ્યા છે. રિતિકાને પંકિત તૈયાર કરી આપે છે. નિહારિકા અને કાજલ મહેક સાથે મહેંદી લઈને આપવા આવે છે કાજલ એક અલગ જ સ્માઈલ કરે છે રિતિકા સામે. .
ક્રમશ:

